Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 1
________________ છ આવશ્યકના રહસ્યો મુનિ શ્રી નરવાહનવિજયજી આવસ્મય અવસકરણિજે ધુવં નિગ્નહો વિસોહીય T અઝયન છક્ક વગો નાઓ આરામણા મગ્નો |૧ (વિશેષાવશ્યક ગાથા - ૮૭૨) અવશ્ય કરણીય જે હોય તેને આવશ્યક કહેવાય છે. જીવ પ્રમાદને વશ થઇને જે કાંઇ પ્રવૃત્તિ કરે છે તે અશુભ પ્રવૃત્તિ કહેવાય છે. પ્રમાદ પાંચ પ્રકારના કહેલા છે. (૧) મધ, (૨) વિષય, (૩) કષાય, (૪) વિકથા, (૫) નિદ્રા. (૧) મધ = કોઇપણ જાતનું વ્યસન - જ્યાં સુધી જે ચીજ લેવાની ટેવ હોય એ ચીજ ન મળે ત્યાં સુધી મન ને ચેન ન પડે એટલેકે જે પદાર્થ લેવાથી મનની તાજગી આવે મન પ્રફુલ્લિત બને એવા પદાર્થનું બંધાણ એને પ્રમાદ કહેવાય છે એ મધ નામનો પ્રમાદ ગણાય છે. (૨) વિષય :- પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો અનુકૂળ-સ્પર્શ-સ્વાદ (રસ-ગંધ-રૂપ અને શબ્દ આ પાંચ અનુકૂળ વિષયોને વિષે ઇન્દ્રિયોને જોડવી અને પ્રતિકૂળ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખસેડવી. એટલે ન જોડવી એ વિષય નામનો પ્રમાદ હેવાય છે. (3) કષાય - ક્રોધ-માન-માયા-લોભ. અનુકૂળ વિષયોમાં સફળતા મળે તો માનાદિ કષાય પેદા થાય. સળતા ન મલે અને નિળતા મલે તો ક્રોધાદિ કષાયો પેદા થાય. સળતા મેળવવા માટે આંટી ઘૂંટી માયા કપટ કરવું તે તથા સળતા થાય તેમાં આગળ વધવાના વિચારો તે લોભ. આ રીતે વિષયોની પુષ્ટિ માટે પેદા થતાં ક્રોધાદિ કષાયો તે કષાય નામનો પ્રમાદ છે. ૪) વિકથા :- એક બીજા ભેગા થાય ત્યારે જે ભેગા થયેલા છે એમના સિવાયની વાતો ચીતો કરવી એનો આનંદ માનવો એ વિકથા નામનો પ્રમાદ કહેવાય છે. (૫) નિદ્રા :- આ ચારેય પ્રમાદમાંથી કોઇને કોઇ પ્રમાદમાં જીવ થાકે એટલે રસ ન રહે ત્યારે ઉંઘવું એ પાંચમો પ્રમાદ કહેલો છે. આ પાંચ પ્રકારના પ્રમાદને આધીન થયેલા જીવો એ પ્રમાદની પ્રવૃત્તિ કરતા કરતા આત્મિક ગુણોને પેદા કરવા લાયક શુભ પ્રવૃત્તિ છોડીને અશુભ પ્રવૃત્તિમાં જોડાયેલા રહે છે. આ અશુભ યોગોની પ્રવૃત્તિથી છુટવા માટે અને શુભ યોગની પ્રવૃત્તિનો પુરુષાર્થ કરવા માટે જીવો જે પ્રયત્ન કરે છે તે પ્રતિક્રમણ કહેવાય છે. પ્રતિ = વારંવાર Page 1 of 67

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 67