Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 3
________________ આ રીતે મન-વચન-કાયાના યોગથી પ્રવૃત્તિ કર્યા કરવી એ શુભ યોગમાંથી અશુભ યોગમાં જવા લાયક પ્રવૃત્તિ કહેવાય છે. એ અશુભ યોગની પ્રવૃત્તિઓ આખા દિવસમાં જેટલી વાર થઇ હોય તેનાથી આત્માને વારંવાર પાછો વીને શુભ યોગની પ્રવૃત્તિમાં જોડવો એ પ્રતિક્રમણ કહેવાય છે. એ પ્રતિક્રમણના પર્યાયવાચી શબ્દોનાં દશ નામો કહેલા છે. (૧) આવશ્યક, (૨) અવશ્યકરણી, (૩) ધ્રુવ (નિશ્ચિત), (૪) નિગ્રહ, (૫) વિશુધ્ધિ, (૬) અધ્યયન, (૭) વર્ગ, (૮) જ્ઞાન, (૯) આરાધના અને (૧૦) માર્ગ. છ પ્રકારના આવશ્યકોનો સમુદાય ભેગો થાય તેને પ્રતિક્રમણ કહેવાય છે. (૧) સામાયિક. (૨) ચઉવિસત્યો = ચોવીશ તીર્થંકર પરમાત્માઓની સ્તુતિ. (૩) જે ગુરૂ ભગવંતની નિશ્રામાં આરાધના કરીએ છીએ એ ગુરૂ ભગવંતને વંદન. (૪) આખા દિવસમાં જે પાપો થયેલા હોય જેમકે બારવ્રત સંબંધી-પાંચ આચાર સંબંધી-સમ્યક્ત્વ સંબંધી ઇત્યાદિ પાપો થયેલા હોય એ પાપથી પાછા વા માટે એટલે મિચ્છામિ દુક્કડં દેવા માટે આપવા માટે) જે ક્રિયા કરવામાં આવે તે પ્રતિક્રમણ આવશ્યક.(૫) કાઉસ્સગ - પ્રતિક્રમણમાં પાપની શુદ્ધિ કરતા કરતા સૂક્ષ્મ પાપોની શુદ્ધિ બાકી રહી ગઇ હોય તો એ પાપથી પાછા વા માટે કાઉસ્સગ નામનું આવશ્યક છે અને (૬) પચ્ચખાણ આવશ્યકના આ છએ પ્રકારો સમુદાય રૂપે ભેગા થાય તેને પ્રતિક્રમણ કહેવાય છે. સામાયિક સાવધ યોગની પ્રવૃત્તિથી પાછા ક્રવું તે સામાયિક કહેવાય છે. જેટલા સમય સુધી સામાયિક કરે છે એટલા સમય સુધી મન-વચન-કાયાથી પાપ વ્યાપારો કરવા નહિ અને પાપ વ્યાપારો કરાવવા નહિ એવો જે ત્યાગ કરવો અને સામાયિક કહેવાય છે. આ રીતે સામાયિક કરતા કરતા ચોવીસ કલાકમાંથી અડતાલીશ મિનિટ સુધી પાપ વ્યાપારોનો ત્યાગ થયો એનો. અંતરમાં આનંદ વિશેષ વિશેષ થતો જાય છે અને જેમ જેમ આનંદ વધતો જાય તેમ તેમ વધારે ટાઇમ સુધી આત્માને સામાયિકમાં રાખવાનો પ્રયત્ન કરતો જાઉં અને એમ કરતાં સઘળાય પાપ વ્યાપારોનો જીંદગીભર સુધી ત્યાગ કરીને આત્માને પાપના ત્યાગના આનંદમાં સદા માટે ક્યારે રાખતો થાઉં આવો ભાવ પેદા Page 3 of 67.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 67