Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 11
________________ પેદા કરાવતું જાય છે અને એ અનુકૂળ પદાર્થોના રાગ પ્રત્યે ગુસ્સો વધારવામાં સહાયભૂત થાય છે. આ રીતે જીવોના સંસારના સુખ પ્રત્યે જીવો ના રહે એને વૈરાગ્ય ભાવ કહેવાય છે. આ વેરાગ્યભાવ વધતા અને સ્થિર થતાં બીજા આવશ્યક રૂપે ચોવીશ તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરતાં આનંદ વધતો જાય છે. જો ભગવાને આ પ્રમાણેની આવશ્યક ક્રિયાઓ કહેલી ન હોત તો મને જે આનંદની અનુભૂતિ થાય છે એ ન થાત તો મારું શું થાત ? કારણકે અશુભ કર્મોની નિર્જરા થતાં થતાં શુભ કર્મોનો બંધ સારા રસે થતો જાય છે અને એ શુભ કર્મો ગુણ પ્રાપ્તિમાં સહાયભૂત થતા જાય છે. જો આ ક્રિયાઓ ન કહી હોત તો આ અનુભવ મને થઇ શકત નહિ. આ રીતે આવશ્યક ક્રિયાઓ કરતા કરતા અંતરમાં આનંદની વૃદ્ધિ કરતો જાય છે. ગુરૂવંદન (ત્રીજી આવશયક) એના પછી ત્રીજા આવશ્યક રૂપે જે ગુરૂ ભગવંતની પાસે આવશ્યકની ક્રિયા કરી રહેલો છે એ ગુરૂ ભગવંત પ્રત્યે બહુમાન અને આદર ભાવ વધતો જાય છે કારણકે પરોક્ષ રીતે તીર્થંકર પરમાત્માઓ અને પ્રત્યક્ષ રૂપે ગુરૂ ભગવંતો મને આ ક્રિયામાં જોડીને ક્રિયા કરાવતા કરાવતા મારા આત્મામાં રહેલા જે પાપો. એ પાપોનો નાશ કરવામાં સહાયભૂત થતા જાય છે આ વિચારણાથી ગુરૂ ભગવંતો પ્રત્યે બહુમાન અને આદરભાવ વધારતો હવે આગળના પાપોનો વિશેષ રીતે નાશ કરવા માટે વડીલોનો વિનય સાચવવાના હેતુથી ગુરૂ ભગવંતને વંદન કરે છે. વિનય એટલે વિશેષે કરીને આત્માને આત્મિક ગુણ તરફ લઇ જાય અથવા દોરી જાય એને વિનય. કહેવાય છે. સાધુ ભગવંતને વંદન કરતા અકુશલ મનની નિવૃત્તિ અને કુશલ મનની પ્રવૃત્તિ થાય છે. અશુભ મનના વિચારો જે આત્માને આત્મિક ગુણોમાં નુકશાન કરે અને દુર્ગતિ તરફ લઇ જનારા જે વિચારો એ વિચારોનો ત્યાગ કરાવે એને અકુશલ મનની નિવૃત્તિ કહેવાય છે. કુશલ મનની પ્રવૃત્તિ એટલે જે વિચારો આત્માને આત્મિક ગુણોની સન્મુખ લઇ જાય આત્મિક Page 11 of 67.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67