Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 61
________________ બોલ્યા પછી તીર્થંકર પરમાત્માઓની સ્તવના “નમૂત્થણ” સૂત્રથી કરવામાં આવે છે અને એ નમુત્થણે સૂત્ર બોલ્યા પછી કોઇપણ તીર્થંકર પરમાત્માનું સ્તવન કે જે સ્તવનને વિષે પુરૂષાર્થ કરીને તીર્થંકર પરમાત્માઓએ પોતાના દોષોને નાશ કરતા આત્મિક ગુણોને પેદા કરતા કરતા સંપૂર્ણ ગુણોની પ્રાપ્તિ કરે તે એને યાદ કરીને સંપૂર્ણ દોષોને નાશ કરતો જાય. એવી જ રીતે દોષોને નાશ કરી પુરૂષાર્થ કરતા કરતા દોષો નાશ પામતા જાય તેમ તેમ...... અનાદિકાળથી સંસારને વિષે પરિભ્રમમ કરતા કર્મનો બંધ. કર્મનો ઉદય ને કર્મોની સત્તા દોષોને નાશ કરીને ઘટાડતા ઘટાડતા ગુણોનો ઉત્કર્ષ જે રીતે પ્રાપ્ત કરતા જાય એને યાદ કરીને પોતાના આત્માની સાથે એની વિચારણા કરતો જાય છે. આ રીતે દોષોનું ઉમૂલન ગુણોનો ઉત્કર્ષ અને કર્મના નાશને યાદ કરીને પોતાનો આત્મા સ્તવના કરતા કરતા વર્તમાનમાં કયા સ્થાને કઇ કક્ષાએ એટલે કે કેટલા દોષોનો. નાશ થયો છે, કેટલા દોષોનું ઉમૂલ કરી રહ્યો છું, કયા કયા ગુણોનો ઉત્કર્ષ કરતો જાઉં છું. એની વિચારણા સ્તવન સાથે કરતો જાય છે. આ રીતે એકાગ્ર ચિત્તે ભગવાનના ગુણોની સાથે પોતાના આત્માની વિચારણા એકાગ્ર ચિત્ત કરતા કરતા ઘણા ખરા અશુભ કર્મો તીવરસે બંધાયેલા હોય એ મંદ રસે શિથિલ થતા જાય છે. આ રીતે સ્તવના કર્યા બાદ ઉપકારી એવા તીર્થંકર પરમાત્માઓને, આચાર્ય ભગવંતોને, ઉપાધ્યાય ભગવંતોને ને સાધુ ભગવંતોને યાદ કરીને વંદન કરે છે. આ રીતે વંદન કરીને રાી દ્વીપ ને વિષે. ૧૫ કર્મભૂમિને વિષે જેટલા સાધુ ભગવંતો હોય છે એ સઘળાય સાધુ ભગવંતોને નમસ્કાર કરે છે. ત્યાર પછી ૧૦૦ શ્વાસોશ્વાસનો કાઉસગ્ન એટલે ચાર લોન્ગસ્સનો કાઉસ્સગ્ન પાપથી પાછો ક્યે એ ઉલ્લાસ પ્રગટ કરવા કરે છે. આ રીતે ઉલ્લાસ પ્રગટ કરીને લોગ્ગસ્સ બોલ્યા પછી ભગવાનના શાસન વિષે જે જે મહાપુરૂષો પુરૂષાર્થ કરીને પોતાના આત્માનું સાધી ગયા એ મહાપુરૂષોના જીવનને યાદ કરવા રૂપે સઝાયા કરે છે એ સક્ઝાય પૂર્ણ થયા પછી વિદ્ગોને દૂર કરવા માટે અને મંગલરૂપે આરાધના શાંતિથી થાય અથવા. આરાધના શાંતિથી પૂર્ણ થઇ એ હેતુથી ચાર લોગસ્સનો કાઉસગ્ગ સંપૂર્ણ પૂર્ણ કરે છે. મંગલ રૂપે શાંતિ બોલવાનું વિધાન છે. એ શાંતિ બોલ્યા પછી ઉલ્લાસથી ૨૪ તીર્થંકર પરમાત્માને ઉપકાર બુદ્ધિથી યાદ કરી જાય છે એટલે કે તેમની સ્તવના કર છે. આ રીતે કરવાથી પ્રતિક્રમણની પૂર્ણાહુતિ થાય છે. છ આવશ્યકની ક્રિયા છે આવશ્યક જે ટાઇમે પૂર્ણ થાય છે તે વખતે પાપથી પાછા વાની ક્રિયા પૂર્ણ થઇ જાય છે. ત્યાર પછી બાકીની જે ક્રિયાઓ મૂકેલી છે તે ગીતાર્થ ગુણીજનોએ ભેગા થઇને શ્રાવકોને છ આવશ્યક પૂર્ણ થતા સામાયિકનો ટાઇમ બાકી રહેતો હોવાથી એમાં આર્તધ્યાન ને રીદ્રધ્યાનના વિચારો ન કરે તે હેતુથી તેમજ વાતોચીતો કરતા કરતા સામાયિકમાં ગમે તેવા પાપ ન બાંધે તે હેતુથી પાછળની બધી ક્રિયા દાખલ કરેલી છે. Page 61 of 67

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67