Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 62
________________ રાઇ પ્રતિક્રમણ વિધિ શ્રાવક સૂર્યોદય પહેલા એક પ્રહર એટલે કે ત્રણ કલાક પહેલા ઉઠી જાય. ઉઠ્યા પછી શરીરની શુધ્ધિ કરી કપડા બદલીને સામાયિક ગ્રહણ કરે એ સામાયિકમાં પોતે જેટલો અભ્યાસ કરેલો છે તેનો સૂત્ર, અર્થ તદુભયથી સ્વાધ્યાય કરે. એ સ્વાધ્યાય કરતા કરતા સૂર્યોદયની બે ઘડી બાકી રહે ત્યારે પ્રતિક્રમણની શરૂઆત કરે અથવા સવારે એક પ્રહર પહેલા ઉઠીને શુધ્ધિ કરી સામાયિક લઇને રાતના ઉંઘને વિષે સ્વપ્ત આવેલા હોય એનાથી પાછા ફરવા માટે સો શ્વાસોશ્વાસનો કાઉસગ્ગ કરે. (૧૦૦) અને જો રાત્રે મૈથુનની ક્રિયા કરેલી હોય અને એ મૈથુનનો દોષ લાગ્યો હોય તો ૧૦૮ શ્વાસોશ્વાસનો કાઉસગ્ગ કરે. એટલે કે ચાર લોગસ્સનો સાગર વર ગંભીરા સુધીનો કાઉસગ્ગ કરે. એ કાઉસગ્ગથી રાતના જે પાપ થયેલા હોય સ્વપ્રથી તે પાપથી પાછા ફ્રાય. ત્યાર પછી ચૈત્યવંદનની શરૂઆત કરીને જગચિંતામણીથી સંપૂર્ણ જયવીયરાય સૂત્ર સુધી બોલીને વંદન કરે. આ રીતે ચૈત્યવંદન પૂર્ણ થયા બાદ ઉપકારી અરિહંત પરમાત્માને-આચાર્ય ભગવંત-ઉપાધ્યાય ભગવત ને સાધુ ભગવંતને નમસ્કાર કરે છે. આ રીતે ચાર ખમાસમણા દીધા બાદ સૂત્ર, અર્થ, તદુભયથી પોતાને જેટલા સૂત્ર આવડતા હોય એનો સ્વાધ્યાય કરે અને સૂર્યોદય પહેલા બે ઘડી બાકી રહે ત્યારે ઇરિયા વહિયા કરીને એક લોગસ્સનો કાઉસગ્ગ કરી પ્રતિક્રમણની શરૂઆત કરે. સૂર્યોદય પહેલા બે ઘડીમાં અસજ્ઝાયનો કાળ હોવાથી એ વખતે સ્વાધ્યાય ન થતો હોવાથી પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે કારણ કે વિધિરૂપે અસજ્ઝાયના કાળમાં જે કાંઇ સૂત્ર બોલવામાં આવે તેનો નિષેધ કરેલો નથી. જૈન શાસનની બધી ધર્મક્રિયા ધ્યાનરૂપે જ છે. વાંચના, પૂછના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા એ પાંચ સ્વાધ્યાયના પ્રકાર છે. સજ્ઝાય સંદિસાહૂ સજ્ઝાય કરું કહીને નવકાર મંત્ર બોલીને ભરહેસરની સજ્ઝાય બોલવી તે પૂર્ણ થાય પછી તેનો જે વિર્યોલ્લાસ પેદા થયો કે જૈન શાસનમાં જે જે આત્માઓ જૈન શાસનને પામીને પરિસહોને- ઉપસર્ગોને વેઠીને ચિત્તની પ્રસન્નતા પેદા કરીને સમતાભાવ રાખીને પોતાના આત્માનું કલ્યાણ સાધી ગયા એ જીવોના ચરિત્રોને નામથી યાદ કરીને પોતાના આત્માને ભાવનારૂપે વિચારણા કરતા હું પણ આવું સત્વ પેદા કરીને મારા આત્માનું કલ્યાણ કરનારો ક્યારે બનું એ રીતે સત્વ પેદા કરવાનો પ્રયત્ન કરવા માટે મંગલ રૂપે મહાપુરૂષોને નામથી યાદ કરે છે. એમાં પોતાના આત્માના વિર્યોલ્લાસ વધતા ગુરૂ ભગવંતોને વંદન કરીને રાત્રિને વિષે થયેલા પાપોને સમુદાય રૂપે મિચ્છામિ દુક્કડમ્ આપે છે. આ રીતે સમુદાય રૂપે રાત્રિને વિષે થયેલા પાપોનો મિચ્છામિ દુક્કડમ્ આપીને પોતે ક્યાં અને કઇ અવસ્થામાં રહેલો છે તે યાદ કરવા માટે ને રાત્રિને વિષે થયેલા પાપોથી પાછા ફરવા માટે ઉપકારી તીર્થંકર પરમાત્માઓએ જે Page 62 of 67

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67