Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 64
________________ જે ટેસથી આહાર વાપરો તો ઉપરથી પાપનો વઘાર થાય છે. સફળતા મળે તે પાપને પાપરૂપે માનતો થાય તો તેને મળેલા અનુકુળ આહારમાં આનદ ન આવે. ખાવા માટે પાપ. ખાવાના પદાર્થમાં આનંદનો વઘાર કરવાનો આ પાપ કરીને હું ક્યાં જવાનો તે વિચાર કરીને વાપરો તો ટેસ ના આવે. તો કર્મ ચિકણા બંધાય નહિ. કરેમિભંન્ને સૂત્ર યાદ કર્યા પછી ઇરછામિઠામી સૂત્ર બોલીને સમ્યકત્વ આદિ ૧૨૪ અતિચારના પાપોની આલોચના ક્રવાની હોવાથી લોકના અગ્રભાગે રહેલા સર્વ સિધ્ધ ભગવંતોને નમસ્કાર કરીને તેમજ લોકને વિષે રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર કરીને એમની સાક્ષીએ જે કાંઇ પાપ થઇ ગયા હોય તે પાપોથી પાછા વાનો પ્રયત્ન કરું છું. જ્ઞાનીની આજ્ઞા મુજબ પાપને પાપરૂપે માન્યતા પેદા કરીને એ પાપની પ્રવૃત્તિ એ અધર્મની જ પ્રવૃત્તિ છે. એનાથી સંસારની વૃદ્ધિ થાય છે એમ અંતરથી માનીને એવી અધર્મની પ્રવૃત્તિ રાત્રીને વિષે મન, વચન, કાયાથી કરવા ને કરાવવા રૂપે જે પ્રવૃત્તિ થઇ ગયેલી હોટ એનાથી પાછા વા માટે અને એ પાપની નિંદાને ગહ કરવા માટે વંદિત્તાસૂત્રની શરૂઆત કરે છે. કારણ કે શ્રાવક ને પાપનું અનુમોદન ૨૪ કલાક ચાલુ રહેતુ હોવાથી એનું પચ્ચખાણ હોતુ નથી અને એના પાપથી પાછા વાનું હોતુ નથી માટે એ પાપની નિંદા અને ગહ શ્રાવક કરી શકતો નથી. આ રીતે વિર્ષોલ્લાસપૂર્વક ઉપયોગપૂર્વક વંદિતસૂત્ર બોલ્યા પછી પાપથી પાછા વાન થયું અને એ પાપોનો જે નાશ એનો અંતરમાં આનંદ પેદા થતા જે ગુરૂભગવંતની નિશ્રામાં પાપથી પાછા ક્રવાનું થયું એમને ઉલ્લાસપૂર્વક વંદન કરે છે ત્યાર પછી ગુરૂભગવંતની સાથે વિનય આદિ કરવામાં આશાતના થઇ હોય તેનાથી પાછા વા માટે અને એ પાપથી છૂટકારો મેળવવા માટે અભુઠ્ઠિયો પૂર્વક વંદન કરે છે અને મિચ્છામિ દુક્કડમ માંગે છે પછી વાંદણાથી વંદન કરે છે ત્યાર પછી “આયરિય ઉવઝાય” બોલીને પાછુ પોતાનું કરેમિભત્તે સૂત્ર બોલીને હું સામાયિકમાં છું. ઇચ્છામિ ઠામિ કાઉસગ્ગ બોલીને પચ્ચખાણ કરવા માટેનો કાઉસગ્ગ કરે છે. ઋષભદેવ ભગવાનના કાળમાં એટલે કે એમના તીર્થમાં બાર મહિનાના ઉપવાસ થઇ શકતા હતા માટે “તપ ચિંતવણી” માં ૧૨ મહિનાથી શરૂ થતું હતું. વચલા ૨૨ તીર્થકરના કાળમાં ૮ મહિનાના ઉપવાસ થઇ શકતા હતા માટે તપચિંતવણીમાં ૮ મહિનાથી શરૂઆત થતી હતી. ભગવાન મહાવીરના શાસનમાં જે આપણે આરાધના કરી રહેલા છીએ એ શાસનમાં ૬ મહિનાના ઉપવાસ થઇ શકે છે માટે તપચિંતવણીમાં ૬ મહિનાથી શરૂઆત થાય છે. એ કાઉસગ્ગ કરતી વખતે પોતાના જીવનમાં સળંગ જેટલા ઉપવાસ કર્યા હોય એની ચિંતવણા કરવામાં આવે ત્યારે શક્તિ છે એમ પદ બોલવાનું હોય છે અને એનાથી આગળના ઉપવાસને વિષે ભાવના છે એમ બોલવાનું હોય છે અને જે દિવસે જે પચ્ચખાણ કરવું હોય એ પચ્ચખાણની ચિંતવના આવે ત્યારે પરિણામ છે એમ બોલવાનું હોય છે. તપ ચિંતવણીનો કાઉસગ્ગ કરતા શ્રાવક પોતે અંતરમાં વિચારણા કરે છેકે આજે કઇ તિથિ છે, કયા ભગવાનનું કલ્યાણક આજે છે. એ પ્રમાણે પોતાના અંતરમાં વિચારણા કરતો જે પ્રમાણેની પોતાની શક્તિ હોય એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણેની ક્રિયા અપ્રમત્તપણે થઇ શકે અને મનની પ્રસન્નતા સારી રીતે જળવાઇ શકે એ રીતે વિચારણા કરવી એને શક્તિ મુજબની વિચારણા કહેવાય છે. શક્તિથી ઉપરાંત તપ કરવાની વિચારણા કરે તો કોઇવાર જ્ઞાનના અભ્યાસમાં એના સ્વાધ્યાયમાં ચિત્તની પ્રસન્નતા ટકી શકતી નથી. કેટલીક વાર દર્શનની ક્રિયાને વિષે મનની સ્થિરતાનો ભાવ પણ ટકી શકતો નથી. કેટલીક વાર સામાયિક પ્રતિક્રમણ ચારિત્રની ક્રિયા વિષે મનની એકાગ્રતા ને સ્થિરતા શક્તિ ઉપરાંત તપ Page 64 of 67

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67