Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 34
________________ કે પચ્ચકખાણ કરવાથી ત્યાગવૃત્તિ પેદા થઇ અને બાકીના જે પદાર્થો રહેલા છે તેમાં સંતોષ ભાવ પેદા થતો જાય છે એનાથી આત્મામાં અનુકૂળ પદાર્થોનું અર્થીપણું એ જ દુ:ખરૂપ છે. દુ:ખનું ફળ આપનારું છે અને દ:ખની પરંપરા વધારનારૂં છે આવું લાગે છે અને આવા વિચારો પેદા થતા જાય એટલે અનુકૂળ પદાર્થો પ્રત્યેનો સુખનો ભાવ-એની આસક્તિ એનો રાગ ખરેખર એજ છોડવાલાયક છે એમ લાગતું જાય છે કારણકે એ પદાર્થો મારે જે સુખ જોઇએ છે એ સુખ આપવામાં-પેદા કરવામાં સહાયભૂત થતા નથી પણ ઉપરથી એ સુખ પેદા ન થાય એ રીતે વિપ્ન કરનારા થાય છે અને દુ:ખ આપવામાં સહાયભૂત થતા જાય છે. આથી મારે જે સુખ જોઇએ છે એ સુખને મેળવવામાં સહાયભૂત થતા ન હોવાથી એ અનુકૂળ પદાર્થોનો રાગ-આસક્તિ અને મમત્વ વિઘ્ન રૂપ બનીને આત્માને દુ:ખી દુ:ખીને દુઃખી જ કરે છે. વર્તમાનમાં શરીર-ધન અને કુટુંબ વગેરે સુખાકારી પદાર્થો મળેલા છે તે ભૂતકાળમાં પુણ્ય બાંધીને આવેલો છું એના પ્રતાપે મળેલા છે તો જે પુણ્ય આ સામગ્રી આપી છે એજ પુણ્ય એને ટકાવશે એજ પુણ્ય એને સાચવશે માટે એ પદાર્થોને ટકાવવાની અને સાચવવાની વિચારણાઓ મારે કરવા જેવી નથી. જેટલી એ પદાર્થોની વિચારણાઓ અને ચિંતા કરતો જાઉં છું એટલો હું આત્મિક ગુણો પેદા કરવામાં અથવા આત્મિક સુખોને પેદા કરવામાં પાછો ધકેલાતો જાઉં છું એટલે કે મારાથી આત્મિક સુખ દૂરને દૂર થતું જાય છે. આ વિચારના પ્રતાપે પચ્ચખાણ કરવાથી ત્યાગનો વૃત્તિ એટલે ત્યાગની ભાવનાઓ પેદા થઇ ત્યાગ કરતો થયો એના પ્રતાપે સંતોષ ગુણ પેદા થતો ગયો અને એના પ્રતાપે જે મલે તે ચલાવી લેવાની. વૃત્તિવાળો થયો એટલે સહન કરવાની ભાવના પેદા થવા માંડી અને સહન કરતો થયો એને જ જ્ઞાની ભગવંતો આ છઠ્ઠ પચ્ચખાણ નામનું આવશ્યક કહે છે. આથી પચ્ચખાણથી ત્રણ ગુણ કેળવાય છે. (૧) ત્યાગ કરવાનો સંસ્કાર પડે છે. (૨) સહન શક્તિ = જે મલે તેનો કષાય પેદા કર્યા વગર સ્વીકાર. (૩) સંતોષ ગુણ પેદા થાય. આ ત્રણ ગુણોને લીધે વૈરાગ્ય ભાવ કેળવાશે. સાંજે ચઉવિહારનું પચ્ચખાણ કરનારને ચારે પ્રકારના આહારના ત્યાગનો આનંદ આવવો જ જોઇએ. (અસન-પાન-ખાદિમ અને સ્વાદિમ આ ચાર આહાર કહેવાય છે.) જે જીવોની, સાંજે ચઉવિહાર કરી શકે એવી શક્તિ નથી એટલે ચઉવિહાર કરવાથી સમાધિ ટકતી નથી અને રાતના સમયે પાણી વગર ચાલે નહિ એવું જે જીવોને બને એ જીવો માટે તિવિહારનું પચ્ચકખાણા કરવાનું કહેલ છે. બાકી તો ચઉવિહાર જ કરવાનું વિધાન કહેલું છે. જેમ જેમ જ્ઞાન પેદા થતું જાય તેમ તેમ આહારાદિ સંજ્ઞાઓને સંયમિત કરવાની છે. સંજ્ઞાઓને આધીન થઇને જીવવાનું નથી. સંજ્ઞાઓને આધીન થઇને જીવીશ તો દુર્ગતિમાં ચાલ્યો જઇશ આવા વિચારો કરીને સંજ્ઞાઓને સંયમિત કરતા કરતા એનો નાશ કરવાનો છે. Page 34 of 67

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67