Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 52
________________ આયુષ્ય બંધાતુ નથી. ત્યાગમાં ઉપયોગની સ્થિરતા એટલી કર્મ નિર્જરા વધારે. પચ્ચકખાણમાં રહીને જીવન જીવાય તો આહાર સંજ્ઞા ઓછી થાય. આહારનો અભિલાષ તિર્યંચગતિનું કારણ છે તેને તોડવા માટે જ પચ્ચકખાણ કરવાના છે. પચ્ચખાણ કર્યા પછી એ કાળમાં ખાવાની ઇચ્છા બેઠેલી હોય તો અકામ નિર્જરા થાય પણ ચ્ચકખાણમાં આગળ વધારવા માટે એ પચ્ચખાણ સહાયભૂત થતું હોવાથી જીવોને શરૂઆત કરાવવા કરાવવાનું વિધાન કહેલું છે કારણકે ધીમે ધીમે પુરૂષાર્થ કરીને કરાવીને સકામ નિર્જરા કરાવતા. કરાવવાના છે માટે અકામ નિર્જરાવાળા પચ્ચકખાણને પણ કરાવવામાં સહાયભૂત થવાનું છે. ૩) પોરિસિ પચ્ચખાણ - પોરિસિ પચ્ચખાણ જે દિવસે કરવું હોય તો નવકારશીના પચ્ચકખાણ પારવાના સમય પહેલા એ પોરિસિનું પચ્ચખાણ ધારવું જોઇએ તો જ એ પચ્ચખાણ શુધ્ધ ગણાય છે. નવકારશીના ટાઇમથી કે નવકારશીના ટાઇમ પછી પોરિસિનો ટાઇમ આવે ત્યાં સુધીમાં પોરિસિ પચ્ચકખાણ ધારીને કે ધાર્યા વગર એ પોરિસિ પચ્ચકખાણ લેવામાં આવે તો એ પચ્ચકખાણ અશુદ્ધ ગણાય છે. એ પચ્ચકખાણથી પોરિસિનો લાભ મલતો નથી પણ સાથે મુઠસી પચ્ચકખાણ બોલાય છે માટે એ મુઠસીનો લાભ મળે છે માટે પચ્ચકખાણ કરનારે ખાસ ઉપયોગ રાખી પચ્ચકખાણ કરતા શીખવું જોઇએ. (૪) સાઢ પોરિસ :- સાઢપોરિસિનું પચ્ચકખાણ કરવાની ભાવના હોય તો પોરિસિના પચ્ચખાણના સમય પહેલા સાઢપોરિસિની ધારણા કરી લેવી જોઇએ. જો એ રીતે ધારણા કરવામાં ન આવે તો પોરિસિ પચ્ચખાણના ટાઇમ પછી સાટ પોરિસિ પચ્ચખાણ કરે તો તે પચ્ચખાણ શુધ્ધ ગણાતું નથી. પણ અશુદ્ધ ગણાય છે પણ એની સાથે મુઠસી પચ્ચખાણ અપાય છે. એનો લાભ થાય છે માટે સાઢપોરિસિ કરનારા જીવોને આ ઉપયોગ ખાસ રાખીને પચ્ચકખાણ કરવું જોઇએ. (૫) પુરિમુટ્ટ પચ્ચખાણ :- સૂર્યોદયથી બે પ્રહરના ટાઇમે થતું પચ્ચખાણ તે પરિમુઢ પચ્ચખાણ કહેવાય છે. આ પચ્ચખાણ સવારથી ધારવાની જરૂર નહિ. પચ્ચખાણના ટાઇમે અથવા પચ્ચખાણના ટાઇમ પછી પણ આ પચ્ચખાણ કરે તો તે પચ્ચકખાણનો સંપૂર્ણ લાભ મળે છે અને શુધ્ધ ગણાય છે એમાં મુખ્ય કારણ એ જણાય છેકે સાધુ ભગવંતાને બે પ્રહર પછી આહાર આદિનું વિધાન છે એવી જ રીતે શ્રાવકોને પણ એકાસણાથી ઓછા પચ્ચખાણનું વિધાન નથી અને એ એકાસણું મધ્યાહુકાળની પૂજા કર્યા પછી કરવાનો વિધિ છે માટે પુરિમટ્ટનું પચ્ચખાણ થઇ શકે છે એમ જણાય છે. (૬) અવઠ્ઠ પચ્ચકખાણ - સાંજના સૂર્યાસ્તનો લગભગ એક પ્રહર કે એથી વધારે ટાઇમ બાકી રહે ત્યારે લગભગ આ પચ્ચકખાણ આવે છે એ પચ્ચકખાણના ટાઇમે અથવા ટાઇમ પહેલા કે પછી ગમે ત્યારે ધારીને પચ્ચખાણ કરે તો પણ તે પચ્ચખાણ શુધ્ધ ગણાય છે એનો લાભ મળે છે. સાંજના પચ્ચખાણનું વર્ણના (૧) નવકારશી કરનારા જીવો સૂર્યાસ્ત પહેલા ત્રણ ક્લાક બાકી રહે અથવા એક પ્રહર બાકી રહે ત્યારે ભોજન એટલે જમવાના આહારનો ત્યાગ કરી હવે સાંજે એકલું પાણી જ પીવું છે એમ નક્કી કરે મનથી અથવા તે વખતે તિવિહારનું પચ્ચકખાણ કરે તો સાંજે સૂર્યાસ્ત વખતે અથવા પ્રતિક્રમણ ટાઇમે એક આહાર જે પાણીનો ખુલ્લો છે તે બંધ કરવા માટે પાણહારનું પચ્ચખાણ કરવાનું હોય છે એટલે આવા Page 52 of 67

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67