Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 56
________________ જે કાંઇ વિરાધના થઇ હોય તેના પાપથી છુટ્યો એટલે કે એ પાપ મારૂં નાશ થયું એનો આનંદ અંતરમાં પેદા થાય છે એ આનંદને કારણે આ વનું પ્રતિપાદન કરનાર એટલે કે બતાવનાર ૨૪ તીર્થંકર પરમાત્માની સ્તુતિ આનંદપૂર્વક બોલવાનું મન થાય છે માટે કાઉસગ્ગ પછી ઉપર લોગ્સસ બોલવાનું વિધાન છે. લોગસ્સ પૂર્ણ બોલ્યા પછી ખમાસમણ દઇને ગુરૂ ભગવંત પાસે સામાયિક લેવા માટે મુહપત્તિના પડિલેહણ માટે આદેશ માંગે છે. એ મુહપત્તિનું પડિલેહણ કરવાની શરૂઆત કરે ત્યારે શ્રાવકે ૫૦ બોલથી મુહપત્તિનું પડિલેહણ કરવાનું વિધાન છે. શ્રાવિકાને ૪૦ બોલથી મુહપત્તિનું પડિલેહણ કરવાનું વિધાન છે. આ રીતે ૫૦ બોલ વિના મુહપત્તિનું પડિલેહણ કરવામાં આવે તો જ્ઞાની ભગવંતોએ ૬ કાય જીવનો વિરાધક કહેલો છે એટલે કે ૬ કાય જીવની વિરાધનાનું પાપ લાગે છે. આ રીતે મુહપત્તિનું પડિલેહણ કરી લીધા પછી અંતરમાં વિર્ષોલ્લાસ પેદા થતાં આનંદ વિશેષ રીતે પેદા થતાં બે ઘડી સુધી મન, વચન, કાયાથી સાવધા વેપાર કરવા રૂપે અને સાવધ વેપાર કરાવવા રૂપે ત્યાગ કરવા માટે જીવ જે આવેલો છે એનો આનંદ પેદા થતાં ગુરૂ ભગવંત પાસે સામાયિકમાં રહેવા માટેનો ભાવ પ્રગટ કરે છે. એટલે પોતાના ભાવ મુજબ પોતાના આત્માને સામાયિકમાં સ્થિર રહેવા માટે સામાયિકની વિધિની શરૂઆત કરે છે એટલે કે ખમાસમણું આપે છે. આ ખમાસમણની વિધિ ગુરૂ પ્રત્યે બહુમાન અને આદરભાવ જણાવા માટે છે અને ત્યાર પછી સામાયિક સંદિ સાહુનો આદેશ માંગે છે. ગુરૂ ભગવંત આદેશ આપે એટલે વિશેષ આનંદ પેદા કરીને મારી યોગ્યતા. મુજબ ગુરૂ ભગવંત મને સામાયિક કરવા માટેનો આદેશ આપી રહેલા છે એટલે કે આદેશ આપ્યો એના આનંદમાં ફ્રીથી ગુરૂ પ્રત્યે બહુમાન પ્રગટ કરવા માટે ખમાસમણ દે છે. માટે ખમાસમણ દઇને સામાયિક ઠાઉં એનો આદેશ માંગે છે એટલે હું સામાયિકમાં રહેવા માંગુ છું એવો ભાવ પ્રગટ કરે છે. એટલે ગુરૂ ભગવંત કહે છે કે તું જે રીતે રહેવા માંગે છે તેમાં સારી રીતે રહે એટલે ઉભા થઇને પંચપરમેષ્ઠિના આત્માઓ જીંદગીભરના સામાયિકમાં રહેલા છે એમને યાદ કરીને એક નવકાર ગણીને સામાયિક દંડક ઉચ્ચરાવોજી એવો આદેશ માંગે છે એટલે ગુરૂ ભગવંત એ જીવોને સાવધ વેપારના ત્યાગનું પચ્ચખાણ કરાવે છે. અનંતા તીર્થંકર પરમાત્માઓએ પોતાના જીવનમાં છેલ્લે ભવે સર્વ સાવધ વેપારના ત્યાગરૂપે પચ્ચખાણ કરીને મન, વચન, કાયાથી એકાગ્રતા જાળવીને સમતાભાવ કેળવી પોતાના સઘળાય કર્મોનો ભૂક્કો બોલાવીને એટલે કે ઘાતિકર્મોનો નાશ કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી એજ સામાયિક અનુકરણ રૂપે એટલે કે દેશથી એટલે કે મન, વચન, કાયાથી સાવધ વેપારને કરવા રૂપે ને કરાવવા રૂપે ત્યાગનું પચ્ચકખાણ બે ઘડી સુધી કરવાની તક મળે કે જ કરતા કરતા સર્વ સાવધ વેપારનો ત્યાગ મન, વચન, કાયાથી કરવા રૂપે-કરાવવા રૂપે ને અનુમોદવાના ત્યાગ રૂપે કરવાની શક્તિ પેદા થાય એ હેતુથી ગુરૂભગવંત પાસે બહુમાનને આદરભાવ પેદા કરીને વિનયપૂર્વક સામાયિક દંડક ઉચ્ચરે છે. સામાયિક દંડક ઉચ્ચર્યા પછી ગુરૂભગવંતે થોડાકાળ માટે સાવધ વેપારના ત્યાગનું પચ્ચખાણ કરાવ્યું એનો આનંદનો વૃદ્ધિ પામતા એ સામાયિકનો કાળ શક્તિ હોય તો ઉભા ઉભા જ પૂરો કરવાની ભાવના હોય છે. ઉભા ઉભા કદાચ પગ કમ્મરનો દુ:ખાવો પેદા થાય અને એ દુ:ખાવો પ્રસન્નતાપૂર્વક સહન થઇ શકે એવી શક્તિ હોય તો ત્યાં સુધી સહન કરે છે અને જ્યારે એ દુ:ખાવો સહન ન થાય અને અંતરમાં અશુભ વિચારોની શરૂઆત થાય અને એ અશુભ વિચારોથી આર્તધ્યાન રોદ્રધ્યાનના પરિણામ પેદા ન થાય એ હેતુથી તેમજ ગુરૂ ભગવંત પોતાના સામાયિકના કાળ સુધી પોતાની પાસે બેસી ન રહેવાના હોવાથી Page 56 of 67

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67