Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 54
________________ અને અપ્રશસ્ત મન, વચન, કાયાના યોગના વ્યાપારના ત્યાગના પચ્ચક્ખાણ પણ કહેલા છે તેમજ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા કરવા માટે શક્તિ મુજબ અવિરતિના ત્યાગના પચ્ચક્ખાણ કરવાનું પણ વિધાન કહેલું છે. એટલે કે પુણ્યના ઉદયથી જે કોઇ અનુકૂળ સામગ્રી મળેલી હોય તે સ્વેચ્છાએ અનુકૂળ સામગ્રીના ભોગવટાનો ત્યાગ કરવો એને અવિરતિના ત્યાગનું પચ્ચક્ખાણ કહેવાય છે. આ રીતે ક્રમસર ત્યાગ કરવાની શક્તિ પેદા કરતા કરતા ઇચ્છા નિરોધ ત્યાગ કરતો જાય તો ધીરે ધીરે એવી શક્તિ અને સત્વ પેદા થાય કે છેલ્લે પ્રશસ્ત મન, વચન, કાયાના યોગના વ્યાપારના ત્યાગ કરવાની શક્તિ પેદા થાય એટલે યોગ નિરોધ કરવાની શક્તિ પેદા થાય અને યોગ નિરોધ કરી જીવો અશરીરી બને છે. આથી આહાર ત્યાગના પચ્ચક્ખાણથી કષાય ત્યાગ-રાગાદિ ત્યાગ અવિરતિ ત્યાગ કરતા કરતા અત્યારે આ કાળમાં જીવોને શરીરના રાગાદિ પજવી શકે નહિ એટલે કે શરીરનું ભેદ જ્ઞાન પેદા થતું જાય છે અને એના કારણે શરીરનો રાગ આત્માનો ધર્મ પેદા કરવામાં વિઘ્ન રૂપ થાય નહિ કારણકે વર્તમાનમાં મોટે ભાગે શરીરને તકલીફ પડે એ રીતે ધર્મક્રિયા થતી નથી. શરીર સારૂં હશે તો ધર્મ સારી રીતે થઇ શકશે. આ ભાવ અંતરમાં રાખીને શરીરની સુખાકારી સાચવીને મોટ ભાગે ધર્મ થાય છે આથી ધર્મમાં જેવો જોઇએ તેવો વીર્યોલ્લાસ પેદા થતો નથી અને એમાં જો સામાન્ય શરીર બગડે કે તરત જ ધર્મ ક્રિયાઓ તપ વગેરે જીવનમાં ઓછો થઇ જાય છે, મૂકાઇ પણ જાય છે. આથી તપશ્ચર્યા આદિ કરવા છતાંય શરીરનું ભેદજ્ઞાન પેદા થતું નથી. જો શરીરનું ભેદજ્ઞાન થવા માંડે તો જ દર્શન મોહનીય કર્મ એમાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મ મંદ રસવાળું થતું જાય અને જીવ આગળ વધવાનો પ્રયત્ન કરતા ગ્રંથી ભેદ કરી ક્ષયોપશમ ભાવે સમકીતની પ્રાપ્તિ કરી શકે અને એમાંથી શક્તિ હોય તો ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ ભાવ પેદા કરી ચારિત્રનો સ્વીકાર કરે અને પોતાના જીવનમાં શરીર પાસેથી જેટલું લેવાય એટલું કામ લેતો લેતો સારામાં સારી રીતે સકામ નિર્જરા કરતો કરતો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચારે ઘાતી કર્મોનો રસ મંદ કરતો કરતો આત્માની અનંત વિશુધ્ધીનો અનુભવ કરતો ભવની પરંપરા એટલે જન્મ મરણની પરંપરાનો નાશ કરતો જાય છે અને ચિત્તની પ્રસન્નતા પેદા કરીને જ્યાં સુધી સંસારમાં રહેવું પડે ત્યાં સુધી આત્માની વિશુધ્ધિ વધારવામાં, સ્થિર રાખવામાં સહાયભૂત થતા સન્ની પર્યાપ્તાપણાના ભવોના અનુબંધ બાંધી એ ભવોને પ્રાપ્ત કરી ઉત્તરોત્તર વિશુધ્ધિ વધારી છેલ્લે મનુષ્યપણાને પામી પુરૂષાર્થ કરીને યોગ નિરોધ કરી અશરીરીપણાને પ્રાપ્ત કરે છે એટલે કે સિધ્ધિગતિને પામે છે. આ પચ્ચક્ખાણનું પરોક્ષ ફ્ળ કહેવાય છે. વર્તમાનમાં પચ્ચક્ખાણ કરતા કરતા આહાર ત્યાગ-ઇચ્છાનિરોધ-અપ્રશસ્ત કપાય ત્યાગ-અપ્રશસ્ત રાગાદિ ત્યાગ-અપ્રશસ્ત મન, વચન, કાયાના યોગનો ત્યાગ કરતાં અવિરતિથી સાવધ રહી જીવન જીવવા પ્રયત્ન કરે અથવા શક્તિ હોય તો અવિરતિનો ત્યાગ કરી સર્વ વિરતિને પ્રાપ્ત કરીને જીવન જીવવું અને અપ્રમત્ત ભાવ પેદા કરવા પ્રયત્ન કરવો એ વર્તમાનના પચ્ચક્ખાણનું પ્રત્યક્ષ ફ્લ કહેવાય છે તો સૌ કોઇ આ જાણીને આવશ્યક કરતા કરતા આત્માનું કલ્યાણ સાધનારા બનો એ અભિલાષા. Page 54 of 67

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67