Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 55
________________ દર્વાસિમ્પ્રતિક્રમણ ર્વાિધિ શ્રાવક ઘરેથી નીકળીને પ્રતિક્રમણ કરવા માટે ઉપાશ્રય આવવા માટે નીકળે તે સામાયિકના ઉપકરણો બરોબર છે કે નહીં તે ઉપયોગ રાખીને જુવે અને જોઇને એ ઉપકરણો લઇને ઇર્યાસમિતિ પાળતો. પાળતો ઉપાશ્રયે આવે ઇર્યાસમિતિનું પાલન કરતા કરતા ઉપાશ્રયે આવવા છતાં પણ ઉપયોગથી કે અનઉપયોગથી મન, વચન, કાયાથી કોઇપણ જીવની હિંસા થયેલી હોય તો એ હિંસાથી પાછા વા માટે પોતાના અશુધ્ધ કપડાને છોડીને શુધ્ધ કપડાનો ઉપયોગ કરે અને એ શુધ્ધ કપડાં પહેરીને જો પ્રતિક્રમણની વાર હોય તો ભગવાનના દર્શન કરવા જવાનું વિધાન છે. કારણ કે અશુધ્ધ કપડા પહેરીને ભગવાનનું દર્શન કરવા જવાય નહી ત્યાર પછી દર્શન કરીને આવ્યા પછી સામાયિક લેવા માટે ગુરૂ ભગવંતના સ્થાપનાચાર્યજી હોય અથવા સંઘના સ્થાપનાચાર્યજી રાખેલા હોય તો સંઘના સ્થાપના ચાર્યજીને જો શ્રાવકે આખા દિવસમાં એક વાર પડિલેહણ કરેલા હોય તો એ સ્થાપનાચાર્યજી ના સાથે ગુરૂની સ્થાપના કર્યા વગર અથવા સ્થાપનાચાર્યજીના હોય તો જે પોતાની પાસે સ્થાપનાચાર્યજી હોય તેને નાભિથી ઉપરના ભાગે મૂકીને નવકારને પંચિંદિયથી ગુરૂની સ્થાપના કરે અને પછી ખમાસમણ દઇને ઇરિયાવહિયા સૂત્રની શરૂઆત કરે પછી ઇરિયા વિહિયા બોલી તસ્સ ઉત્તરી બોલો અન્નચ્ય બોલી એક લોગસ્સનો કાઉસ્સગ કરી પારી અને અંતરમાં આનંદ થાય છેકે ઘરેથી નીકળી અહીં આવ્યો તેમાં જાણતા અજાણતા મારા જીવથી. Page 55 of 67.

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67