Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 46
________________ પેદા કરાવવાની જ શક્તિ રહેલી છે કારણકે એ ઇન્દ્રિયોના સુખો મળે છે પુણ્યથી અને મેળવવાની ઇચ્છા પેદા થાય છે. પાપના ઉદયથી. એથી એમાં સુખ આપવાની શક્તિ નથી આથી એ પાપનો ઉદય નાશ કરતા. કરતા આત્મિક ગુણો ક્યારે પેદા કરતો થાઉં આવી વિચારણા કરતા જવાનું છે. અનાદિ કાળથી મારો આત્મા મોહથી અંધ બનીને એ વિષયોના સુખને જ સર્વસ્વ સુખ માનીને જીવતો હતો એના પ્રતાપે અનંતો કાળ જગતને વિષે પરિભ્રમણ કરતા કરતા દુ:ખ દુ:ખ અને દુ:ખને જ પામ્યો છું હવે આત્માને દુ:ખી ના કરવો હોય તો ચિત્તની પ્રસન્નતા પેદા કરી એને લાંબાકાળ સુધી ટકાવવાનો પ્રયત્ન કરું તોજ સુખી કરી શકું અને એ માટે ભગવાનની આજ્ઞા મુજબ યથા શક્તિ જીવન જીવવાનો પ્રયત્ન કરતો જાઉં તો જ આત્મકલ્યાણ કરી શકું. કાઉસ્સગમાં ચિંતન કરતા કરતા અનુપ્રેક્ષા કરતા શીખા. જેમ પાંચસો ત્રેસઠ જીવોમાંથી હું કયો જીવ ? ક્યાંથી આવ્યો ? કેવી રીતે આવ્યો ? કઇ ભૂમિમાં જન્મ્યો ? કઇ ગતિ મલી છે ? મારા શરીરની. ઉંચાઇ કેટલી ? મારા શરીરના હલન ચલનથી પાંચસો ત્રેસઠ જીવોમાંથી કેટલા જીવોની હિંસા થાય છે ? એની સાથે સાથે મારું આયુષ્ય કેટલું ? કેટલા પ્રાણો પેદા કર્યા છે ? કેટલી યોનિ છે ? અહીંથી ફ્રીથી કેટલીવાર જન્મ પામ્યા કરીશ ઇત્યાદિ વિચારણાઓ પોતાના આત્માને આંખ સામે રાખીને કરવી તે અનુપ્રેક્ષા કહેવાય છે. આ વિચારણાઓ કરતા કરતા રાગાદિ પરિણામ જરૂર ઓછા થતા જાય છે અને ફ્રીથી સંસાર ન વધે એની કાળજી રાખીને જીવન જીવવાનું મન થાય છે. એની સાથે સાથે આવા ઉપકારી અરિહંત પરમાત્માનું દર્શન કેટલા વખતે પામ્યો હવે એ દર્શન કાયમ જ્યાં સુધી સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા ના થાય ત્યાં સુધી કાયમ મલ્યા જ કરે તો શું કરું તો મલે ? આવી વિચારણાઓ કરી રાગાદિથી નિર્લેપ રહેવું અને જીવન જીવાય એજ આ કાઉસ્સગનું ળ કહેલું છે આ અનુપ્રેક્ષા કહેવાય છે. વર્તમાનમાં ભોગવાતું આયુષ્ય જે ભોગવાય છે એમાં આત્માનું હિત થાય એવું કેટલું ભોગવાય છે. અને આત્માનું અહિત થાય એવું કેટલું ભોગવાય છે. અહિત થાય એવો આયુષ્યકાળ ઓછો થાય અને હિત થાય એવો કાળ વધે એવો પ્રયત્ન કરીને જીવવું એ આયુષ્યની વિચારણા કહેવાય છે. પૂર્વભવમાં આ ભવનું જેટલું આયુષ્ય બાંધીને આવ્યા છીએ એ અવશ્ય ભોગવવાનું છે તેમાં ભોગવતા ભોગવતા અહિતા એટલે આત્માના અહિતનો કાળ વધી ન જાય અને આત્માના હિતનો કાળ વધતો જાય તેની કાળજી રાખીને ભોગવવામાં આવે તો ભોગવાતું આયુષ્ય સર્જી ગણાય છે. જે આત્માના અહિતનો કાળ વધતો. દેખાય અને આત્માના હિતનો કાળ ઓછો જણાય તો સમજવું કે મનુષ્ય આયુષ્યનો કાળ ભોગવીને પણ દુર્ગતિમાં જવાનું છે એટલે સદ્ગતિ દુર્લભ થવાની છે. આથી દુર્ગતિમાં ન જવું પડે એ રીતે આયુષ્યનો ભોગવટો થાય એની કાળજી રાખી જીવન જીવાય એજ કલ્યાણકારી છે. સ્વકાયસ્થિતિની વિચારણા મનુષ્ય મનુષ્યપણા રૂપે ઉત્તરોત્તર એક સાથે જન્મ કર્યા કરે તો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા સાત ભવો કરી શકે છે. આત્માને હિતકારી વિચારણા કરતા કરતા જીવન જીવાય તો જ્ઞાની ભગવંતો કહે છેકે લઘુકર્મી આત્મા હોય તો તેજ ભાવે અથવા બીજા ભવે અથવા ત્રીજા ભવે ઉત્તરોત્તર આરાધના કરતા કરતા મનુષ્યપણાને પામીને મોક્ષે જઇ શકે છે અથવા એનાથી કાંઇ ભારેકર્મ વિશેષ હોય તો સન્ની પર્યાપ્તા મનુષ્યોના ભવો કરતા કરતા પાંચમા ભવે અથવા સાતમા ભવે અવશ્ય મોક્ષે જઇ શકે છે. આ રીતે Page 46 of 67

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67