________________
વિચારણાઓ કરવી એ વિચારણાઓ જેટલા કાળ સુધી ચાલે એટલા કાળ સુધી રાગ દ્વેષનો ઉદય હોવા છતાં ઉદય નિક્ળ થતો જાય છે. આ રીતે વિચારણાઓથી જીવ રાગ દ્વેષને આધીન થયા વગર પોતાના આત્માનું કલ્યાણ સાધતો જાય છે. જગતને વિષે જીવ અને પુદ્ગલ આ બે દ્રવ્યો કોઇ કાળે કોઇ સ્થાને
સ્થિર રહેતા નથી. એક સ્થાનેથી બીજે સ્થાને બીજે સ્થાનેથી ત્રીજા સ્થાને એમ કરતા કરતા ચૌદ રાજલોકને વિષે દોડાદોડ કરી રહેલા છે આ બન્ને દ્રવ્યોની દોડાદોડ હોવા છતાં કોઇ દ્રવ્ય કોઇને વિઘ્નરૂપ થતું નથી. પુદ્ગલ દ્રવ્ય હંમેશા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત હોય છે તે પુદ્ગલ સચેતન કે અચેતન કોઇ પણ હોય છે એ વર્ણાદિમાં વધઘટ થયા કરે છે એની જે વિચારણા કરવી એ ગુણની વિચારણા કહેવાય છે. એ પુદ્ગલો એક સ્થાનેથી બીજા સ્થાને એટલે મનુષ્યગતિમાંથી નરકગતિમાં નરકમાંથી તિર્યંચગતિમાં તિર્યંચગતિમાંથી દેવગતિમાં એમ પર્યાયો રૂપે જીવો બદલાયા કરે છે એટલે જીવ એક અને પર્યાયો રૂપે-તિર્યંચ મનુષ્ય-દેવ ઇત્યાદિ રૂપે બદલાયા કરે તેની જે વિચારણા કરવી તે પર્યાયની વિચારણા કહેવાય છે. આ રીતે દ્રવ્ય ગુણ પર્યાયરૂપે વિચારણામાં જેટલો કાળ જીવ પસાર કરે એટલા કાળ સુધી મનની એકાગ્રતા પ્રાપ્ત થતી જાય છે. મનની એકાગ્રતાના કારણ રાગ દ્વેષનો ઉદય હોવા છતાંય રાગ દ્વેષને નિક્ળ કરીને જીવ પોતાના ગુણોમાં સ્થિર થતો જાય છે અને આનંદની સુંદર અનુભૂતિ થાય છે. અત્યાર સુધી જેવા આનંદનો અનુભવ થયો નહોતો એના કરતા સુંદર અલૌકિક આનંદની અનુભૂતિ પેદા થતી જાય છે. આ રાગ દ્વેષ વગરના આનંદની અનુભૂતિની સ્થિરતા જે વધતી જાય એને જ જ્ઞાની ભગવંતોએ સમ્યક્ ચારિત્ર કહેલું છે. એ પદાર્થોનું જ્ઞાન એ સમ્યજ્ઞાન કહેવાય છે અને એ પદાર્થોની શ્રધ્ધા તે સમ્યગ્દર્શન કહેવાય છે. આ રીતે જીવો કાઉસ્સગમાં દ્રવ્યાદિની વિચારણા કરતા કરતા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર ત્રણેના એકાકારે પરિણામથી અનુભૂતિ કરતો જાય છે અને જ્ઞાની ભગવંતોએ કાઉસ્સગનું ફ્ળ કહેલું છે.
સુખ અને દુઃખ જેવી કોઇ ચીજ નથી એ પોતાના આત્મામાં રહેલા રાગાદિનું પરિણામ છે. “કાઉસ્સગને વિષે પદાર્થોનું ચિંતવન
અથવા
પદાર્થોની વિચારણા કઇ રીતે કરવી એનું વર્ણન”
અત્યારે આપણો આત્મા મનુષ્યગતિમાં રહેલો છે એ પદંર કર્મભૂમિમાંથી જંબુદ્વીપ નામના દ્વીપને વિષે ત્રણ કર્મભૂમિઓ કહેલી છે તેમાંની ભરત ક્ષેત્ર નામની કર્મભૂમિ જે આવેલી છે તેમાં રહેલો છે. એ ભરત ક્ષેત્ર છ ખંડથી યુક્ત હોવાથી એ ભરત ક્ષેત્રની મધ્યમાં વૈતાઢ્ય પર્વત રહેલો છે તેને ભરત ક્ષેત્રના બે ભાગ કરેલા છે. એક ઉત્તરાર્ધ ભરત અને બીજો દક્ષિણાર્ધ ભરત. ઉત્તર ભરતમાં ત્રણ ખંડ આવેલા છે અને દક્ષિણ ભરતમાં પણ ત્રણ ખંડ આવેલા છે. એ દક્ષિણ ભરતના ત્રણ ખંડમાંથી જે મધ્યખંડ આવેલો છે તે મધ્ય ખંડમાં ચોવીશ તીર્થંકર પરમાત્માઓ ઉત્પન્ન થઇ શાસનની સ્થાપના કરે છે અને મોક્ષમાં જાય છે એવા ચોવીશ તીર્થંકર પરમાત્મામાંથી હાલ વર્તમાનમાં ચોવીશમા તીર્થંકર પરમાત્માનું શાસન વિધમાન છે. તે તીર્થંકર પરમાત્માના શાસનમાં અત્યારે હાલ વિધમાન છીએ. આવા ક્ષેત્રમાં મનુષ્ય ગતિ રૂપે રહેલો હું મોક્ષમાર્ગની આરાધના દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતા કરતા આત્મામાં રહેલા તથા ભવ્યત્વને પરિપાક કરવાનો એટલે ખીલવવાનો પ્રયત્ન કરી રહેલો છું.
Page 44 of 67