Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 49
________________ છે. એ પચ્ચક્ખાણના આનંદ સાથે એ ચીજોના ત્યાગનો આનંદ અંતરમાં પેદા થયેલો ન હોવાથી અને પેદા કરવાની ભાવના ન હોવાથી પાપનો અનુબંધ બંધાતો જાય છે. જેમકે સાંજે સૂર્યાસ્ત વખતે ચોવીહારનું પચ્ચક્ખાણ કરે તો ત્યારે ચારે પ્રકારના આહારના ત્યાગનું પચ્ચક્ખાણ થયું. અંતરમાં સહજ રીતે એ ચારે આહારનો ત્યાગ જે કર્યો તેનો આનંદ થોડો ઘણો પેદા થતો જાય છે પણ એ આનંદમાં આહાર કરવો એ પાપ છે બને ત્યાં સુધી આહાર ન કરાય એ રીતે જીવન જીવવું એજ ખરેખરૂં જીવન છે એવી બુધ્ધિ પેદા થતી નથી આથી નવકારશીના ટાઇમે ચોવીહારના પચ્ચક્ખાણનો ટાઇમ પૂર્ણ થતા આ આહાર કરવો પડે છે એનું દુઃખ પેદા થતુ નથી એનો અર્થ એ થાય છેકે ચોવીહારના આનંદ કરતા નવકારશીમાં આહારનો આનંદ વિશેષ વધી જાય છે આ કારણથી આહાર એ પાપ છે. ખાવું પીવું એ પાપ છે. દેવ, ગુરૂ, ધર્મની આરાધનામાં મારાથી ખાધા વગર રહેવાતું નથી. પ્રસન્નતા ટકતી નથી માટે મારે આહાર કરવો પડે છે. આવી બુધ્ધિ પેદા ન થતી હોવાથી ચોવીહારના પચ્ચક્ખાણથી સકામ નિર્જરા થવાને બદલે અકામ નિર્જરા પેદા થતી જાય છે. આહાર કરવો એ પાપ છે નથી રહેવાતું માટે આહાર કરું છું આવી બુધ્ધિ વગર રસપૂર્વક આહારનો ઉપયોગ કરે એટલે ચોવીહાર કરી નવકારશીમાં આ રીતે વાપરે તો દશભવ વધે એટલે કે જન્મ મરણની પરંપરા વધારનારા છે. જીવનમાં એકલાખ આયંબિલ કરે અને પારણામાં ૦। કલાક એટલે પંદર મિનિટ ટેસથી આનંદપૂર્વક આહાર વાપરે તો આયંબિલનું પુણ્ય ખતમ થઇ જાય એવું કર્મ બંધાય છે. કપડાની બે જોડ છૂટી રાખે અને તમાં મૂર્છા થાય તો જૈન શાસનમાં વૈરાગ્યપૂર્વકના ત્યાગની કિંમત છે. જેટલું કષ્ટ વેઠ્યું તેટલી અકામ નિર્જરા થાય. દ્રવ્ય પચ્ચક્ખાણ અને ભાવ પચ્ચક્ખાણ બન્ને સાથે હોય તો સકામ નિર્જરા થાય છે. જીવોએ જે જે પદાર્થોનું પચ્ચક્ખાણ કરેલું હોય એ પદાર્થો એકાંતે પાપ કરાવનારા છે તથા પાપ કરાવીને અને પાપની ઇચ્છાઓને અંતરમાં જીવંત રાખીને જીવોના સંસારની પરંપરા વધારનારી ચીજ છે. આવું લક્ષ્ય પેદા કરવા માટે તથા પેદા કરેલા લક્ષ્યને લાંબાકાળ સુધી ટકાવવા માટે પચ્ચક્ખાણ કરાવવામાં આવે છે એટલે કે અવિરતિના ત્યાગ રૂપ અને વિરતિના સ્વીકાર રૂપ પચ્ચક્ખાણ કહેવાય છે. વર્ષોથી પચ્ચક્ખાણ કરવા છતાંય જીવોને પોતાની અવિરતિ ખટકી ના હોય અને વિરતિ ગમતી ન હોય તો પચ્ચક્કાણ કરવા છતાંય આત્માને જે લાભ પેદા થવો જોઇએ એ લાભ પેદા થતો નથી પણ ઉપરથી અંતરમાં અવરિતનો ગમો બેઠેલો હોવાથી નુક્શાન વિશેષ પેદા થતું જાય છે. નાનો પણ નિયમ પાંચ મહાવ્રતમાં લઇ જનાર છે. જો પ્રાણના ભોગે નાના નિયમનું પાલન કરે તો લઘુકર્મી આત્માને સકામ નિર્જરા પેદા કરાવતા ત્રીજા ભવે મોક્ષે લઇ જવામાં સહાયબૂત થાય છે જેમ વંકચુલને ગુરૂ ભગવંતે એને યોગ્ય ચાર નિયમો શોધીને આપ્યા. (૧) ગુસ્સો આવે ત્યારે સાત ડગલા પાછા ફરવું. (૨) અજાણ્યા ફ્ળ ખાવા નહિ. (૩) રાજાની રાણી સાથે ભોગ ભોગવવા નહિ અને (૪) કાગડાનું માંસ ખાવું નહિ. આ ચાર નિયમથી ત્રીજા ભવે મોક્ષ નક્કી કર્યો. વિરતિ ન લઇ શકો એ જુદી વાત છે પરંતુ અંતરમાં ગમો તો વિરતિ પ્રત્યે હોવો જ જોઇએ તોજ એ સાચો જૈન છે. Page 49 of 67

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67