Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 48
________________ ભમ્યો હજી પણ એજ સ્વભાવ રાખીને-સાચવીને જીવન જીવીશ તો હજીપણ કેટલો કાળ યોનિમાં ભટકવું પડશે એ ભટકવાનું બંધ થાય એ હેતુથી હવે સુખનો રાગ દૂર કરવા અને પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષ કરવાનો. તોછો કરી પ્રયત્ન કરતો રહીશ તો યોનિમાં ભટકવાથી બચી શકીશ તે માટે પ્રયત્ન કરવાની શક્તિ ક્યારે પેદા થાય એવો પ્રયત્ન કરતો રહું કે જેથી આત્મ કલ્યાણમાં આગળ વધી શકાય. આ રીતે કાઉસ્સગ કરીને આત્મકલ્યાણમાં આગળ વધી સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરતો જાય એટલે પેદા કરી કલ્યાણ સાધુ. પચ્ચખાણનું વર્ણન અનાદિકાળથી જગતને વિષે પરિભ્રમણ કરતો જીવ મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને યોગ આ ચારે પ્રકારના કર્મબંધના હેતુઓથી યુક્ત હોય છે જ્યાં સુધી જીવના અંતરમાં મિથ્યાત્વ બેઠેલું હોય છે ત્યાં સુધી અવિરતિ કષાય અને યોગ અવશ્ય ઉદયમાં રહેવાના રહેવાના ને રહેવાના જ. અવિરતિના ઉદયથી જીવને જે કાંઇ પદાર્થોની ઇરછા થાય એ ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે એને મેળવવા-ભોગવવા-સાચવવા-ટકાવવા અને ન ચાલ્યા જાય એની કાળજી રાખવા માટે કષાયનો ઉદય તેને પ્રેરણા કરતો હોય છે એ પ્રેરણાથી પ્રેરાયેલો જીવ પોતાની શક્તિ મુજબ મન, વચન, કાયાના યોગનો વ્યાપાર કરતો જાય છે. આ રીતે અવિરતિ કષાય અને યોગ દ્વારા જીવ પોતાની શક્તિ મુજબ જે કાંઇ પ્રવૃત્તિ કરતો હોય છે તે કરવા યોગ્ય છે હું ન કરૂં તો કોણ કરશે ? મારી જ અને કર્તવ્ય છે. આ વિચારણા રૂપે બુદ્ધિ પેદા થાય એને જ્ઞાની. ભગવંતો મિથ્યાત્વ કહે છે અને એ જ રૂપે માનેલી પ્રવૃત્તિને કરતા જેટલી સળતા પ્રાપ્ત થતી જાય એના આનંદના પ્રતાપે હું જ મારા આત્માને પાપની પ્રવૃત્તિના આનંદથી અનુબંધ રૂપે પાપનો બંધ કરતા કરતા દુ:ખની પરંપરા વધારતો જાઉં છું. આ વાત જીવને ખબર પડતી નથી ખબર પાડવાનો પ્રયત્ન પણ કરતો નથી. દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરવા છતાંય ઇચ્છિત પદાર્થોને મેળવવા આદિ માટે પ્રવૃત્તિ કરતા. કરતા આત્માને દુ:ખી કરવાનો પ્રયત્ન છે એ ઇષ્ટ પદાર્થથી આત્માને છેટોને છેટો એટલે દૂરને દૂર લઇ જવાનો પ્રયત્ન કરવો જોઇએ. આ બુદ્ધિ અને પેદા થવા દેતુ નથી આને જ જ્ઞાની ભગવંતો મહાઅજ્ઞાન કહે છે. જીવો જૈન શાસનનું ગમે તેટલું જ્ઞાન ભણે- એ જ્ઞાનને પરાવર્તન કરીને યાદ રાખે-બીજા અનેક જીવોની જ્ઞાન આપી શકે એવો ભાવ પણ પેદા થાય તો પણ એ જ્ઞાન ઇચ્છિત પદાર્થોની અભિલાષાથી છૂટવા માટે ના હોય અને ઇષ્ટ પદાર્થોનો અભિલાષ પેદા કરી એને મેળવવા માટે જ આ જ્ઞાન છે એવી બુધ્ધિ હોવાથી એ જ્ઞાન આત્મામાં પરિણામ પામતું નથી. અર્થાત પરિણામ પામી શકતું નથી. આવા અજ્ઞાની જીવો વ્યવહારથી ગમે તેટલી અવિરતિનો ત્યાગ કરીને પચ્ચખાણ કરે, નિયમ કરે, બાર વ્રત ગ્રહણ કરી અથવા પાંચ મહાવ્રતને ગ્રહણ કરીને સર્વવિરતિને પ્રાપ્ત કરે તો પણ એ અવિરતિના ત્યાગ રૂપ પચ્ચખાણ ને પણ જ્ઞાની. ભગવંતોએ સંસાર વૃદ્ધિનું કારણ કહેલું છે એનાથી જીવોને અકામ નિર્જરા થાય છે જેનું પચ્ચખાણ કરે Page 48 of 67.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67