Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 41
________________ રસપણ મંદરસે થતો જાય છે એમ જ્ઞાનાવરણોય કર્મ-વીર્યંતરાય કર્મનો રસ પણ મંદરસે થતો જાય છે આથી સાવધ વ્યાપારની પ્રવૃત્તિ પાપરૂપે લાગવા માંડે છે અને એથી એ સાવધ પ્રવૃત્તિથી છૂટવાનો ભાવ અંતરમાં પેદા થતો જાય છે. સાવધ વ્યાપારની પ્રવૃત્તિને પાપ રૂપે માનવાનો ભાવ એ દર્શન મોહનીય કર્મની મંદતા ગણાય છે અને એ સાવધ વ્યાપારની પ્રવૃત્તિનો ત્યાગ કરવાની ભાવના થવી એ ચારિત્ર મોહનીય કર્મનો મંદ રસ ગણાય છે અને સાવધ વ્યાપારને પાપરૂપે ઓળખવાનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ્ઞાનને સ્થિર કરવું એ જ્ઞાનાવરણીય કર્મનો મંદરસ ગણાય છે અને પોતાની શક્તિ મુજબ મન, વચન, કાયાના યોગને સાવધવ્યાપારથી પાછા વી નિરવધ વ્યાપારમાં ઉલ્લાસ પૂર્વક જોડવા એ વીર્યંતરાય કર્મનો મંદરસ કહેવાય છે. આ રીતે વંદન નામના આવશ્યકથી ચારે પ્રકારના ઘાતી કર્મો તીવ્રરસ રૂપે સત્તામાં રહેલા હોય છે તે મંદરસ રૂપે થતાં જાય છે તેને જ નિર્જરા કહેવાય છે. આ કારણોથી કૃષ્ણ મહારાજાએ અઢાર હજાર સાધુ ભગવતોને વીર્યોલ્લાસ પૂર્વક વંદન કરતા દર્શન સપ્તક એટલે દર્શન મોહનીયની ત્રણ અને અનંતાનુબંધી ૪ કષાય એમ સાતે પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય કરી ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરી હતી. સાધુ ભગવંતોને જોતાં વંદન કરતા નિરવધ પ્રવૃત્તિનો આનંદ અને તમારી સાવધ પ્રવૃત્તિનું દુઃખ થાય છે તમને ? સાધુ ભગવંતોને ક્ષયોપશમ ભાવે ધર્મ પેદા કરીને વંદન કરે તે આત્માઓને ઘરે જવામાં ભારોભાર દુઃખ હોય છે. સાવધ પ્રવૃત્તિનો સંપૂર્ણ ત્યાગ કરીને જીવનમાં નિરવધ પ્રવૃત્તિનું સુંદર આચરણ કરીને માર્ગ બતાવનાર અરિહંત પરમાત્માઓ આપણા મહાન્ ઉપકારી છે એમ લાગે છે ? વંદન એ નિર્જરાનું સાધન છે માટે જેમ જેમ વંદન કરે તેમ તેમ સંવર અને નિર્જરા થતી જાય છે. સાવધ પ્રવૃત્તિ પાપરૂપ છે એમ સમજાવનાર. સાવધ પ્રવૃત્તિનો ત્યાગ કરનાર અને મને તેનાથી એટલે સાવધ પ્રવૃત્તિથી છોડાવનાર સાધુ ભગવંતો છે માટે તેમને વંદન કરવું તે મારા કર્મોની નિર્જરાનું સાધન બને છ. મહાત્માના દર્શનથી મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન પેદા થયું કે જે મૃગાપુત્ર સોનાની થાળીમાં જમનારો રત્નના કટોરામાં જમનારો બત્રીશ પત્નિઓની સાથે ઝરૂખામાં બેસીને ગેલ કરી રહેલો રસ્તા ઉપર ઇર્યાસમિતિપૂર્વક મહાત્માને જતા જૂએ છે અને પોતાના આત્મામાં જાતિસ્મરણ જ્ઞાન પેદા થાય છે. કેવી રીતે મહાત્માનું દર્શન કર્યું હશે ? મહાત્માને જોતાં જ થાય છેકે એ ય મનુષ્ય છે અને હુંય મનુષ્ય છું ધન્ય છે એમના જીવનને અને ધિક્કાર છે મારા જીવનને ? કારણકે મહાત્મા સઘળા પ્રકારની ઉપાધિથી રહિત થઇને જીવે છે અને હું કેટલો ઉપાધિમાં ઘેરાયેલો છું ! કેવું ધિક્કાર પાત્ર મારૂં જીવન છે ! આ વિચારધારાથી બત્રીશ પત્નીઓની સાથે બેસીને ગેલ કરતા જે આનંદ નથી આવતો એનાથી વિશેષ આનંદ મહાત્માના દર્શનથી પેદા થયેલો છે ! આજે મહાત્માનું દર્શન કરતા શું થાય છે ? બહુ બહુ તો કેટલું સુંદર એમનું જીવન છે માટે ધન્ય છે એમનું જીવન એટલું કદાચ કુલ પરંપરાથી સાધુનું દર્શન કરતા યાદ આવે પણ આગળ કાંઇ યાદ આવે છે ? માટે જ્ઞાની ભગવંતો કહે છેકે ધન્ય છે મહાત્માનું જીવન આટલી વિચારણા કરીને અટકી જવાથી એ વિચારણા મોહના ઘરની કહેવાય છે. આત્માના ઘરની એ વિચારણા નથી. ધન્ય છે એમના જીવનને પણ Page 41 of 67

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67