________________
છ આવશ્યકતા વિશેષણો
(૧) તચિત્ત. (૨) તમન. (૩) તફ્લેશ્યા. (૪) તગત અધ્યવસાય. (૫) તતીવ્ર અધ્યવસાય. (૬) તઅર્થ ઉપયુક્ત. (૭) અર્પિત કરણ અને (૮) તભાવના ભાવિત.
(૧) તચિત્ત :- આ છએ પ્રકારના આવશ્યક જ્યારે જીવ કરતો હોય ત્યારે જે જે આવશ્યક ચાલતું હોય તે આવશ્યકના સૂત્રોને વિષે સામાન્યથી ઉપયોગવાળો હોય એને તચિત્ત ઉપયોગવાળો. કહેવાય છે. એટલે કે જ્યારે જીવ પોતે આવશ્યક કરતો હોય તો એ આવશ્યકના સૂત્રો બોલતા બોલતા એ સૂત્રોના શબ્દમાં સામાન્ય ઉપયોગ રાખીને બોલે તો તેને તચિત્ત ઉપયોગવાળો કહેવાય છે અને સમુદાયમાં આવશ્યક કરતો હોય તો એક સૂત્રો બોલતા હોય છે અને બાકીના જીવો બોલાતા સૂત્રોને વિષે સાંભળવાનો ઉપયોગ રાખીને સામાન્ય ઉપયોગથી સાંભળતા હોય તેને તચિત્ત ઉપયોગવાળા કહેવાય છે.
આ રીતે ઉપયોગ રાખીને સાંભળતા આખા દિવસમાં જે પાપ થયેલા હોય તે પાપની સકામ નિર્જરા શરૂ થાય છે એટલે કે આખા દિવસમાં પાપ કરતા કરતા અશુભ કર્મોનો રસ તીવ્રરસે બંધાયેલો હોય અથવા બંધાઇ ગયો હોય અને નિકાચીત રૂપે થયેલ ન હોય તો આ આવશ્યકના સૂત્રો બોલતા કે સામાન્ય ઉપયોગથી સાંભળતા એ અશુભ કર્મોનો રસમંદ કરી શકે છે. આની સાથે સાથે શુભ કર્મો મંદરસે બંધાયેલા હોય તો તે તીવ્રરસવાળા કરી શકે છે અને નવા બંધાતા શુભકર્મો તીવ્રરસે બાંધતો જાય છે અને નવા બંધાતા અશુભ કર્મો મંદરસે બાંધતો જાય છે.
સૂત્રો ન આવડતા હાય તો મન પરોવીને એટલે મનની એકાગ્રતા રાખીને સૂત્રોને સાંભળવાના છે. આવશ્યક આ રીતે કરવાથી તીર્થકર નામકર્મ બંધાય છે અને નિકાચીત પણ થાય છે. મોહની નિદ્રામાં પડેલા જીવને જાગ્રત કરવો બહુ કઠીન છે. ભગવાનની ભક્તિમાં વિષય અને કષાયની પુષ્ટિ ના થઇ જાય તેની કાળજી રાખવો જ પડે. મનની એકાગ્રતા લાવવા માટે આવશ્યક રોજ જરૂરી છે.
Page 35 of 67