Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 33
________________ પચ્ચખાણ આવરયડ પાંચમા આવશ્યકથી આત્મામાં વિવેક પેદા થતાં હેય પદાર્થો હેય રૂપે અને ઉપાદેય પદાર્થો ઉપાય રૂપે જણાવવા લાગ્યા એનાથી હેય પદાર્થો આત્માનું અહિત કરનારા છે અને ઉપાદેય પદાર્થો આત્માનું હિતા કરનારા છે એમ જ્ઞાન પેદા થયું એના પ્રતાપે પોતાની શક્તિ મુજબ અહિત કરનારા પદાર્થોનો ત્યાગ કરતો જાય છે અને જેમ જેમ અહિત કરનારા પદાર્થોનો વિશેષ રીતે ત્યાગ થતો જાય છે આથી એ પદાર્થો વગર જીવન જીવી શકાય છે એનો અંતરમાં આનંદ પેદા થતો જાય છે. આ આનંદના પ્રતાપે પોતાના મન-વચન અને કાયાથી દુ:ખ વેઠવાની શક્તિ પેદા થતી જાય છે એટલે કે સહનશક્તિ વધતી જાય છે અને જે અહિત કરનારા પદાર્થોનો ત્યાગ થયો નથી એવા પદાર્થોને વિષે સંતોષ પેદા થતો જાય છે અને છઠ્ઠ પચ્ચકખાણ આવશ્યક કહેવાય છે. જેટલા અધિક વાર ખાવામાં આવે એનાથી આત્માનું અહિત વધારે થતું જાય છે કારણ કે જ્ઞાની. ભગવંતોએ ખાવું એ પાપ કહેલું છે. આહાર કરવો એ પાપ છે અણાહારીપણું એ જ આત્માનો ગુણ છે. ખાવાના જેટલા પદાર્થોનો ત્યાગ થાય ખાવામાં જેટલા ટંક ઓછા થાય એટલે આત્માનું અહિત થતું બચે છે એટલે કે આત્મા પોતાના અહિતથી બચે છે કારણકે ખાવું એ પાપ છે માટે. છોડવા લાયક પદાથાને છોડવા લાયક રૂપે જાણ્યા પછી જેટલા પદાર્થોને છોડવાની ઇચ્છા થાય એટલે એ પદાર્થોનું પચ્ચકખાણ કરવાનું મન થાય છે. શ્રાવકને શક્તિ હોય તો એક જ ટંક વાપરવાનું (ખાવાનું) વિધાન છે. જો એટલી શક્તિ ન હોય તો બે ટંક વાપરવાનું વિધાન છે. એનાથી અધિક ટંક વાપરવાનું વિધાન નથી. જેમ બને તેમ ઓછા પદાર્થોથી એકાસણું બિયાસણું કરીને સહન કરતો જાય જેમ જેમ સહન કરે તેમ તેમ મન, વચન, કાયાથી સહન કરવાની એટલે દુ:ખને વેઠવાની શક્તિ વધતી જાય છે અને એથી શરીરની શક્તિ જળવાઇ રહે છે. આથી એકાસણાના એક ટૂંકમાં સવાર કે સાંજનું ભોજન ચા-નાસો કે સાણ વાપરે નહિ. બપોરના જે ભોજન થયેલું હોય તે જ વાપરીને એકાસણું કરે તો સવાર-સાંજના. આહારના ત્યાગનો અંતરમાં આનંદ પેદા થતો જાય. આ રીતે છઠું આવશ્યક પચ્ચખાણ રૂપે જીવનમાં કરતા જીવને પોતાના અંતરમાં સહજ રીતે અનુકૂળ પદાર્થોનું અર્થીપણું એ દુ:ખરૂપ છે એવી બુધ્ધિ પેદા થતી જાય છે અને સ્થિર થતી જાય છે. કારણ Page 33 of 67.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67