Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 15
________________ પ્રયત્ન કરીને ક્યારે આગળ વધી આત્મકલ્યાણના માર્ગમાં સ્થિર થતો જઇશ. એવી ભાવના વારંવાર અંતરમાં પેદા કરી કરીને લાંબાકાળ સુધી ટકાવે છે. આવી વિચારણાઆમાં લાંબોકાળ પસાર કરવો એ જ ખરેખર પ્રતિક્રમણ કહેવાય છે. પ્રતિક્રમણના ભેદો જ્ઞાની ભગવંતોએ પ્રતિક્રમણના ૫ ભેદો કહેલા છે તેમાં પહેલો ભેદ મિથ્યાત્વ પ્રતિક્રમણ કહેલું છે. (૧) મિથ્યાત્વ પ્રતિક્રમણ : આખા દિવસમાં દિનચર્યાનું પાલન કરતા એટલે દિનચર્યાનું જીવન જીવતા છોડવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ જેટલી વાર પેદા થયેલી હોય એની નિંદા કરવી એટલે એની નિંદા કરતા જાય છે અને ગહ કરતા જાય છે અને ફ્રીથી છોડવાલાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુદ્ધિ પેદા ન થાય એની કાળજી રાખવાની કબુલાત કરે છે અને મિથ્યાત્વ પ્રતિક્રમણ કહેવાય છે. જૈન શાસન નીતિથી મલતી અનુકૂળ સામગ્રીને પણ છોડવા લાયક જ કહે છે. ઘર, પેઢી, કુટુંબ, પરિવાર, પૈસા, ટકાની પ્રવૃત્તિ કરતો હોય એની સુખાકારીની કાળજી રાખતો હોય પણ અંતરમાં હોય કે સંસારમાં બેઠો છું જો કાળજી ન રાખું તો ધર્મની નિંદા થાય આથી ધર્મની નિંદા ન થાય એ હેતુથી કાળજી રાખે તથા ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ રાખે અને છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુધ્ધિ રાખીને કાળજી રાખે તો એ જીવોને મિથ્યાત્વ પ્રતિક્રમણ કરવાની જરૂર હોતી નથી. પણ આટલી સજાગતા હોવા છતાં કોઇવાર લાગણીમાં ખેંચાઇ જાય અને મિથ્યાત્વ લાગી જાય. ક્ષણવાર પણ જીવ લોભાઇ જાય તો પણ મિથ્યાત્વ લાગી જાય છે તો એ જીવોને મિથ્યાત્વ પ્રતિક્રમણ કરવાનું હોય છે. પહેલા તીર્થંકરના કાળમાં આરાધના કરનાર ચતુર્વિધ સંઘ ઋજુ અને જડ હોય છે. એટલે કે બુદ્ધિશાળી ન હોવા છતાં એટલે જંડતા વિશેષ હોવા છતાં સરલ હોય છે એટલે ધર્મ પામવો દુષ્કર થાય છે. એટલે કે ઋજુ અને જડના કારણે હેય પદાર્થમાં હેય બુધ્ધિ કાયમ ટકી શકતી નથી. હેય પદાર્થોમાં ઉપાદેય બુધ્ધિ ઘણી વાર પેદા થઇ જાય છે અને ઉપાદેય પદાર્થોમાં ઉપાદેય બુદ્ધિ લાંબાકાળ સુધી ટકી શકતી ન હોવાથી કેટલીક વાર ઉપાદેય પદાર્થોમાં હય બુધ્ધિ પેદા થઇ જાય છે. આ કારણોથી જીવોને Page 15 of 67

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67