________________
સામગ્રી રહેલી હોય છે એટલે પ્રાપ્ત થયેલી હોય છે છતાં સમ્યકત્વ સાથે અવિરતિના જીવન છોડવા લાયક જ છે એમ માનીને જીવન જીવે છે છતાં પણ તે જીવોને સંસારની વૃદ્ધિ થાય એટલે જન્મ મરણની પરંપરા વધે એવો કર્મબંધ થતો જ નથી.
માત્ર નિકાચીત ભોગાવલી કર્મો બાંધીને આવ્યા છે માટે વ્યાશી લાખપૂર્વ વર્ષ સુધી એ કર્મો ભોગવીને ખપાવે છે. બીજા અવિરતિને ભોગવવી પડે એવા કર્મો બાંધતા નથી. આ જ જૈન શાસનની વિશેષતા છે.
આથી નિશ્ચિત થાય છેકે સુખને સુખ માનીને ન ભોગવે તોજ બચી શકાય.
પાંચ ભરત અને પાંચ એરવત ક્ષેત્રને વિષે પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં (કાળમાં) ચતુર્વિધ સંઘને અતિચાર લાગે કે ન લાગે તો પણ રોજ સવાર સાંજ પ્રતિક્રમણ કરવું જ જોઇએ એ વિધાના રૂપે કહેલું છે. જ્યારે વચલા બાવીશ તીર્થંકર પરમાત્માઓના શાસનમાં (કાળમાં) ચતુર્વિધ સંઘને અતિચાર લાગે તોજ પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે. જો દિવસના અતિચાર લાગ્યો હોય તો તે જીવોને દેવસિ પ્રતિક્રમણ એ દિવસે જ કરવાનું હોય છે એ પ્રતિક્રમણ કરે એટલે જે પાપ લાગ્યો હોય તે નાશ પામી જાય છે. જે રાતના અતિચાર લાગે તો રાઇ પ્રતિક્રમણ કરવાનું એજ રાત્રીએ કરવાનું વિધાન હોય છે. એ પ્રતિક્રમણ કરવાથી એ પાપ તેજ વખતે નાશ પામી જાય છે. આ સિવાયના બીજા પ્રતિક્રમણો કરવાનું વિધાન નથી. કારણકે એ શાસનમાં રહેલા જીવો હજુ અને પ્રાજ્ઞ હોવાથી મોટેભાગે અતિચાર લાગતો. નથી. અવિરતિનું જીવન જીવવા છતાંય વિરતિના જીવનનું લક્ષ્ય સતત અંતરમાં રહેલું હોવાથી અને અવિરતિનું જીવન જીવવા લાયક નથી જ પણ છોડવા લાયક જ છે. આવી બુધ્ધિ સતત અંતરમાં રહેલી હોય છે. એમાં કોઇક વાર, છર્ભસ્થ હોવાથી એ અવિરતિનું જીવન જીવતા જીવતા સારૂં લાગી જાય એટલે અતિચાર લાગે છે અને એ જીવન જે દિવસે સારું લાગે એ દિવસે દેવસિ પ્રતિક્રમણ કરવાથી લાગેલા પાપનો નાશ થાય છે અને અવિરતિ પ્રતિક્રમણ કહેવાય છે.
જ્યારે પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં અવિરતિનું જીવન છોડવા લાયક જ છે. એ બુદ્ધિ પેદા કરાવવી મોટે ભાગે દુષ્કર છે કદાચ એ બુદ્ધિ પેદા થયેલી હોય તો તેને લાંબાકાળ સુધી ટકાવવી એ પણ દુષ્કર છે માટે જીવન જીવતા કોઇ કોઇવાર છોડવા લાયકની બુધ્ધિ પેદા થતી જાય અને પાછી અનુકૂળ સામગ્રી મળે એટલે અનાદિકાળના પોતાના સ્વભાવ મુજબ એ જીવનની સામગ્રી સારી લાગતી જાય છે માટે અવશ્ય પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે અને અવિરતિપ્રતિક્રમણ કહેવાય છે.
આત્મિક ગુણોનો રસ જો અનુબંધ રૂપે બાંધીશું તો તે ભવાંતરમાં સાથે આવશે. મનુષ્ય જીવનમાં જીવવા લાયક એક વિરતિનું જ જીવન છે અવિરતિનું નહિ.
અવિરતિનું જીવન છોડવા લાયક જ છે એવી બુધ્ધિ અંતરમાં રાખો અને એ ન હોય તો એ બુદ્ધિ પેદા કરવાનો પુરૂષાર્થ કરો.
આનંદ અવિરતિના ઉદયથી થાય છે અને પદાર્થનો ગમો મિથ્યાત્વના ઉદયથી થાય છે. પાંચ ઇન્દ્રિયોની ક્રિયા એક સાથે થાય પણ ઉપયોગ કોઇપણ એક ઇન્દ્રિયમાં જ રહે છે
પુરૂષાર્થ કરવામાં આવે તો સૂત્રના ઉપયોગમાં-અર્થના ઉપયોગમાં અને સૂત્ર તથા અર્થ એ બન્નેના ઉપયોગમાં એટલે તદુભયના ઉપયોગમાં રહી શકો. પ્રયત્ન એ બાજુનો કરવા પડે.
પહેલા અને છેલ્લા જિનના શાસનમાં ચતુર્વિધ સંઘને દેવસિ-રાઈ-પફખી-ચોમાસી અને સંવત્સરી
Page 19 of 67