________________
ચાર ગતિ રૂપ સંસારને વિષે સન્ની મનુષ્યો અને સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્ય વાળા તિર્યંચો. તેમજ અન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો એક એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ચારે ગતિમાંથી કોઇને કોઇ ગતિનો. બંધ કર્યા કરે છે. તેમાં નરકગતિનો બંધ રીદ્રધ્યાનથી જીવો કરે છે.
રોદ્ર ધ્યાન એટલે અશુભ વિચારો પેદા કરતા કરતા અતિ ભયંકર અશુભ વિચારો એટલે અશુભ વિચારોની તીવ્રતા પેદા થવી અને એની એકાગ્રતા પેદા થવી તે નરકગતિના બંધનું કારણ બને છે એટલે કે એવા વિચારોથી જીવો નરકગતિનો બંધ કરે છે અને આ તીવ્રતાની એકાગ્રતા લાંબાકાળ સુધી ચાલે તો તે વખતે નરકગતિની સાથે નરક આયુષ્યનો બંધ પણ કરે છે. આવા રીદ્રધ્યાનના પરિણામો નિયમ અશુભ રૂપે જ હોય છે. પણ બીજા પરિણામ રૂપે હોતું નથી.
પુણ્યના ઉદયથી જે પદાર્થો મળેલા હોય તેને વધારવા માટે- ટકાવવા માટે અત્યંત રાગ પર્વક જેટલી પ્રવૃત્તિ કરવામાં આવે તેને મહારંભ કહેવાય છે.
પુણ્યથી મળેલી સામગ્રીમાં પછી એ નાનામાં નાનો પદાર્થ હોય કે મોટામાં મોટો પદાર્થ હોય એમાં અત્યંત રાગ રાખીને જીવન જીવવું એટલે કે મૂચ્છ રાખીને જીવન જીવવું તે મહા પરિગ્રહ કહેવાય છે.
મહારંભ અને મહાપરિગ્રહ નરકના આયુષ્યના બંધનું કારણ કહેલું છે માટે આવા વિચારો કરીને જીવન ન જવાય એ રીતે કાળજી રાખીને જીવે તો સંસાર વૃદ્ધિથી જીવ બચી જાય છે. કદાચ આવા વિચારોથી જીવન જીવાઇ ગયું હોય અને આયુષ્ય ન બંધાયું હોય પણ નરકગતિનો બંધ પડેલો હોય તો તેનો પશ્ચાતાપ કરતાં કરતાં એ પાપથી પાછા વા માટે અને ફ્રીથી એવા વિચારો કરીને પાપ ન થઇ જાય એની કાળજી રાખવાનો પ્રયત્ન કરવાનું ધ્યેય રાખીને સંસાર પ્રતિક્રમણ કરે તો એ પાપોનો નાશ પણ થઇ જાય છે. આ રીતે પાપની નિંદા અનેગહ કરીને પ્રતિક્રમણ કરે તે સંસાર પ્રતિક્રમણ. કોઇપણ અનુકૂળ પદાર્થ મલે પૂણ્યથી અન એને ટકાવવાની અને મેળવવાની ઇચ્છા એ પાપના ઉદયથી ગણાય છે.
જ્ઞાની ભગવંતો કહે છે કે પદાર્થ મલે પુણ્યથી મેળવવાની ઇચ્છા એ પાપનો ઉદય. ભોગવાય પુણ્યથી ભોગવવાની ઇચ્છા એ પાપનો ઉદય. વધે પુણ્યના ઉદયથી વધારવાની ઇચ્છાએ પાપનો ઉદય. સચવાય પુણ્યથી સાચવવાની ઇચ્છાએ પાપનો ઉદય. ટકે પુણ્યથી ટકાવવાની ઇચ્છા એ પાપના ઉદયથી.
સંસાર પુણ્ય અને પાપના ઉદયથી ચાલે છે માટે પુણ્ય-પાપના ખેલ એ સંસાર. ધર્મ હંમેશા પુરૂષાર્થથી પેદા થાય. ધર્મની સામગ્રી મલે પુણ્યથી પણ ધર્મની પ્રાપ્તિ પુરૂષાર્થથી જ થાય.
સંસારની સામગ્રી મેળવવા ગમે તેટલો પુરૂષાર્થ કરે તો પણ જો લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ ન હોય તો પેટ ભરવા પુરતુંય ન મલે. માટે ઇચ્છા એ જ પાપ છે એ દૃઢ કરો.
પૈસો કમાવા જવાની ઇચ્છા એ પાપની ઇચ્છા અને એ પૈસો કમાવા બજારમાં જવું એ અધર્મની પ્રવૃત્તિ છે. પાપની પ્રવૃત્તિ છે એમાં જેટલું નીતિનું પાલન કરે એટલો ધર્મ કહેવાય છે.
જીવને ચારે ગતિમાં પરિભ્રમણ કરાવનાર કર્મ એજ સંસાર કહેવાય છે.
ચોથા અને પાંચમા ગુણસ્થાનકમાં રહેલા જીવોને સામાન્ય રીતે આર્તધ્યાન હોઇ શકે છે પણ રીદ્રધ્યાન હોતું નથી. કોઇક વાર આર્તધ્યાનની તીવ્રતાના કારણે રોદ્રધ્યાન પેદા થવાની સંભાવના કહેલી.
Page 24 of 67