Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 25
________________ છે પણ એ રીદ્રધ્યાન અશુભ ગતિનો બંધ કરાવે એવું હોતું નથી તેમજ લાંબાકાળ સુધી ટકે એવું હોતું નથી. તથા નરક ગતિનો બંધ કરાવે એવું રૌદ્રધ્યાન હોતું નથી કારણ કે નરકગતિનો બંધ જીવોને પહેલે ગુણસ્થાનકે થાય છે આથી એવું રૌદ્રધ્યાન હોતું નથી. અનુકૂળ પદાર્થોના અર્થિપણાનો જેમ જેમ રાગ ઓછો થતો જાય તેમ તેમ દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે રાગ વધતો જાય એટલે જીવોને આત્મિક ગુણોની પ્રાપ્તિ થતી જાય છે. નિકાચીત મિથ્યાત્વનો ઉદય જીવે સમઝીત પામતા પહેલા બાંધેલો હોય તો ક્ષયોપશમ સમજીતી. જીવો કે ઉપશમ સમકીતી જીવો એ ઉદયમાં આવતા અવશ્ય પડે છે. આથી નિકાચીત મિથ્યાત્વના ઉદય વિના જીવો સમકીતથી પડતા નથી. દ્રવ્ય ચારિત્રવાળા જીવો પહેલા ગુણસ્થાનકે જ હોય છે. અભવ્ય, દુર્ભવ્ય અને ભારેકર્મી ભવ્ય જીવો. તેમજ છઠ્ઠા ગુણસ્થાનકના પરિણામને પામેલા ન હોય એવા ચોથે ગુણસ્થાનકે રહેલા સમકતી જીવો અને પાંચમા ગુણસ્થાનકે રહેલા દેશવિરતિવાળા જીવો ચારિત્રનો સ્વીકાર કરી નિરતિચારપણે ચારિત્રનું પાલન કરે છતાં પણ એ જીવો દ્રવ્ય ચારિત્રી કહેવાય છે. પણ વ્યવહારથી બધા ચારિત્રી જીવો એટલે પહેલે-ચોથે અને પાંચમે રહેલા જીવો છટ્ટા ગુણસ્થાનકવાળા કહેવાય છે. ચોથા ગુણસ્થાનકે બારે પ્રકારની અવિરતિ ખુલ્લી હોય છે. પાંચમા ગુણસ્થાનકે અગ્યાર અવિરતિ ખુલ્લી હોય છે એક બારમી અવિરતિનાં દેશથી પચ્ચકખાણ હોય છે. આથી ચોથા અને પાંચમાં ગુણસ્થાનકે રૌદ્રધ્યાન આવવાની સંભાવના છે. છઠ્ઠા ગુણસ્થાનકે રીદ્રધ્યાન આવે જ નહિ પણ આર્તધ્યાન આવવાની. સંભાવના કહેલી છે. આર્તધ્યાન હોતું નથી પણ એ આર્તધ્યાન અશુભ ગતિનો બંધ કરાવવામાં સહાયભૂત થતું નથી. સાતમાં ગુણસ્થાનકથી તેરમાં ગુણસ્થાનકે પહોંચવા માટે એક અંતર્મુહૂર્ત જ કાળ જોઇએ એ પણ વધારેમાં વધારે એક મિનિટનો કાળ. આર્તધ્યાન રીદ્રધ્યાનની પ્રવૃત્તિ કાયાથી ગમે તેટલી કરાતી હોય એટલે ગમે તેટલી થતી હોય પણ તેમાં પરિણામ ન જોડીએ તો જીવ સાવચેત અને સજાગ રહે તો દુર્ગતિથી બચી જાય છે. એટલે દુર્ગતિ થતી નથી. આર્તધ્યાન આર્તધ્યાનના મુખ્ય બે ભેદ છે. (૧) અશુભ આર્તધ્યાન (૨) શુભ આર્તધ્યાના અશુભ આર્તધ્યાન - શરીર, ધન અને કુટુંબ આદિ અનુકૂળ પદાર્થોનું અર્થિપણું રાખીને જીવન Page 25 of 67

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67