Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 26
________________ જીવતા જીવતા એ અર્થિપણાની એકાગ્રતા કરતો જાય એવી જ રીતે પાપના ઉદયથી આવેલી પ્રતિકૂળતાઓને દૂર કરવા માટે એકાગ્રતાથી પ્રયત્ન કરતો જાય એને અશુભ આર્ત્તધ્યાન કહેવાય છે. આ અશુભ આર્તધ્યાનથી જીવો એકેન્દ્રિયપણાથી શરૂ કરીને પંચેન્દ્રિય તિર્યંચપણા સુધીના કોઇપણ આયુષ્યનો બંધ કરી શકે છે. અર્થાત્ બાંધે છે. આથી આ અશુભ આર્તધ્યાન તિર્યંચગતિને બાંધવાના કારણ રૂપ કહેલું છે.(છે.) મન, વચન અને કાયાથી થતી અશુભ પ્રવૃત્તિઓને અશુભ આર્તધ્યાનરૂપે કહેલી છે. શરીરની સુખાકારી રાખીને-જાળવીને થતી પ્રવૃત્તિને પણ અશુભ આર્તધ્યાન રૂપે કહેલી છે. કારણ કે તિર્યંચગતિના બંધનું કારણ છે. જે પદાર્થો પુણ્યના ઉદયથી મળતા હોય, પુણ્યના ઉદયથી ભોગવાતા હોય, પુણ્યના ઉદયથી વધતા હોય, પુણ્યના ઉદયથી સચવાતા હોય અને પુણ્યના ઉદયથી ટકતા હોય એ પદાર્થોને મેળવવા આદિની વિચારણાઓ કરવી એને જ જ્ઞાની ભગવંતોએ પાપની વિચારણાઓ કહેલી છે. આથી એને અવિરતિનો ઉદય કહેવાય છે એવી વિચારણાઓ કરવા યોગ્ય લાગે-સારી લાગે એને મિથ્યાત્વનો ઉદય કહેવાય છે. પુણ્યાનુબંધી પુણ્ય બાંધેલું ઉદયમાં આવે તો તે ઉદયકાળમાં અનુકૂળ પદાર્થો સારામાં સારા મલે પણ વૈરાગ્ય ભાવ સાથે રહેલો હોવાથી એ પદાર્થોમાંરાગ પેદા થતો નથી. ગુણની પ્રાપ્તિના ધ્યેય સાથે પુણ્ય બાંધો એટલે ધર્મ કરો-બીજ વાવો તો બીજના દાણાની સાથે ઘાસ તો ઉગવાનું જ છે એમ અહીં પણ બીજ એટલે આત્મિક ગુણો એની સાથે ઘાસની જેમ પુણ્ય બંધાશે અને અનુકૂળ સામગ્રી મલવાની જ છે. જેમ ચક્રવર્તિપણું પુણ્યાનુબંધિ પુણ્યના ઉદયથી મલે છે પણ નિયાણુ કરીને એટલે માગીને ચક્રવર્તીપણું મેળવે તો એ ચક્રવર્તી મરીને નિયમા નરકે જ જાય છે. વાસુદેવ-પ્રતિવાસુદેવપણાનું કર્મ પોતાના ભવથી પૂર્વે ત્રીજા ભવે છઠ્ઠ, સાતમે ગુણસ્થાનકે રહીને આરાધના કરનાર મહાત્માઓ પોતાના તપ અને સંયમ બલના ફ્ળ સ્વરૂપે માગણી કરીને મેળવે છે માટે તે નિયાણાથી જ મલે છે એમ કહેવાય છે માટે એ જીવો એ ભવમાં અનેક પ્રકારના પાપોનું આચરણ તીવ્રભાવે કરીને નરકમાં જ જાય છે. ભગવાન મહાવીરનો આત્મા અઢારમા ભવે ત્રિપુષ્ટ વાસદેવપણે ઉત્પન્ન થયા અને ત્યાં અનેક પ્રકારના તીવ્ર પાપો કરીને સાતમી નરકમાં ગયા. સાતમી નારકીમાં જવાલાયક કર્મનો અનુબંધ સોળમા ભવે વિશ્વભૂતિના ભવમાં કરેલો ત્યાંથી દેવલોકમાં ગયા અને ત્યાંથી વાસુદેવ થઇ સાતમી નારકીએ ગયા. આથી ચક્રવર્તી-વાસુદેવ-પ્રતિવાસુદેવ આદિનું નિયાણું ચોથા-પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનકમાં થઇ શકે છે. મોટે ભાગે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકમાં રહીને છઠ્ઠામાં તપ અને સંયમનું પાલન સારી રીતે કરેલ હોય તે તપ અને સંયમના ફ્લ તરીકે એની માંગણી કરે છે માટે તે પદવીઓ મલે છે અને નિયાણુ કરીને એ પદવીઓ મેળવેલી હોય તેથી એ પદવીઓનો ઉદયકાળ જીવોને નિયમા નરકમાં લઇ જાય છે. શુભ આર્તધ્યાન આ લોકના અનુકૂળ પદાર્થો માટે-માનપાન આદિ માટે-ભક્તવર્ગ ઉભો કરી નામના કીર્તિ પ્રાપ્ત કરવા માટે અને પરલોકમાં આલોકમાં મળેલી સુખની સામગ્રી કરતાં વિશેષ સામગ્રી મલે એ માટે દેવ, ગુરૂ, ધર્મની સારામાં સારી રીત નિરતિચારપણે આરાધના કરે એને શુભ આર્તધ્યાન કહેવાય છે. આ શુભ Page 26 of 67

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67