Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 23
________________ જ્યારે કોઇક વાર એ પાપની પ્રવૃત્તિ કરવા યોગ્ય લાગી જાય ત્યારે, આ પ્રવૃત્તિ બરાબર કરી છે એવી બુધ્ધિ પેદા થઇ જાય. વચનથી એ અશુભ ક્રિયાઓના વખાણ થઇ જાય તો તે દિવસે એનું પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે. પહેલા તીર્થંકરના શાસનના શ્રાવક શ્રાવિકાઓ બાજુ અને જડ હોવાથી તેમજ છેલ્લા તીર્થકરના શ્રાવક શ્રાવિકા વક્ર અને જડ હોવાથી અતિચાર લાગે કે ન લાગે તો પણ અશુભ યોગનું પ્રતિક્રમણ અવશ્ય કરવાનું વિધાન કરેલું છે કારણકે જડ હોવાથી જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ છોડવાલાયક પદાર્થોમાં છોડવા લાયક રૂપે સ્થિર કાયમ રહી શકતો નથી. અને સાથે મોહનીય કર્મની તીવ્રતાના કારણે એટલે તીવ્રરસ ઉદયમાં રહેલો હોવાથી ઉપાદેય પદાર્થોમાં ઉપાદેય ભાવ પણ લાંબા કાળ સુધી રહેતો નથી. આથી અશુભયોગ ના વ્યાપારથી પાછા વા માટે રોજ પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે. છોડવાલાયક પદાર્થોમાં ઉપાદેય બુદ્ધિ એનેજ જ્ઞાની ભગવંતોએ પાપ કહેલું છે. ભગવાને જગતમાં રહેલા પદાર્થો જે પાપ રૂપે જોયા અને પાપરૂપે કહ્યા તે પાપરૂપે ન માને તેને જ જ્ઞાનીઓ વક્રતા કહે છે. પ્રાજ્ઞપણું પેદા કરતા કરતા વક્રતા ન જાય તો તે જડપણું કહેવાય છે. એ જડપણું રાખીને ધર્મ કરે તો તેનું ળ નથી આત્માને સરલ બનાવવો જ પડે. આત્મિક ગુણોનો વિકાસ પેદા થતો જાય અને એનો આનંદ પેદા થતો જાય તો એ આનંદ અનુકૂળા પદાર્થોના સુખને દુઃખરૂપ લગાડે જ. સરલ સ્વભાવવાળા જીવો પાપને પાપરૂપે માને જ. મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી અવિરતિ ન જાય માટે એનું પાપ લાગે. અવિરતિ ન જાય ત્યાં સુધી કષાયનું પાપ લાગે એની સાથે મિથ્યાત્વનું પાપ ન લાગે કારણકે સમકતી જીવો હોય છે. પ્રાજ્ઞતાની સાથે સરલતા હોય તો જ આત્મિક ગુણોની પ્રાપ્તિ થવા માંડે નહિ તો નહિ જ. સરલતા એટલે નિખાલસ ભાવે પાપને પાપરૂપે માનીને યોગ્ય જીવની પાસે પ્રગટ કરવું તો જ ગુણ પ્રાપ્તિમાં સહાયભૂત થાય. અશુભ યોગોના વ્યાપારથી રોજ પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે. અનુકુળ પદાર્થો મેળવવા-ભોગવવા-વધારવા-સાચવવા-ટકાવવા-સંગ્રહ કરવાનું મન થાય, ઇચ્છા થાય તે પાપનો ઉદય કહેવાય છે. તેમાં આનંદ પેદા થાય એ મોહનીય કર્મનો ઉદય કહેવાય છે. (૫) સંસાર પ્રતિક્રમણ : જેનાથી આત્માની જન્મ મરણની પરંપરા વધતી જાય અને જેમાં દુ:ખનો કાળ વિશેષ હોય અને સુખનો કાળ બહુ જ થોડો હોય એને સંસાર કહેવાય છે એટલે કે એક સ્થાનેથી બીજા સ્થાને-બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને એમ વારંવાર જીવ દરેક સ્થાનમાં ફ્લાતો જતો હોય પણ કોઇ જગ્યાએ સ્થિર ન રહેતો હોય તેને સંસાર કહેવાય છે. એનાથી પાછા વા માટેનું જે પ્રતિક્રમણ કરવું તે સંસાર પ્રતિક્રમણ કહેવાય છે. Page 23 of 67

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67