Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 21
________________ સ્થિર થતો જાય. માટે પ્રશસ્ત કષાયોનું પ્રતિક્રમણ હોતું નથી. જ્યાં સુધી જીવો મિથ્યાત્વ ગુણસ્થાનકમાં રહેલા હોય છે ત્યાં સુધી કષાયની સહાયથી જે જીવન જીવે છે તેમાં પોતાના આત્મામાં રહેલી ગ્રંથી = એટલે અનુકૂળ પદાર્થો પ્રત્યે ગાઢ રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે ગાઢ દ્વેષ બેઠેલો છે એને ઓળખવાનો પ્રયત્ન કરતા નથી. ઓળખીને તેનાથી સાવચેતી રાખીને જીવન જીવવાનો પ્રયત્ન કરતા નથી ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ કષાયોની સહાયથી શુભ પ્રવૃત્તિઓ એટલે સારી પ્રવૃત્તિઓ જીવનમાં કરતા કરતા ધર્મની પ્રવૃત્તિઓ પણ સારામાં સારી રીતે કરે એટલે કે દેવ-ગુરૂ-ધર્મની આરાધના કરે. વ્રત નિયમ પચ્ચક્ખાણ કરીને અનેક પ્રકારના ત્યાગનું જીવન સુંદર રીતે જીવે તપ કરવાનો અભ્યાસ પાડીને તપશ્ચર્યા પણ સારામાં સારી રીતે કરે તો પણ એ સઘળી આરાધના અને અનુષ્ઠાનો અપ્રશસ્ત કપાયના ઉદયથી થાય છે એમ કહેવાય છે એ અપ્રશસ્ત કષાયથી કરેલી આરાધના પાપાનુબંધી પુણ્ય બંધાવે છે-અકામ નિર્જરા કરાવે છે અને જન્મ મરણની પરંપરા વધારવામાં સહાયભૂત થાય છે એમ ગણાય છે પણ સંસાર નાશમાં સહાયભૂત થતી નથી. એવી જ રીતે સમકીત પામ્યા પછી સમકીતી જીવો-દેશવિરતિ જીવો અને સર્વવિરતિને પામેલા જીવો પ્રશસ્ત કષાયની સહાયથી આત્માની વિશુધ્ધિ પેદા કરતા જાય છે એમાં કોઇ કોઇવાર એ કષાયની સહાય લેતા લેતા અપ્રશસ્ત રૂપે કષાય થઇ જાય તો એજ કષાય આત્માની વિશુધ્ધિ પેદા કરવામાં સહાયભૂત થવાને બદલે સંસારના અનુબંધ પેદા કરવામાં સહાયભૂત થતા જાય છે માટે જ જ્ઞાની ભગવંતો કહે છે કે પુરૂષાર્થ કરીને કષાયને પ્રશસ્ત રૂપે બનાવતા બનાવતા જીવ જો અનુકૂળ પદાર્થો પુણ્યથી જે મલે છે એમાં આનંદ માનતો અને પામતો થઇ જાય તો અને રાગાદિ પરિણામ અનુકૂળ પદાર્થોમાં કરતો થઇ જાય તો એજ કષાયો પ્રશસ્ત કષાયને બદલે અપ્રશસ્ત કષાય રૂપે બનાવીને ચૌદપૂર્વી જેવા ચૌદપૂર્વીના જ્ઞાનને ભૂલાવીને સર્વવિરતિપણાના પરિણામથી નીચે પતન પમાડીને પહેલા ગુણસ્થાનકના પરિણામને આત્મામાં પેદા કરીને અપ્રશસ્ત કષાયની સહાયથી નિગોદનું આયુષ્ય બંધાવી નિગોદમાં લઇ જાય છે અને અનંતા જન્મ મરણના અનુબંધ પેદા કરાવી અનંતોકાળ નિગોદમાં રાખી શકે છે. જો ચૌદપૂર્વી જેવા જીવોને અપ્રશસ્ત કષાયની સહાય આ હાલત કરે તો આપણા જેવા જીવોની હાલત શું થશે ? એ વિચારો. આથી જ્યારે જ્યારે અપ્રશસ્ત કષાયના જીવનમાં પાપ થાય તો એ પાપથી પાછા ફરવા માટે જ્ઞાની ભગવંતોએ કષાય પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે. જો અંતરમાં ક્રોધ પેદા થાય તો પોતાના દોષો પ્રત્યે ક્રોધ થવો જોઇએ પણ બીજા જીવો પ્રત્યે નહિ. રાગાદિ પદાર્થોને કોઇ બગાડે તો આપણને તે જીવ પ્રત્યે ગુસ્સો આવે છે તે વખતે જ વિચારવાનું કે એમાં એ જીવનો શું દોષ છે ? અજ્ઞાન છે માટે કરે. હું અજ્ઞાન હતા તો હું પણ આવું જ કરતો હતો એને બગાડી બગાડીને પદાર્થ જ બગાડ્યો છેને ? મારાથી એ પદાર્થ બગડ્યો હોત તો શું કરત ? માટે એ જીવ પ્રત્યે ગુસ્સો કરીને વૈરાનુબંધની પરંપરા શા માટે વધારવી જોઇએ આવી વિચારણાઓ કરીને ગુસ્સાનો સંયમ કરવા પ્રયત્ન કરવો જોઇએ અને એ ગુસ્સાનો ઢાળ પોતાના તરફ વાળવો જોઇએ. આથી ક્રોધાદિ કષાયોના કાળમાં મધ્યસ્થ ભાવ રાખવો જોઇએ. (૪) યોગ પ્રતિક્રમણ : અશુભ મન, વચન, કાયાના યોગનો વ્યાપાર ચોવીશ કલાકમાંથી જેટલા ટાઇમ સુધી થતો હોય Page 21 of 67

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67