Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 17
________________ આ ત્રણે પ્રકારમાંથી કોઇપણ પ્રકારે આખા દિવસમાં મિથ્યાત્વનો દોષ લાગેલો હોય તેનાથી પાછા વા માટે અને ીથી એવું ન થાય તે માટે મિથ્યાત્વ પ્રતિક્રમણ કરે છે. એટલે થયેલા પાપથી પાછા ન છે. સાધુ ભગવંતો આપણાથી ઉંચા છે, સારા છે એવી માન્યતા કુલપરંપરાના વિચારવાળી છે. સાધુ ભગવંતો સંસારનો ત્યાગ કરીને જીવન જીવે છે આથી એવું જીવન જીવવા લાયક છે એ ક્યારે જીવાય એ વિચાર ક્ષયોપશમ ભાવનો વિચાર કહેવાય છે. અનુકૂળ પદાર્થના રાગમાં સાવચેત રહીને જીવન જીવે તેને મિથ્યાત્વ લાગે નહિ. સંસારમાં બેઠો છે પાપને પાપરૂપે માને છે. છતાં ધર્મની નિંદા ન થાય માટે પાપ કરે છે અને અંતરમાં ડંખ છે માટે તે અનાચાર કહેવાતો નથી. અજ્ઞાનતાથી પાપ કરે તેને પાપ વધારે લાગે છે. (૨) અવિરતિ પ્રતિક્રમણ : અવિરતિ બાર પ્રકારની કહેલી છે. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન એને પોત પોતાના અનુકૂળ વિષયોમાં જોડવી અને પ્રતિકૂળ વિષયોમાંથી પાછી ખસેડવી એ છ પ્રકારની અવિરતિ કહેવાય છે. અને એ છ પ્રકારની અવિરતિને જીવતી રાખવા માટે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ કાયનો વધ કરવો એ છ અવિરતિ કહેલી છે એમ બાર અવિરતિ છે. પાપને પાપ માને નહિ અને સંસારમાં બેઠા છીએ માટે પાપ-પાપ કરીએ તો સંસાર ચાલે નહિ આથી જે કરીએ છીએ એ કર્યા વગર ચાલે નહિ કરવું જ પડે આવી માન્યતાથી કરે તે અનાચાર કહેવાય. પાપને પાપ જાણતો હોય છતાંય પાપ દુઃખની લાગણી સાથે કરે અથવા થઇ જાય તો તે કરેલું પાપ અતિચાર રૂપે કહેવાય છે. આ બારે પ્રકારની અવિરતિમાંથી આખા દિવસમાં છોડવા લાયકની બુધ્ધિ રાખ્યા વગર સેવન કરવામાં આવે અને જેટલી વાર સેવન થયેલું હોય તેટલી વારનું યાદ રાખીને સાંજે એ પાપોનું મિચ્છામિ દુક્કડં દેવા માટે અને એ પાપથી પાછા ફરવા માટે એ પાપ ીથી ન થાય એની કાળજી રાખીને જીવન જીવવા માટે આભોગથી જે કાંઇ પાપ થઇ ગયું હોય અથવા અનાભોગથી જે કાંઇ પાપ થઇ ગયું હોય અથવા સહસાત્કારથી જે કોઇ પાપ થઇ ગયા હોય એનું પ્રતિક્રમણ કરવું એટલે એ પાપથી પાછા ફરવું તે. અવિરતિ પ્રતિક્રમણ કહેવાય છે. (૧) આભોગ = જાણી જોઇને કરવું. (૨) અનાભોગ = અજાણતાથી થઇ ગયું હોય તે. (૩) સહસાત્કાર = ઉતાવળથી કરવું તે. શ્રાવકના ૧૨૪ અતિચાર થાય છે. એક-એક વ્રતના પાંચ પાંચ લેખે બારવ્રતના ૬૦ અતિચાર. જ્ઞાનાચાર-દર્શનાચાર ચારિત્રાચારના આઠ-આઠ = ૨૪. તપાચારના-૧૨ વીર્યાચારના-૩ = ૩૯. સમ્યક્ત્વના-૫ પંદર કર્માદાનના-૧૫. Page 17 of 67

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67