Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 16
________________ અતિચાર લાગે કે ન લાગે તો પણ પ્રતિક્રમણ કરવાનું વિધાન અવશ્ય કહેલું છે. આથી એ જીવોને મિથ્યાત્વ પ્રતિક્રમણ અવશ્ય હોય છે. બીજા તીર્થંકરથી શરૂ કરીને ત્રેવીસમાં તીર્થકરના શાસન કાળ સુધીમાં ચતુર્વિધ સંઘ કહજુ અને પ્રાજ્ઞ એટલે બુદ્ધિશાળી અને સરલ હોવાથી તેમજ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં સદાકાળ રહેલા ચતુર્વિધ સંઘના. જીવોને અતિચાર લાગે તોજ પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે અને અતિચાર ન લાગે તો પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું નથી અને જે દિવસે અતિચાર લાગે એજ દિવસે મિથ્યાત્વ પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. બાકીના કાળમાં પ્રતિક્રમણ કરવાનું વિધાન નથી. કારણકે છોડવાલાયક પદાર્થોમાં છોડવા લાયકની બુદ્ધિ લાંબાકાળ સુધી ટકાવી શકે છે. અને ગ્રહણ કરવાલાયક પદાર્થોને વિષે ગ્રહણ કરવાલાયકની બુદ્ધિ લાંબાકાળ સુધી ટકાવી શકે છે. છેલ્લા તીર્થંકરના શાસનમાં મોટા ભાગના ચતુર્વિધ સંઘના જીવો વક્ર અને જડ એટલે કે અજ્ઞાન અને પાછા સીધી રીતે માનવાવાળા નહિ એટલે સરલ નહિ એવા જીવો છોડવાલાયક પદાર્થોમાં છોડવા લાયકની બુદ્ધિ સીધી રીતે પેદા કરી શકતા નથી કારણ કે વક્રતાના કારણે અનેક પ્રકારના વિકલ્પો કરતા હોય છે અને ગ્રહણ કરવા લાયક પદાર્થોને વિષે ગ્રહણ કરવાની બુધ્ધિ જલ્દી પેદા થતી નથી. કારણકે એ બુદ્ધિ વગર આરાધના કરતા અનેક જીવોને જુએ છે માટે હું એકલો એવી બુધ્ધિ શા માટે કરૂં બધા કરશે પછી હું કરીશ આવી વિચારણાઓની વક્રતાના કારણે છોડવાલાયક પદાર્થોમાં ગ્રહણ કરવાલાયકની બુદ્ધિ અને ગ્રહણ કરવાલાયક પદાર્થોમાં છોડવા લાયકની બુદ્ધિ લાંબાકાળ સુધી જીવોને ટકેલી રહે છે માટે આ જીવોને અતિચાર લાગે કે અતિચાર ન લાગે તો પણ અવશ્ય પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલ છે. આ પ્રતિક્રમણની ક્રિયા છઠ્ઠા ગુણસ્થાનક સુધીમાં રહેલા જીવોને કરવાની હોય છે કારણકે ત્યાં સુધી પ્રમાદ હોય છે. એટલે કે પહેલા ગુસથાનકે મિથ્યાત્વ-અવિરતિ અને પ્રમાદ ત્રણેય હોય છે. ચોથા ગુણસ્થાનકમાં રેહલા જીવોને અવિરતિ અને પ્રમાદ બે હોય છે. પાંચમા ગુણસ્થાનકમાં રહેલા જીવોને દેશથી વિરતિ હોવા છતાં ઘણાં પ્રકારની અવિરત ચાલુ હોય છે અને પ્રમાદ હોય છે. છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા જીવોને મિથ્યાત્વ અવિરતિ સિવાય પણ પ્રમાદ હોઇ શકે છે એટલે પેદા થાય છે માટે ત્યાં સુધી પ્રતિક્રમણની ક્રિયાનું વિધાન કહેલું છે. - સાતમા ગુણસ્થાનકથી આગળના દરેક ગુણસ્થાનકમાં રહેલા જીવોને અપ્રમત્તભાવ રહેલો હોવાથી પ્રતિક્રમણ કરવાનું હોતું નથી. છોડવાલાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુદ્ધિ અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુદ્ધિ જીવોને ત્રણ પ્રકારે થઇ શકે છે. (૧) જાણી જોઇને એવી બુધ્ધિ પેદા કરવી તે. (૨) અજાણતાથી એવી બુદ્ધિ પેદા થવી તે અને (૩) સહસાતકારથી એવી બુદ્ધિ પેદા થવી તે. સહસાકાર એટલે ઉતાવળથી એવા વિચારો પેદા થાય છે અને ઉતાવળથી એવા વચનો બોલાય તે સહસાકાર કહેવાય છે. Page 16 of 67.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67