________________
સહાયભૂત થશે.
બહુમાન અને આદરભાવ પૂર્વક વંદન કરવાથી જીવોને આ ફળ મળે છે.
રાગ દ્વેષની સાથે રહેવા છતાં રાગ-દ્વેષથી વાસિત મન થવા ન દેવું તે આધ્યાત્મિક મન કહેવાય છે. એટલે કે સંકલેશથી રહિત મન થયું એમ કહેવાય છે.
રાગ-દ્વેષથી વાસિત મન એ સંસાર વૃધ્ધિનું કારણ કહેલું છે.
કૃષ્ણ મહારાજાની સાથે વીરા-સાળવીએ પણ અઢાર હજાર સાધુઓને વંદન કરેલ પણ ભાવ ના હોતો માટે કાંઇ ફ્લ મલ્યુ નહિ.
ગુરૂ ભગવંતોને કુશલ ચિત્ત વડે વિનયપૂર્વક બહુમાનપૂર્વક વંદન અને પૂજન કરવાનું વિધાન કહેલું છે. તીર્થંકર પરમાત્માઓની આજ્ઞા છેકે ગુરૂ ભગવંતોને વંદન અને પૂજન કરવું. એ વંદન કરવામાં શ્રુત ધર્મની આરાધનાનો લાભ થાય છે. શ્રત ધર્મની સાથે સાથે શ્રધ્ધા પૂર્વક કરે છે તે દર્શનનો પણ લાભ થાય છે અને સ્થિરતાપૂર્વક કરે છે માટે ચારિત્રનો પણ લાભ થાય છે એટલે શ્રત ધર્મના લાભની સાથે દર્શન અને ચારિત્રનો લાભ એમાં સમાયેલો જ છે. એટલે કે ચારે ઘાતી કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જ જાય છે. આ રીતે ગુરૂ ભગવંતોને વંદન કરતા કરતા આ લોકમાં આવતા દુ:ખોનો નાશ થાય છે અને પરલોકમાં જે દુ:ખો પ્રાપ્ત થવાના હોય તે દુ:ખો એટલે પાપકર્મો પુણ્ય કર્મમાં સંક્રમણ થઇને નાશ પામે છે એટલે પરલોકમાં ભોગવવા પડતા નથી.
આ રીતે કરેલ ગુરૂ ભગવંતોને વંદન એ પરિણામની શુદ્ધિ કરવામાં સહાયભૂત થાય છે અને અનંત ગુણ વિશુદ્ધિ પેદા કરતાં કરતાં સારો કાળ હોય તો ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરાવીને મોહનો નાશ કરાવી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવી ચૌદમા ગુણસ્થાનકે પહોંચાડી મોક્ષમાં પહોંચાડવામાં સહાયભૂત થાય છે એટલે કે અક્રિય = ક્રિયા રહિત જીવને બનાવે છે.
આથી નિશ્ચિત થાય છેકે શુભ મન વચન અને કાયયોગ વડે જ્યારે જ્યારે ટાઇમ મલે ત્યારે ગુરૂ ભગવંતોને વંદન કરવું જોઇએ અને જ્યારે સંસારની પ્રવૃત્તિમાંથી નવરા પડે ત્યારે ગુરૂ ભગવંતના ગુણોની સ્તુતિ કરવી જોઇએ પોતે મનથી સ્તવના કરે અને બીજાની પાસે ગુરૂ ભગવંતોના ગુણોની સ્તુતિ વારંવાર કરતો જાય એનાથી અકુશળ ચિત્તનો નાશ થતો જાય છે. કુશળ ચિત્ત પેદા થતા આત્મિક ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતું જાય છે. આ જ વંદનનું પ્રત્યક્ષ ળ કહેલું છે.
શ્રી સ્કુલભદ્ર મુનિ શ્રી ભદ્રબાહુ સ્વામીજીની આજ્ઞાથી કોશા વેશ્યાને પ્રતિબોધ કરવા માટે વેશ્યાના ઘરે ચોમાસું રહ્યા ત્યાં કોશા વેશ્યાને એવી રીતે પ્રતિબોધ કરીને ધર્મ પમાડી ને આવ્યા કે જેના પ્રતાપે કોશા વેશ્યાએ ચોથા અણુવ્રતમાં છૂટ રાખેલી કે રાજા જે પુરૂષને અહીં મોકલે અને એ પ્રતિબોધ ન પામે તો છૂટ - છતાં પણ રાજા જે જે પુરૂષોને કોશા વેશ્યાને ત્યાં મોકલે છે તે બધાની પાસે શ્રી સ્થૂલભદ્ર મુનિની સ્તુતિ-ગુણગાન એવી રીતે કરે છે કે આવનાર પુરૂષ શા માટે આવ્યો છે ? એ ભૂલીને ધર્મની પ્રાપ્તિ કરી સ્થૂલભદ્ર મુનિ પાસે પોતાની જાતે જ સંયમ લેવા ચાલતા થાય છે. તો ગુરૂની સ્તુતિ જે રીતે કોશા વેશ્યાએ કરેલી એ રીતે કરવી જોઇએ.
ગુરૂ પ્રત્યે અતરમાં બહુમાન ભાવ હોય તો સંસારના સુખના પદાર્થોનો રાગ ઘટે જ છે. ગુરૂ ભગવંતોને વંદન કરતા-સ્તુતિ કરતા અકુશલ મનની નિવૃત્તિ અને કુશલ મનની પ્રવૃત્તિ થતી જ જાય છે. અને રાગાદિ પરિણામની મંદતા થતી જાય છે.
Page 13 of 67.