Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 10
________________ એ સુખ મેળવવા માટે શું શું કરીએ તો એ સુખ મલે એવા ભાવ પેદા થતા જાય અને એનાથી પોતાની શક્તિ મુજબ એ મોક્ષમાર્ગે ચાલતો થાય. એ સુખ મેળવવાની ઇચ્છાથી ધર્મ આરાધના કરતો જાય જેમ જેમ આરાધના કરતા આનંદ પેદા થાય તે આનંદ પહેલાના આનંદ કરતા જુદા પ્રકારનો પેદા થતો જાય છે. આ જુદા પ્રકારનો જે આનંદ એજ આંશિક મોક્ષ સુખનો આનંદ એટલેકે મિથ્યાત્વની મંદતાનો આનંદ શરૂ થયો એમ કહેવાય છે. આ આનંદના પ્રતાપે અત્યાર સુધી અનુકુળ પદાર્થોના રાગનો આનંદ આવતો હતો. એનાથી ચઢીયાતો આનંદ લાગતા, અનુકૂળતાના રાગનો આનંદ તુચ્છ લાગે છે આથી એ અનુકૂળતાના રાગમાં હવે નત ભાવ-ત્રચ્છ ભાવ પેદા થતો જાય છે. સામાન્ય રીતે દુનિયાના વ્યવહારમાં પણ નિયમ હોય છે કે એકવાર જે પદાર્થ ગમે-જે પદાર્થ પ્રત્યે રાગ થાય-આનંદ આવે અને એનાથી ચઢીયાતા. રાગવાળો પદાર્થ મલે તો આનંદ વિશેષ એ પદાર્થ પ્રત્યે થાય છે અને એના કારણે પહેલા પદાર્થ પ્રત્યેનો રાગ અંતરમાં તુચ્છ રૂપે લાગે છે એવી જ રીતે અહીં આ આનંદ સાચા સુખ પ્રત્યે પેદા થતાં અનુકૂળ પદાર્થ પ્રત્યે તુરછતા આવે છે. આ રીતે ભાવપૂર્વક ચોવીશ તીર્થંકર પરમાત્માઓની સ્તુતિ રૂપ લોગસ્સ સૂત્ર બોલતા મોક્ષનો અભિલાષ પેદા થતા મોક્ષ માર્ગમાં આગળ વધવા પ્રયત્ન કરતો જાય છે અને એ રીતે આગળ વધતા વધતા જીવ ગ્રંથી ભેદ સુધી પહોંચી શકે છે. એટલે કે શુધ્ધ પરિણામ પેદા કરતો જાય છે. શુધ્ધ પરિણામને વધારતો જાય છે અને ટકાવતો જાય છે આથી એ શુધ્ધ પરિણામનું જ્ઞાન થયું એની અનુભૂતિ રૂપે શ્રધ્ધા થયી એટલે દર્શન થયું અને એ શુધ્ધ પરિણામની સ્થિરતા થઇ આ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેની પ્રાપ્તિ સ્તવનાથી પેદા થતી જાય છે આને જ જ્ઞાની ભગવંતો પ્રત્યક્ષ ફળ કહે છે અને આંશિક મોક્ષ સુખની. અનુભૂતિ કહે છે. આ અનુભૂતિના કારણે ઇચ્છિત પદાર્થોનો આનંદ પ્રત્યે અણગમો થતો જાય છે. ઉપકારોની સ્તવના ઉપકારી પ્રત્યે ત્રણ અદા કરવા માટે કરવાની છે. આથી ભાવપૂર્વક લોગસ્સ સૂત્ર બોલતા દર્શન મોહનીય એટલે મિથ્યાત્વ મોહનીય ક્ષયોપશમ રૂપે બનતું જાય છે અને એની સાથે સાથે જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને અંતરાય કર્મ યોપશમ ભાવે પેદા થતું જાય છે. આ રીતે અનુભતિ થાય તોજ ભાવપૂર્વકની સ્તવના કહેવાય છે. આથી ગુણી જનોના ગુણ ગાતા ગાતા પોતાના દોષોને ઓળખીને દોષોને દૂર કરવા પ્રયત્ન કરવો પડે. તોજ ગુણની પ્રાપ્તિ થતી જાય. કેવલજ્ઞાન જોઇએ છે એમ બોલતા બોલતા કેવલજ્ઞાન ન થાય પણ શ્રી તીર્થંકર પરમાત્માઓએ કેવલજ્ઞાન મેળવવા એ રીતે પ્રયત્ન કર્યો એટલે દોષોને દૂર કરવા પુરૂષાર્થ કરી દોષોને નાશ કર્યા એમ આપણે પણ દોષોને ઓળખીને નાશ કરવા પ્રયત્ન કરશું પછી જ કેવલજ્ઞાન પ્રાપ્ત થશે. આથી ગુણ ગાતાં ગુણોની સ્તુતિ કરતા ગુણો ગમે છે એ પેદા કરવા દોષોને ઓળખી-નાશ કરવા પ્રયત્ન કરીએ તોજ ગુણ પ્રાપ્ત થાય. આ રીતે ચોવીશ તીર્થંકર પરમાત્માઓની સ્તવના કરતા એમના પ્રત્યે બહુમાન ભાવ અને આદર ભાવ વધતો જાય એ પેદા થતાં અને વધતાં અંતરમાં એમ થાય છેકે એ ગુણો મારા આત્મામાં રહેલા છે. તીર્થકરોના ગુણો પ્રગટ થયેલા છે મારા ગુણો અવરાયેલા એટલે ઢંકાયેલા છે. એ મારે પેદા કરવા હોય તો ચોવીશ તીર્થકરોની સ્તુતિ કરતાં અત્યાર સુધી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જે જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થયો હતો એટલે જે જ્ઞાન પેદા થયેલું હતું તે અનુકૂળ પદાર્થોનો રાગ વધારવામાં ઉપયોગી થતું હતું એ હવે જ્ઞાન સમ્યજ્ઞાન રૂપે પેદા થતાં અનુકૂળ પદાર્થો પ્રત્યે નારાજીભાવ-નત ભાવ Page 10 of 67

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67