Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 2
________________ ક્રમણ = પાછા વું. વારંવાર અશુભ યોગોની પ્રવૃત્તિથી પાછા તાં તાં શુભ યોગોની પ્રવૃત્તિમાં આત્માને જોડવો. જોડવા પ્રયત્ન કરવો એ પ્રતિક્રમણ કહેવાય છે. શુભ યોગની પ્રવૃત્તિમાં શલ્ય રહિત આત્માને જોડવાનો છે. જો શલ્યપૂર્વક શુભ યોગની પ્રવૃત્તિ કરવામાં આવે તો તે પ્રવૃત્તિ મોક્ષ આપનારી બનતી નથી માટે શલ્ય રહિત આત્માને શુભ યોગમાં જોડવાનું વિધાને કહ્યું છે. શલ્યો ત્રણ પ્રકારના કહેલા છે. (૧) માયા શલ્ય, (૨) નિયાણ શલ્ય, (૩) મિથ્યાત્વ શલ્ય. (૧) માયા શલ્ય = કપટ રાખીને :- કપટને પુષ્ટ કરવા માટે જે કોઇ ધર્મની ક્રિયાઓ કરવી તે. જેમકે મોટાભાગે સ્ત્રીઓ જે કાંઇ ધર્મ પ્રવૃત્તિ કરે છે તે માયાપૂર્વક કરે છે. જૈન સંઘોમાં સ્ત્રીઓ ધર્મમાં વધારે દેખાય પ્રતિક્રમણમાં-સામાયિકમાં-તપશ્ચર્યા કરવા આદિ દરેક અનુષ્ઠાનોમાં જુઓ તો સ્ત્રીઓ વધારે દેખાયા તો પણ એ જીવોને જોઇએ એટલો લાભ થતો દેખાતો નથી કારણકે મોટેભાગે માયા રાખીને ધર્મ પ્રવૃત્તિ કરતા હોય છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે માયા શલ્યપૂર્વક કરેલી ધર્મ આરાધના મોક્ષમાર્ગની આરાધના ગણાતી નથી એટલે મોક્ષ આપનાર થતી નથી માટે માયા શલ્ય રહિત ધર્મ કરણી કરવી જોઇએ. (૨) નિયાણ શલ્ય - આ લોકના સુખના પદાર્થોના હેતુથી અથવા પરલોકના સુખના પદાર્થોના હેતુથી ધર્મક્રિયા કરવામાં આવે એ ધર્મક્રિયા શુભ હોવા છતાંય મોક્ષના ળને આપનારી થતી નથી માટે તે નિયાણ શલ્ય કહેવાય છે. એ નિયાણ શલ્યપૂર્વક કરેલી આરાધના સંસારની વૃદ્ધિનું કારણ બને છે. (૩) મિથ્યાત્વ શલ્ય - ભગવાનની આજ્ઞાથી વિપરીત રીતે ધર્મ આરાધના કરવી તે. એટલે કે છોડવાલાયક પદાર્થોમાં છોડવાલાયકની બુદ્ધિને બદલે ગ્રહણ કરવા લાયકની બુદ્ધિ રાખવી અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં છોડવાલાયકની બુદ્ધિ રાખી ધર્મક્રિયા કરવી તે મિથ્યાત્વ શલ્ય કહેવાય છે. - આ ત્રણે પ્રકારના શલ્યથી કરાતી ક્રિયાઓના અનુષ્ઠાનો સારામાં સારા હોય-શુભ ગણાતા. હોય-નિરતિચારપણે જીવનમાં આચરાતા હોય તો પણ તે મોક્ષ આપનારા બનતા નથી. મોક્ષમાર્ગમાં દાખલા કરવામાં સહાયભૂત થતાં નથી માટે એ રીતે ક્રિયાઓ કરવાનો નિષેધ કરે છે. કારણકે સંસારની વૃદ્ધિનું કારણ બને છે. પાપાનુબંધિ પુણ્ય બંધાવે- અકામ નિર્જરા કરાવે-જન્મમરણની પરંપરા વધારે છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે અશુભ યોગોની પ્રવૃત્તિમાંથી, અંતરમાંથી શલ્ય રહિત થઇને શુભયોગોથી ધર્મની ક્રિયાઓ કરવામાં આવે તો જ એ ક્રિયાઓ મોક્ષ ળને આપનારી થાય છે. પર સ્થાનોથી સ્વ સ્થાનોમાં પાછા ફ્લવું તે પ્રતિક્રમણ કહેવાય છે. કોઈપણ વસ્તુના વખાણના વિચારો કરવા અથવા કોઇપણ વસ્તુના વખોડવાના વિચારો કરવા એ અશુભ મનયોગ કહેવાય છે. એવી જ રીતે કોઇપણ મનગમતા પદાર્થોના વખાણો કરવા અને કોઇપણ પ્રતિકૂળ પદાર્થોને વચનથી વખોડવા એ અશુભ વચનયોગ કહેવાય છે. શરીરને ચોખુ અને સારું રાખવા માટે વારંવાર ધોયા કરવું-સાફ કર્યા કરવું-ઘસ્યા કરવું અને ચોકખુ થાય-સુગંધીવાળું થાય એનો આનંદ માનવો એ પ્રમાદ છે. એજ કાયયોગની પ્રવૃત્તિ અશુભ કહેવાયા છે. Page 2 of 67

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 67