________________
ગુણોને પેદા કરવામાં, વધારવામાં, ટકાવવામાં અને સ્થિર કરવામાં સહાયભૂત થાય એવા જે વિચારો તે કુશલ મનની પ્રવૃત્તિ કહેવાય છે.
આ રીતે ગુરૂ ભગવંતને વંદન કરતા અકુશલ મનની નિવૃત્તિ અને કુશલ મનની પ્રવૃત્તિ એ પ્રત્યક્ષ ફ્ળ કહેલું છે.
જીવ સંસારમાં બેઠેલો હોય છતાં પણ, સંસારની પ્રવૃત્તિઓ કરતો હોય તો પણ સંસારની વૃધ્ધિ થાય એટલે પોતાના આત્માના જન્મ મરણ વધે એવા વિચારો એના અંતરમાં પેદા થવા દે નહિ. એટલે કે સંસારની પ્રવૃત્તિ કરવા છતાં પણ એવા જ પ્રકારના કર્મોનો બંધ થતો જાય કે જે કર્મોનો ઉદય સંસારની નિવૃત્તિમાં સહાયભૂત થતો જાય એટલે કે સંસાર છોડાવવામાં સહાયભૂત થતો જાય. આ ત્રીજા આવશ્યક રૂપે ગુરૂ વંદનનું પ્રત્યક્ષ ફ્ળ કહેલું છે. ગુરૂ ભગવંતોને વંદન કરતા આવો અનુભવ થાય છે ? આવો વિશ્વાસ અંતરમાં પેદા થાય છે એવી અનુભૂતિ થાય છે ?
જેમ કૃષ્ણ મહારાજા નેમનાથ ભગવાનની એક દેશના સાંભળીને ક્ષયોપશમ સમકીતને પામ્યા અને એ સમકીતના પ્રતાપે અંતરમાં સાધુ પ્રત્યે બહુમાન ભાવ અને આદર ભાવ એવો ઉંચી કોટિનો પેદા કર્યો કે ત્યાંને ત્યાં જ ભગવાન નેમનાથ પાસે અભિગ્રહ માગે છે કે ભગવન્ ! મારા દેશમાં જે કોઇને સંયમ લેવું હોય તેમાં જેણે જે કાંઇ અંતરાય નડતા હશે તે અંતરાયો દૂર કરીને જરૂર સંયમ અપાવીશ. આ જન્મમાં મારા પરિણામ એટલે અધ્યવસાયના કારણે મને લાગે છેકે હું સંયમ લઇ શકીશ નહિ. મનુષ્ય જન્મમાં લેવા જેવું સંયમ જ છે એવું હું જરૂર માનું છું પણ મને અવિરતિનો ગાઢ ઉદય એવો છેકે હું લઇ શકું એમ લાગતું નથી. બીજી બાજુ વેદના ઉદયની આતશ એટલી બધી જોરદાર છેકે ગામમાં જે કોઇ રૂપવાન કન્યા દેખાય અને પોતાને ગમી જાય તો તેના મા બાપ પાસે માગું કરીને લગ્ન કરે અને એ રીતે ન આપે તો યુધ્ધ કરીને પણ એ કન્યાને મેળવી એની સાથે લગ્ન કરે લગ્ન કર્યા પછી આવનારી કન્યા એમ કહે કે સ્વામીનાથ મારે સંયમ લેવું છે તો તરત જ નેમનાથ ભગવાન પાસે સંયમ અપાવતા. જેણે હજી હાથ અડાડ્યો નથી તો પણ સંયમની રજા તરત જ આપતા.
ક્ષયોપશમ સમકીતના કાળમાં પણ સંયમ પ્રત્યે કેટલો અંતરથી ભાવ પેદા થયેલો હશે ? કે આવી રીતે લાવેલી પત્નીને પણ તરત જ સંયમની રજા આપો દેતા !
એકવાર નેમનાથ ભગવાન પોતાના પરિવાર સાથે દ્વારિકા નગરીના બહારના ઉધાનમાં પધાર્યા તે વખતે અઢાર હજાર સાધુ ભગવંતો હતા તે અઢાર હજાર સાધુ ભગવંતોને વંદન કરવાનો ભાવ પેદા થતાં કૃષ્ણ મહારાજાએ ભાવથી અઢાર હજાર સાધુ ભગવંતોને વંદન કર્યું એ વંદન કરતાં કરતાં એવા ઊંચી કોટિના ભાવના પરિણામમાં ચઢ્યા કે તે વંદન કરતા કરતા જ અનંતાનુબંધિ ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય એમ દર્શન મોહનીય કર્મની સાતે પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય કરીને ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરી. તીર્થંકર નામકર્મ બાંધ્યું અને સાથે સાથે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ એવો પેદા કર્યો કે સંસારમાં અસંખ્યાતા વર્ષો સુધી રહેવું પડે તો પણ સંસારની વૃધ્ધિમાં એ જ્ઞાન સહાયભૂત ન થાય એવું બનાવી દીધું અને એ જ્ઞાનની સ્થિરતા એવી કેળવી લીધી કે અસંખ્યાતા વર્ષો સુધી નરકના દુઃખની વેદના ભોગવવા છતાંય આત્માની કુશલ પ્રવૃત્તિમાં સહાયભૂત થાય એવો જ કર્મબંધ થયા કરે પણ આત્માની અકુશલ પ્રવૃત્તિનો કર્મબંધ થવા દે નહિ. એટલે કે કુશલ પ્રવૃત્તિનો સંચય કરતો જાય છે અને એ કુશલ પ્રવૃત્તિનો સંચય અક્રિય બનાવીને મોક્ષે પહોંચાડવામાં
Page 12 of 67