________________
જણાતું જાય છે અને એ જણાવાથી ગુણો નથી એનું કારણ શું ? એ શોધવાનું-જોવાનું મન થાય છે અને એથી પોતાના આત્મામાં જે જે દોષો રહેલા હોય છે એ દોષો દેખાય છે અને એ વિચાર કરે છે કે આવા આવા દોષો મારામાં જે રહેલા છે એના કારણે ગુણો મારામાં પેદા થતા જણાતા નથી જેમ જેમ પ્રયત્ન કરીને એ દોષોને દૂર કરૂં તેમ તેમ જરૂર મારામાં ગુણો પેદા થશે આવો વિશ્વાસ પેદા થતાં પોતાના દોષોને દૂર કરવા પ્રયત્ન કરવાનું મન થાય છે. આ જ ચોવીશ તીર્થંકર પરમાત્માઓની સ્તવના કરવાનું પ્રત્યક્ષ ફ્લ
કહેવાય છે.
અત્યાર સુધી જીંદગીમાં ઘણીવાર લોગસ્સ સૂત્ર બોલી ગયા કાઉસ્સગ રૂપે બોલ્યા અને પ્રગટ રૂપે પણ બોલ્યા પણ એ લોગસ્સ હજારો વાર બોલવા છતાં તીર્થંકર પરમાત્માઓના ગુણોને યાદ કરતા પોતાના દોષોને દૂર કરવાની ભાવના પેદા થઇ ? દોષોના કારણે ગુણો અવરાયેલા છે એટલે ઢંકાયેલા છે એમ યાદ આવે છે ? માટે એ દોષોને ઓળખીને દૂર કરવા પ્રયત્ન કરૂં એવા ભાવો પેદા થાય છે ?
જો આવા ભાવો પેદા ન થાય તો તીર્થંકર પરમાત્માની સ્તવના, દર્શન અને જ્ઞાન ગુણને પેદા કઇ રીતે કરશે ? લોગસ્સ સૂત્ર રૂપ સ્તવના સ્તુતિ એટલી શક્તિ ધરાવે છે કે જે આત્મામાં રહેલા દોષોને ઓળખાવી દોષોને દૂર કરવાની શક્તિ આપી ગુણ પ્રાપ્તિ કરાવવામાં સહાયભૂત થાય છે.
તીર્થંકર પરમાત્માઓ જે માર્ગ મુકી ગયા એ મોક્ષમાર્ગને ઓળખાવા માટેની શક્તિ પેદા થઇ છે. જ્ઞાની ભગવંતો કહે છે કે લોગસ્સ બોલતા બોલતા જીવોનો મિથ્યાત્વ મોહનીય કર્મનો રસ એટલો મંદરૂપે જરૂર બને કે જે ભગવાને કહેલો મોક્ષ માર્ગ છે એને ઓળખાવે. મોક્ષમાર્ગને ઓળખવા માટે મિથ્યાત્વ મોહનીય મંદ થાય એટલે એ જીવને અનાદિકાળથી અનુકૂળ પદાર્થોના રાગમાં સર્વસ્વ સુખની બુધ્ધિ રહેલી હતી તે દૂર થતી જાય અને અંતરમાં એવો ભાવ થાય કે જરૂર જગતમાં આ સુખ કરતા બીજું સુખ હોવું જોઇએ અને તે આનાથી ચઢીયાતું હોવું જોઇએ. જે સુખ મેળવવા અનાદિકાળથી હું પ્રયત્ન કરૂં છું કે જે સુખ દુઃખના લેશ વિનાનું-પરિપૂર્ણ અને પેદા થયા પછી નાશ ન પામે એવું જોઇએ. એવું સુખ આ દુનિયાના પદાર્થોમાં દેખાતું નથી અને એવું સુખ આ દુનિયાના પદાર્થો આપે એમ પણ નથી. એ સુખ જરૂર છે અને તે મારા આત્મામાં રહેલું છે. આવો વિશ્વાસ પેદા થાય અને એજ સુખ ખરેખરૂં સુખ ગણાય છે. તીર્થંકર પરમાત્માઓ એ સુખનો અનુભવ કરી રહેલા છે એમના ગુણો ગાતા આવા સુખની અંતરમાં જે સ્ફુરણા થઇ, વિચારણા થઇ, ભાવના થઇ કે જે સુખના અભિલાષના કારણે અનુકૂળ પદાર્થોના સુખમાં સર્વસ્વ સુખની બુધ્ધિ હતી તે નાશ પામી ગઇ. આવી વિચારણા અને ભાવના પેદા થઇ એજ ભગવાને જગતને વિષે જે માર્ગ મુક્યો છે એ માર્ગની વિચારણા કહેવાય છે એટલે કે મોક્ષમાર્ગની વિચારણા શરૂ થઇ એમ કહેવાય છે. આ રીતે માર્ગની વિચારણા લોગસ્સ સૂત્ર ભાવથી બોલવાથી પેદા થતી જાય છે. આ વિચારણા પેદા થતાં થતાં એ
માર્ગને જાણવાની ઇચ્છા પેદા થતી જાય એટલે એ માર્ગને જાણવા માટે પ્રયત્ન કરતો જાય છે. માર્ગને જાણવાની જિજ્ઞાસા પદા થવી એને મિથ્યાત્વ મોહનીયની મંદતા કહેવાય છે. એમાં એને ખબર પડે છેકે અત્યાર સુધી એ માર્ગને જાણવા નહિ દેવામાં વિઘ્ન રૂપ ગણાતા હોય તો મારા આત્મામાં રહેલા અનુકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢરાગ છે અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ દ્વેષ છે આથી પોતાના આત્માના રાગાદિ પરિણામને ઓળખવાનું મન થાય એને ઓળખવાનું મન-ઇચ્છા એને જ જ્ઞાની ભગવંતો મોક્ષમાર્ગની સન્મુખ જીવ થયો એમ કહે છે. આ માર્ગની સન્મુખ થયા પછી જેમ જેમ માર્ગને જાણતો થાય તેમ તેમ અંતરમાં આનંદ વધતો જાય એટલે મોક્ષના સુખ પ્રત્યેની ઇચ્છા પેદા થતી જાય, અભિલાષ વધતો જાય અને
Page 9 of 67