________________
પાલનથી પોતાના આત્માને ભાવિત કરતા કરતા ક્ષપક શ્રેણી માંડી ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરી મોહનીયા કર્મનો સંપૂર્ણ નાશ કરી ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય કર્મોનો સંપૂર્ણ નાશ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી ધર્મતીર્થની સ્થાપના કરીને જગતને વિષે મોક્ષમાર્ગ મુક્યો એ માર્ગ જે મુક્યો છે એ માર્ગને પામવા માટે પામેલા જીવોને આગળ વધવા માટે અને માર્ગને વિષે લાંબાકાળ સુધી સ્થિર રહેવા માટે એ સામાયિકનું અનુકરણ કરવા માટે આજે અનંતી પુણ્યરાશીથી માર્ગ મળેલો છે.
એ માર્ગની આરાધનાના અનુષ્ઠાનો કરી શકીએ એવી શક્તિ પણ મળેલી છે તો પુરૂષાર્થ કરીને એ આરાધનાના અનુષ્ઠાનો સામાયિક રૂપે અનુકરણ કરતા મોક્ષમાર્ગ પામીએ છીએ કે નહિ એ રોજ જોતા. રહેવું જોઇએ. આવા ઉપકારી એવા આ અવસરપિણી કાળના ચોવીશે તીર્થંકર પરમાત્માઓ મારા આત્માના હિતને માટે કેવો સુંદર માર્ગ મુકીને ગયા છે એ યાદ આવે છે ખરૂં? આ રીતે યાદ કરીને ચોવીશે તીર્થંકર પરમાત્માઓની સ્તુતિ કરવાની તક મને મલી છે તો સ્તુતિ રૂપે એ સૂત્ર બોલતા આનંદ અને બહુમાન આદરભાવ અંતરમાં પેદા થાય ખરો ? જો એવા બહુમાન અને આદરથી એક સૂત્ર બોલાય તો. આત્માને કેટલો લાભ થાય એ વિચારો ?
લોગસ્સ સૂત્ર બહુમાન અને આદર પૂર્વક બોલતાં સકામ નિર્જરા થાય કે જેના પ્રતાપે અશુભ કર્મો. તીવ્રરસે બંધાયેલા સત્તામાં પડેલા હોય તે જરૂર મંદ રસવાળા થાય છે. નવા બંધાતા અશુભ કર્મો નિયમ મંદરસે બંધાય છે અને શુભ કર્મોના બંધ તીવ્રરસે અનુબંધ રસવાળા બંધાય છે.
જેમ દુનિયાના વ્યવહારમાં પણ કહેવાય છે કે જેની સેવા કરીએ એથી એના જેવા થવાય એમ તીર્થંકર પરમાત્માઓની સ્તવના કરતા કરતા અંતરમાં એમના જેવા ગુણો પેદા થાય એવું લક્ષ્ય રાખીને એ તીર્થકરના આત્માઓએ ગુણો પેદા કરવા માટે જે રીતે પ્રયત્ન કર્યો એ રીતે પ્રયત્ન કરવામાં મન, વચન, કાયાના યોગનો સાથ પ્રાપ્ત કરી અને સત્વ પેદા કરતા કરતા એમના જેવા ગુણોને જલ્દીથી પ્રાપ્ત કરી શકીએ એ હેતુથી આ બીજું આવશ્યક ચોવીશ તીર્થંકર પરમાત્માઓની સ્તવના રૂપે કહેલું છે.
એ ચોવીશે તીર્થંકર પરમાત્માઓની સ્તવના કરતાં એટલે લોગસ્સ સૂત્ર બોલતા આપણા ભાવો કેવા હોય છે ? શાસ્ત્ર કહે છે કે ગુણીની સ્તુતિ ગુણ પેદા કરાવે છે. એટલે કે ગુણોને પેદા કરાવવામાં સહાયભૂત થાય છે.
જેમ સામાયિકથી સાવધ યોગથી વિરતિ પ્રાપ્ત થાય છે એટલે ચારિત્રની પ્રાપ્તિ થાય છે એમ ચોવીશે. તીર્થંકર પરમાત્માઓની સ્તુતિ કરતા કરતા એમના ગુણોનું કીર્તન કરતા કરતા એટલે બોલતા બોલતા. બોલનારના કર્મોનો ક્ષય થાય છે.
ઉપકારી તરીકે માનીએ કે જો તીર્થંકર પરમાત્મા થયા ન હોત આ મોક્ષમાર્ગ એમને મુક્યો ન હોતા તો મારા આત્માનું શું થાત ? ગુણ પ્રાપ્તિ હું શી રીતે કરી શકત ? દોષોને કઇ રીતે દુર કરવાનો પ્રયત્ન કરી શકત ? માટે એમના જેટલા ગુણોનું વર્ણન વારંવાર કરીએ-સ્તવના કરીએ એથી કર્મક્ષય કરવામાં સહાયભૂત થાય છે.
કહ્યું છે કે- ચતુર્વિશતિ સ્તવે અહંત ગુણો કીર્તન રૂપાયા ભક્તઃ કર્મક્ષયઃ ઉક્તઃ |
આથી ચોવીશે તીર્થંકર પરમાત્માઓનાં ગુણોનું કીર્તન કરતાં કરતાં કર્મક્ષય થાય છે અને જીવને દર્શન-જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
જેમ જેમ ઉપકારીના ગુણોને યાદ કરતાં ગુણો ગાતા ગાતા પોતાના આત્મામાં એવા ગુણો નથી એમ
Page 8 of 67