________________
મિથ્યાત્વની મંદતા એટલે ભગવાનના શાસનના માર્ગને ઓળખવાની શરૂઆત થવી. કાયાને સ્થિર કરીને મનની એકાગ્રતા પૂર્વક કાઉસ્સગ કરે તો જ પાપનો નાશ થાય છે.
છ આવશ્યકમાંથી ચોથા પ્રતિક્રમણ સૂત્રોથી જે પાપો નાશ પામ્યા હોય એમાં કોઇ એવું પાપ છદ્મસ્થપણાના કારણે અશુધ્ધ રૂપે રહી ગયેલ હોય તેનો અપરાધ હજી દૂર થયેલો ન હોય અને ખટક્યા કરે એવો જે અપરાધ શરીરમાં થયેલા ગુમડાની જેમ ગણાય છે. જેણે વ્રણ કહેવાય છે.
જેમ શરીરને વિષે એવી જગ્યાએ ગુમડું થયેલું હોય એ ગુમડું કે ગાંઠ શરૂઆતમાં એકદમ નાનું હોય દુઃખાવો ય ન હોય પણ દિવસો જતા જતા એ ગાંઠ કે ગુમડું વધતા વધતા મોટું થતું જાય અને તેનો દુઃખાવો થાય, શરીરમાં બેચેનો થાય, અશક્તિ વધતી જાય, કામ કરવામાં રસ ન પડે, થોડું કામ કરે અને શરીર થાકી જાય, એનાથી મન વિહવળ બન્યા કરે, રહ્યા કરે તો એવી ગાંઠ કે ગુમડાંને વ્રણ કહેવાય છે. એવા શરીરના વ્રણની ચિકિત્સા જેમ ડોક્ટરો કરે છે એમ અહીં જીવનમાં પાપ પ્રવૃત્તિ કરતા કરતા કોઇ એવો અપરાધ થઇ ગયો હોય કે જે પાપોને યાદ કરી કરીને ચોથા આવશ્યકમાં એ પાપો નાશ કર્યા હોય છતાં પણ વ્રણ રૂપે પાપોને નાશ કરવાના બાકી રહી ગયેલા હોય તે પાપો આ કાઉસ્સગ નામના આવશ્યકથી નાશ પામે છે માટે એને માટે આ કાઉસ્સગ નામનું પ્રતિક્રમણ છે.
પાપ છૂટતા જાય, પાપનું પોટલું ખાલી થતું જાય, આત્મા વિશુધ્ધ બનતો જાય અને આત્મામાં આનંદ આનંદ પ્રાપ્ત થતો જાય એટલે કે વધતો જાય છે.
આ રીતે પાંચમા કાઉસ્સગ નામના આવશ્યકથી અપરાધ રૂપ થયેલ પાપથી છૂટકારો થયો નહોતો એ છૂટકારો પેદા થતાં એટલે એ અપરાધોનો મિચ્છામિ દુક્કડં દેતા એ પાપોથી આત્મા હળવો ફ્લ બની જાય છે. આથી જ્ઞાની ભગવંતોએ જગતમાં રહેલા પદાર્થોને જે રીતે જોયેલા છે-જાણેલા છે તે રીતે એ પદાર્થોને જોવાની અને જાણવાની શક્તિ પેદા થતી જાય છે કે જેને વિવેકનો વિકાશ પેદા થયો એમ કહેવાય
છે. જો શુધ્ધ પરિણામથી આ પાંચમુ આવશ્યક કરવામાં આવે તો જીવ સંવર અને નિર્જરાને વિષે આત્માને સ્થિર કરતો કરતો અનંત ગુણ વિશુધધિમાં સમયે સમયે આગળ વધતો જાય છે તેમ તેમ મોહનીય કર્મના ક્ષયોપશમભાવથી આત્મામાં વિવેક પેદા થતો જાય છે અને એ વિવેક ચક્ષુથી જગતમાં રહેલા પદાર્થો જેવા સ્વરૂપે રહેલા છે તેવા સ્વરૂપે પોતાના આત્મામાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જણાતા જાય છે
અર્થાત્ જણાય છે. આ કાઉસ્સગ આવશ્યકનું પ્રત્યક્ષ ફ્ળ છે કારણકે વિવેક પેદા થતા હેય પદાર્થો હેય રૂપે ઉપાદેય પદાર્થો ઉપાદેય રૂપે જ્ઞાનાવરણીય કર્મનાં ક્ષયોપશમ ભાવથી જણાતા જાય છે.
Page 32 of 67