________________
કાઉસ્સગ વારંવાર કરવાથી વીર્યંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થાય છે.
(૧) શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ છેલ્લે ભવે તીર્થંકરના ભવમાં સંયમનો સ્વીકાર કરે છે. ત્યારથી એક હજાર વર્ષ સુધી જ્યાં સુધી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પગવાળીને જમીન પર બેસતા નથી અને જ્યારે પારણાનો દિવસ આવે ત્યારે ત્રીજા પ્રહરે મધ્યાન્હકાળે ગોચરી નીકળે છે એટલે આહાર-વિહાર-વિહાર ત્રીજા પહોરે જ કરે છે. ત્રીજો પ્રહર પૂર્ણ થાય કે તરત જ કાઉસ્સગ ધ્યાને એકવીશ કલાક સુધી સ્થિર રહે છે તેમાં ત્રીજા ભવેથી ભણેલું શ્રુતજ્ઞાન ક્ષયોપશમ ભાવ રૂપે સાથે લઇને આવે છે તે સૂત્રોનું-સૂત્રોના અર્થોનું અને સૂત્ર-અર્થ બન્નેનું ચિંતન-મનન-પરાવર્તન કરતા કરતા સ્વાધ્યાય કરે છે. આ રીતે શ્રુતજ્ઞાનને પરાવર્તન કરતા કરતા અનાદિકાળથી જીવોને જે શરીર પ્રત્યેનું અભેદ જ્ઞાન છે તેને અંતરમાં ભેદજ્ઞાન રૂપે બનાવીને સ્થિર કરતા જાય છે જ્યારે એક હજાર વર્ષનો કાળ પૂર્ણ થાય તેના છેલ્લા અંતર્મુહુર્ત ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરીને ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરે છે અને ત્યાર પછી એક અંતર્મુહર્તમ શુક્લધ્યાન રૂપી અગ્નિ પેદા કરીને મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ કરે છે. વીતરાગ દશાને પામે છે અને ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરે છે. તે ક્ષાયિક ચારિત્રના કાળમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો સંપૂર્ણ નાશ કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
(૨) કેટલાક તીર્થંકર પરમાત્માના આત્માઓ ત્રીજા ભવેથી શ્રુતજ્ઞાન ભણતા ભણતા પોતાના. આત્માને રાગાદિ પરિણામમાંથી દૂર કરીને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરવા માટે મનની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે રોજ એકવીશ કલાક કાઉસ્સગ ધ્યાનમાં રહીને અનાદિકાળથી શરીર પ્રત્યેનું અભેદજ્ઞાન જે રહેલું છે તેને દૂર કરવા માટે અને ભેદ જ્ઞાનમાં આત્માને સ્થિર કરવા માટે પ્રયત્ન કરતા જાય છે.
(૩) કેટલાક તીર્થંકરના આત્માઓ છેલ્લા ભવે મોહનીય કર્મ સિવાયના તેમજ બાકીના ઘાતી કર્મો સિવાયના અઘાતી માં પૂર્વ ભવોના નિકાચીત રૂપે બાંધેલા હોય તો તેને સમતાપૂર્વક ભોગવવા માટે શરીરના ભેદ જ્ઞાનને અંતરમાં સારી રીતે સ્થિર કરવા માટે જ્ઞાનના ઉપયોગમાં ખૂબ જ સ્થિરતાપૂર્વક પોતાનો કાળ પસાર કરે છે એ જ્ઞાનના ઉપયોગમાંથી પતન કરવા માટે કોઇ ગમે તેટલા પરિષહો કે ઉપસર્ગો કરે તો પણ એ આત્માઓ પોતાના જ્ઞાનના ઉપયોગમાંથી જરાય ચલાયમાન થતા નથી ઉપરથી પરિષહો અને ઉપસર્ગો કરનાર જીવો પ્રત્યે કરૂણા ભાવ વધતો જાય છે.
(૪) તીર્થંકર પરમાત્માઓ સિવાય જે જીવોને કેવલજ્ઞાનની તાલાવેલી પેદા થયેલી હોય એવા જીવો. પણ અનાદિકાળથી શરીર પ્રત્યેના અભેદજ્ઞાનને ભેદ રૂપે અંતરમાં સ્થિર કરીને ગમે તેવા પરિષહો કે ઉપસર્ગો આવે તો પણ ચલાયમાન થયા વગર કર્મોનો ભુક્કો બોલાવીને પોતાના આત્માનું કલ્યાણ સાધી જાય છે. જેમકે ગજસુકુમાલ-મેતારજ મુનિ વગેરે અનેક પ્રકારના જીવો મોક્ષની તાલાવેલીના પ્રતાપે શરીર પ્રત્યેના ભેદ જ્ઞાનને સ્થિર બનાવીને ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી શક્યા છે તે વખતે તેમનો આત્મા કાઉસ્સગા ધ્યાને જ રહેલો હોય છે.
સાવધ પ્રવૃત્તિ જેટલા આનંદ પૂર્વક થાય છે એટલી નિરવધ પ્રવૃત્તિ એટલા આનંદપૂર્વક થાય છે ? વ્રત, તપ, પચ્ચખાણ નિયમ આદિ અનુષ્ઠાનો ગાવા માટે નથી પણ ભેદજ્ઞાન કરવા માટે છે. જ્ઞાની ભગવંતોએ એ ભેદજ્ઞાનમાં સ્થિર થવા માટે જ કાઉસ્સગનું વિધાન કરેલું છે.
કાઉસ્સગને વિષે જગતના પદાર્થોની વિચારણા કરતા કરતા દ્રવ્ય રૂપે-દ્રવ્યોને ગુણ રૂપે અને દ્રવ્યના પર્યાયો રૂપે એમ ભૂતકાળમાં થયેલા પર્યાયો વર્તમાનના પર્યાયો અને ભવિષ્યમાં થનારા પર્યાયોની
Page 43 of 67