________________
ધિક્કાર છે મારા જીવનને ! એ આવવા દેતું નથી. માટે માત્ર ધન્ય છે મહાત્માઓનું જીવન બોલતા આત્માનું કલ્યાણ થવામાં સહાયભૂત થાય નહીં પણ મોહરાજાને ધક્કો લાગે એવો વિચાર, ધિક્કાર છે મારા જીવનને એમ લાગે તો જ એ ભાવના આત્મિક ગુણ પેદા કરવામાં અને આત્મ કલ્યાણ કરવામાં સહાયભૂત થાય ! આવી વિચારણાના કારણે જ મૃગાપુત્રને જાતિ સ્મરણ જ્ઞાન થયું. મા પાસે આવી સાધુપણાની માગણી કરી સુંદર રીતે સાધુપણું પાળીને પોતાના આત્માનું કલ્યાણ સાધી ગયા.
સાધુ ભગવંતનું દર્શન જો ચારેય ઘાતી કર્મોનો ક્ષયોપશમ ભાવ પેદા કરાવી ક્ષય કરવામાં સહાયભૂત થતું હોય તો સાધુ ભગવંતને નમસ્કાર કરવાથી-વંદન કરવાથી કેટલો લાભ પેદા કરાવે ? એ આના ઉપરથી સમજણમાં આવે છે ? આથી જ્ઞાની ભગવંતોએ વંદન આવશ્યકને નિર્જરાનું કારણ કહેલું
છે.
ડાઉરસાનું વર્ણન
અનાદિકાળથી જગતને વિષે પરિભ્રમણ કરતો જીવ એક સ્થાનેથી બીજા સ્થાને જન્મ મરણ કરતો કરતો ચૌદ રાજલોકના દરેક આકાશ પ્રદેશ ઉપર જીવ અનંતીવાર જન્મ મરણ કરી ચુક્યો છે જે જે ક્ષેત્રને વિષે પોતે પુરૂષાર્થ કરીને પેદા કરેલું શરીર એ શરીરને અનુકૂળ ક્ષેત્ર લાગે તો એ ક્ષેત્ર પ્રત્યે રાગ અને આસક્તિ પેદા કરતા કરતા ક્ષેત્રનું મમત્વ કરીને જીવન જીવે છે અને જે ક્ષેત્રને વિષે પુરૂષાર્થ કરીને બનાવેલું શરીર એ શરીરને અનુકૂળ ક્ષેત્ર ન હોય તો નારાજી ભાવ-નત ભાવ-દ્વેષ બુદ્ધિ પેદા કરીને જીવન જીવે છે આ રીતે ચોદેરાજલોકના દરેક આકાશ પ્રદેશ ઉપર રાગ દ્વેષને વધારતા વધારતા અનંતા જન્મ મરણ કરી ચૂકેલો છે. આ રીતે અનાદિ કાળથી જીવને શરીર બનાવવું-એ શરીર પ્રત્યે રાગ આસક્તિ મમત્વ પેદા કરતા જવું. આ અભ્યાસ અનાદિકાળનો હોવાથી શરીર એજ હું છું એવી બુદ્ધિ અંતરમાં એકમેક થઇને શરીર પ્રત્યેનો અભેદભાવ પદા થયેલો છે. આ અભેદભાવને ઓળખવા માટે એટલે કે શરીર અને હું નથી પણ શરીરથી ભિન્ન રહેલો (શરીરમાં રહેલો) આત્મા એ હું છું જેને શરીરી કહેવાય છે. આવી બુદ્ધિ પેદા કરવા માટે એટલે કે શરીર અને આત્માનું ભેદ જ્ઞાન પેદા કરવા માટે અને એ ભેદજ્ઞાનની સ્થિરતા લાંબાકાળ સુધી ટકાવવા માટે જ્ઞાની ભગવંતોએ જેટલો બને એટલો કાયાનો ત્યાગ કરીને જીવન જીવવાનું વિધાન કહેલું છે જેને કાઉસ્સગ આવશ્યક અથવા કાયોત્સર્ગ આવશ્યક કહેવાય છે.
કાયાની સ્થિરતા દ્વારા મનની એકાગ્રતાનો અભ્યાસ કરવાનો છે. કાયોત્સર્ગ જ ભેદજ્ઞાન માટેનું ઉત્તમ સાધન છે.
Page 42 of 67