________________
ગુણોને દુર્લભ બનાવવામાં સહાયભૂત થાય છે.
વીતરાગ પરમાત્માની કરૂણા ઝીલવાની યોગ્યતા પેદા કરો કૃપા તો હજી ઘણી છેટી છે.
વિશેષ રીતે સંવેગ ગુણને પ્રાપ્ત કરીને આવશ્યક સૂત્રો બોલતા અને સાંભળતા જે ઉપયોગ રાખીને આવશ્યક કરે છે તે તદ્નર્થ ઉપયોગ લોકોત્તર આવશ્યક કહેવાય છે.
(૭) તઅર્પિત કરણ :- આવશ્યકને વિષે પોતાનું શરીર રજોહરણ અથવા ચરવળો અને મુખવસ્ત્રિકા (મુહપત્તિ) આ સાધનો જે પ્રમાણે રાખવાના જ્ઞાની ભગવંતોએ કહેલા છે તે પ્રમાણે ઉપયોગપૂર્વક શરીરની શુધ્ધિ રાખીને જ્યારે જ્યારે ઉપયોગ કરવાનો આવે ત્યારે ત્યારે ભગવાનની આજ્ઞા મુજબ રાખીને ઉપયોગપૂર્વક આવશ્યકની ક્રિયા કરવી તેને તઅર્પિત કરણ લોકોત્તર આવશ્યક કહેવાય
છે.
કાયાની એટલે શરીરની સ્થિરતા રાખીને વિધિમાં ઉપયોગ રાખી ક્રિયા કરવામાં આવે તો આત્મામાં સંવેગ પેદા થતો જાય છે.
સ્વાધ્યાય સમાન બીજો તપ નથી મનની એકાગ્રતા પેદા કરવા માટે સ્વાધ્યાય કરો સૂત્રોનું-અર્થોનું પરાવર્તન કરતા કરતા અનુપ્રેક્ષા કરતાં શીખો તો નિર્જરા વધારે થાય છે.
તઅર્પિત કરણથી આવશ્યક કરતા કરતા આત્મામાં અનંતગુણ અનંતગુણની વૃધ્ધિથી સમયે સમયે વિશુધ્ધિ વધતી જાય છે અને કર્મોની નિર્જરા વિશેષ થાય છે.
(૮) તદ્દભાવના ભાવિત ઃ- જેમ શરીરને વિષે અંગ ઉપાંગ અને અંગાપાંગ એક મેક થઇને રહેલા હોય છે અને તે શરીરના એક ભાગ રૂપે જ ગણાય છે તેમ અનંતગુણ વિશુધ્ધ થયેલો આત્મા આવશ્યકના અનુષ્ઠાનને વિષે પોતાના મનને એકમેક બનાવીને ક્રિયા કરતો હોય છે એટલે કે સૂત્રને વિષે સૂત્ર અને અર્થને વિષે સૂત્રના અર્થોને વિષે એના ઉપયોગની સાથે જે ક્રિયા કરે છે એ ક્રિયાનો ઉપયોગ પણ એકમેક થયેલો હોય છે એને તદ્ભાવના ભાવિત લોકોત્તર આવશ્યક કહેવાય છે.
(૯) અન્યત્ર કુન્નચિત્તમ્ - ભાવનાથી ભાવિત થયેલો આત્મા અનંત ગુણ વિશુધ્ધિના પરિણામે પોતાના મન-વચન અને કાયાને આવશ્યકની ક્રિયા સિવાય બીજી કોઇ ક્રિયામાં રોકતો નથી. અર્થાત્ જવા દેતો નથી એને અન્યત્ર કુન્ન ચિત્ત લોકોત્તર આવશ્યક કહેવાય છે.
આવતા કર્મોને રોકાય પછી નિર્જરા થાય નિર્જરા થાય પછી જ ઉપાસના થાય.
કાઉસગ્ગ એ આત્માનું ચિંતવન (ચિંતન) છે.
છ આવશ્યકને વિષે સામાયિક ચઉવીસત્યો અને પ્રતિક્રમણ આ ત્રણ આવશ્યક સંવર રૂપે ગણાય છે. સંવર એટલે આવતા કર્મોને રોકવા તે.
સામાયિક નામના આવશ્યકથી સાવધ વ્યાપારથી જે કર્મો આવતા હતા તે કર્મોનું તેટલા ટાઇમ સુધી રોકાણ થાય છે. આથી જેમ જેમ જીવ વધારે સામાયિક કરે તેમ તેમ મન, વચન, કાયાથી સાવધ વ્યાપાર કરવા રૂપે અને કરાવવા રૂપે જે કર્મોનું આવવું થતું હતુ તે કર્મોનું રોકાણ થાય છે અને તેમ તેમ જીવને સાવધ વ્યાપારના કર્મોનું રોકાણ થવાથી અંતરમાં વિશેષ રીતે આનંદ પેદા થતો જાય છે. હાશ આટલા કર્મોથી છૂટ્યો આટલા કર્મોથી બચી ગયો એવો આનંદ અંતરમાં સહજ રીતે પેદા થતો જાય છે. જ્યાં સુધી આવતા કર્મોનું રોકાણ ના કરે ત્યાં સુધી પુરૂષાર્થ કરીને જે સમતાભાવ પેદા કરવો છે તે સમતા ભાવ પેદા થઇ શકતો નથી માટે જ્ઞાની ભગવંતોએ સામાયિકની ક્રિયાને સંવર રૂપે કહેલી છે.
Page 39 of 67