________________
ભગવંતોએ પચ્ચકખાણનું પ્રત્યક્ષ ળ કહેલું છે. ઇચ્છાઓના સંયમનો આનંદ અંતરમાં પેદા થતો જાય અને વૃદ્ધિ પામતો જાય છે એના કારણે અનુકુળ પદાર્થોની ઇચ્છાઓ એ અશાંતિનું મૂળ છે. આત્માની શાંતિમાં વિઘ્ન કરનારી છે અને આત્મામાં રહેલી શાંતિને લૂંટી લેનારી છે એવી બુધ્ધિ પેદા થતી જાય છે અને સ્થિર થતી જાય છે આ પચ્ચકખાણ આવશ્યક કહેવાય છે.
(૧) અનેક પ્રકારના પચ્ચક્ખાણો જેન શાસનમાં કહેલા છે. નાનામાં નાના પચ્ચકખાણથી શરૂ કરીને એટલે જેમકે મુઠશી, ગંઠશી, વેઢશી ઇત્યાદિ મુઠશી એટલે મુંઠીવાળીને ત્રણ નવકાર અથવા એક નવકાર ન ગણું ત્યાં સુધી ચારે આહારના ત્યાગનું પચ્ચકખાણ છે. એજ રીતે ગંઠશી = ગાંઠ, વેઢશી = વીંટી પહેરેલી હોય છે. એવી જ રીતે પોતાના શરીર ઉપર જે કોઇ અલંકાર પહેરેલા હોય જેમકે ઘડીયાળ, ચશ્મા. પહેરેલા હોય તો પોતે મનમાં ધારણા કરેકે જ્યાં સુધી ઘડીયાળ હાથ ઉપર છે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ. ચશ્મા પહેરેલા છે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ તેમજ પોતાના ગજવામાં રાખેલી હોય તેમાંથી કોઇપણ ચીજની ધારણા કરી ગજવામાં હોય ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ એટલે જ્યારે ખાવા પીવાની ઇચ્છા થાય તો એ ચીજોને બાજુમાં મુકી પછી ખાવા પીવાનું શરૂ કરવું. આ રીતે ધારણા કરીને મનથી પણ પચ્ચખાણ કરવાથી ઘણો લાભ થાય છે કારણકે વારંવાર ખાવા પીવાની ઇચ્છાવાળાને કાઢવા પહેરવા. આદિ કરતાં કંટાળો આવશે અને પછી ખાવા પીવાની ઇચ્છાઓનો સંયમ થશે તેમજ સંજ્ઞાઓનો સંયમ થશે. આવા પણ નિયમો માટે જ્ઞાની ભગવંતો કહે છેકે જે તે વખતે આયુષ્યનો બંધ પડે તો એટલે આવા નિયમના પચ્ચખાણમાં આયુષ્ય બંધાય તો નિયમા દેવલોકનું આયુષ્ય બંધાય છે આટલો મોટો લાભ છે.
આ રીતે નાનામાં નાના પચ્ચકખાણ લેવાથી પાપથી છૂટાય પાપની ભીરુતા પેદા થાય એટલે આવે અને એટલે અંશે આત્મામાં ધર્મ પેદા થાય. આ પણ મોટો લાભ છે.
(૨) નવકારશી :- સૂર્યોદય થયા પછી અડતાલીશ મિનિટ થયા પછી નવકારશીનો સમય થાય છે. જો એ સમયે એને ખાવા પીવાની ઇરછા ના હોય અને જેટલો ટાઇમ ખાધા પીધા વગરનો અધિક પસાર કરે પણ તેનું પચ્ચકખાણ ન હોવાથી તેનો લાભ થતો નથી પણ ખાવાપીવાનું પાપ લાગ્યા કરે છે તે વખતે નવકારશીના પચ્ચખાણની સાથે મુઠશી પચ્ચખાણ લીધેલું હોય તો ખાવા પીવાનું પાપ લાગતું નથી. એટલે કે નવકારશી-મુઠશી સાથે લીધેલું હોય તો જ્યાં સુધી નવકારશીના ટાઇમ પછી ખાય પીએ નહિ તો પણ તેને પચ્ચકખાણનો લાભ મળે છે. બાકી નહિ.
નવકારશીનું પચ્ચકખાણ સૂર્યોદય પહેલા ત્રણ કલાક સુધીમાં ધારેલું હોય તોજ એ પચ્ચખાણ શુધ્ધ ગણાય છે. સૂર્યોદય પછી ધારવામાં આવે નવકારશી કરે તો પણ એને નવકારશીનો લાભ મળતો નથી કારણકે એ પચ્ચખાણ અશુદ્ધ ગણાય છે. એ નવકારશી કરનારો જીવ નવકારશીના ટાઇમથી ચારે પ્રકારના આહારનો ગમે ત્યારે ઉપયોગ કરવો હોય તો ઉપયોગ કરવા માટેની છુટ્ટી થાય છે તો પણ એ જીવા આખો દિવસ આહાર કરતો નથી. એકવાર ચારે પ્રકારના આહારનો ઉપયોગ કર્યા પછી કલાક-બે કલાક-ચાર કલાક પછી એ જીવ આહારના પુદ્ગલોનો ઉપયોગ કરે છે તો કેટલા ટાઇમ સુધી આહારના પુગલોનો ઉપયોગ કર્યો નથી એ ટાઇમમાં આહાર ખુલ્લો રહેલો હોવાથી આહાર ન કરવા છતાં પણ આહારના ત્યાગનો લાભ મલતો નથી કારણ કે એનું પચ્ચખાણ કરેલું નથી એટલે કે એને આહારના ત્યાગનું પચ્ચખાણ કરેલું નથી અને એ વખતે જો આયુષ્યનો બંધ કરે તો આહારનો ત્યાગ ન કરેલો હોવાથી અંતરમાં આહારની ઇચ્છા રહેતી હોવાથી તિર્યંચ આયુષ્યનો બંધ પડી શકે છે પણ સદ્ગતિનું
Page 51 of 67