________________
ધર્મનું પ્રત્યક્ષ ફ્ળ વિરતિ છે. પરોક્ષ ફ્ળ મોક્ષ છે.
વ્યવહારથી પાલન વિરતિનું કરતા હોય પણ અંતરમાં સુખનું ધ્યેય બેઠું હોય તો તે કાયક્રિયા કહેવાય છે અને તે અધર્મ કહેવાય છે. એ ક્રિયાઓ આત્મિક ગુણ પેદા કરવામાં સહાયભૂત ન થાય.
અનાદિકાળથી સંસારને વિષે પરિભ્રમણ કરી રહલો જીવ આહારનો અભિલાષી આહારના પુદ્ગલોને મેળવવાની અને ભોગવવાની ઇચ્છાઓમાં તત્પર થયેલો લાંબાકાળ સુધી આહારની ઇચ્છામાંને ઇચ્છામાં પોતાનું જીવન જીવી રહેલો સદા માટે આહારની સંજ્ઞાવાળો હોય છે.
એક ભવમાંથી બીજા ભવમાં જતાં જો એને આહારના પુદ્ગલો ના મલી શક એવું ક્ષેત્ર પ્રાપ્ત થયેલું હોય તો આહાર વગરનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય આહાર વગર જીવો રહી શકે છે છતાં પણ અંતરમાં ઇચ્છા આહારના પુદ્ગલો કેમ જલ્દી પ્રાપ્ત થાય એ ઇચ્છાને આધીન થયેલો આહાર વગરના ત્રણ સમય પસાર કરે છે. આથી નિશ્ચિત થાય છે કે અનાદિકાળથી જીવ આહારની સંજ્ઞામાં કાળ પસાર કરતો રહે છે એ આહારની ઇચ્છા એજ પાપરૂપે છે.
જ્યાં સુધી એ પાપને પાપ રૂપે માનવાની ઇચ્છા ન થાય ત્યાં સુધી શરીર, ધન, કુટુંબની સુખાકારી રાખવા માટેના જે પાપો એ પાપોને પાપ રૂપે માનવાની તૈયારી પેદા થવા દેતા નથી અને એ બધા સુખાકારીના પાપો પ્રધાનપણે આહારની ઇચ્છાઓને આહારની સંજ્ઞાઓને પુષ્ટ કરવા માટે કામ કરતા હોય છે આથી જ્ઞાની ભગવંતોએ આહારની સંજ્ઞાઓને તેમજ આહારના પુદ્ગલોની ઇચ્છાઓનો નાશ કરવા માટે પચ્ચક્ખાણ નામનું આવશ્યક કહેલું છે.
સામાન્ય રીતે આહારના ત્રણ પ્રકાર કહેલા છે.
(૧) જ્યારે જીવ એક ભવથી બીજે ભવે જે ક્ષેત્રને વિષે ઉત્પન્ન થાય તે વખતે તે ક્ષેત્રમાં જે આહારના પુદ્ગલો મલે એ આહારના પુદ્ગલોને ગ્રહણ કરીને પોતાને જીવન જીવવામાં ઉપયોગી થાય એવા શરીરની રચના બનાવવામાં ઉપયોગ કરે છે તેને ઓજા આહાર કહેવાય છે.
(૨) શરીર બનાવ્યા પછો આહારના પુદ્ગલોને ગ્રહણ કરતો શરીરની પુષ્ટિ કરે છે. શરીરની વૃધ્ધિ કરે છે એમાં શરીરને વિષે રોમ રાજી પેદા થતી જાય છે. એ રોમરાજીથી એ આહારના પુદ્ગલો જે ગ્રહણ કરાય છે એનો લોમા આહાર કહેવાય છે.
(૩) શરીર બનાવ્યા પછી લોમા આહારથી આહાર ગ્રહણ કરતા કરતા એના સિવાયના બાકીના પુદ્ગલો ગ્રહણ કરીને શરીરને પુષ્ટ બનાવતો જાય છે અને શરીરની વૃધ્ધિ કરતો જાય છે એ લોમાહાર સિવાયના આહારના પુદ્ગલોને ગ્રહણ કરે છે તેને કવલાહાર કહેવાય છે.
આહારની સંજ્ઞાને અને આહારની ઇચ્છાઓને સંયમિત કરવા માટે જેટલા કાળ સુધી કવલાહારનો ત્યાગ થઇ શકે એ ત્યાગ કરવાનું વિધાન જૈન શાસનમાં કહેલું છે જેને પચ્ચક્ખાણ કહેવાય છે. ઓજા આહાર અને લોમાહારનું પચ્ચક્ખાણ થઇ શકતું નથી માટે જૈન શાસનમાં એના ત્યાગનું વિધાન કહેલું નથી. આ કવલાહારના ત્યાગથી ઇચ્છાઓનો સંયમ થતો ન દેખાય આહાર સંજ્ઞાનો સંયમ થતો ન જણાય તો કરેલા કવલાહારના પચ્ચક્ખાણથી અકામ નિર્જરા થતી જાય છે અને પાપાનુબંધિ પુણ્ય બંધાતુ જાય છે. આહારની ઇચ્છાઓનો જેમ જેમ સંયમ થતો જાય તેમ તેમ સંજ્ઞાઓ સંયમિત થતી જાય છે. એ સંજ્ઞાઓ સંયમિત થતાં સંસારના અનુકૂળ પદાર્થોની ઇચ્છાઓનો સંયમ કરવાની ભાવના અંતરમાં પેદા થતા પોતાની શક્તિ મુજબ પોતાને અનુકૂળ પદાર્થોની ઇચ્છાઓનો સંયમ કરતો જાય છે. આને જ્ઞાની
Page 50 of 67