________________
આથી ગુરૂની સ્તુતિ એવી રીતે કરવી જોઇએ કે પોતાના આત્માના કમો નાશ પામતા જાય અને ગુરૂ ગુણ સ્તુતિ સાંભળનારના પણ કર્મો નાશ પામતા જાય અને જીવો એમ કરતા કરતા અક્રિય બનતા જાય એટલે ચૌદમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરનારા બનતા જાય.
કહ્યું છે કે
વિણયોવયાર માણસ
ભંજણા પૂયણા ગુરૂ જણસ I તિર્થંગરાણ ય આણા
સુય ધમ્મા રાહણા ડ કિરિયા ॥૧॥
ગુરૂ ભગવતને વારંવાર વંદન કરવાથી આલોકમાં આવેલા દુઃખોને તેમજ પરલોકના દુ:ખોને એટલે જીવનમાં થયેલા પાપોને નિ વેદન કરે વંદનથી આ લાભ થાય છે.
ગુરૂ ભગવંતને પ્રશસ્ત એટલે શુભ મન, વચન અને કાયાથી વંદન કરીને પોતાના સ્મરણમાં યાદ આવતા જે કાંઇ પાપો એટલે કે સાવધ પ્રવૃત્તિ કરતા કરતા સાવધ પ્રવૃત્તિ કરવા યોગ્ય છે એમ માનીને પ્રવૃત્તિ કરેલી હોય અને એ પ્રવૃત્તિઓમાં વિશેષ રીતે જે કોઇ પાપનું સેવન થઇ ગયેલું હોય એ પાપોને સ્મરણમાં લાવીને કપટ રહિત પણે યાદ કરી કરીને ગુરૂ પાસે કહેવા અથવા પ્રગટ કરવા અને ફરીથી એવા પાપો જીવનમાં ન થાય અને માટે કાળજી રાખવી એટલે આત્માને જાગ્રત કરવો અર્થાત્ જાગ્રત કરતો થાય એને પ્રતિક્રમણ કહેવાય છે.
સવારથી ઉઠીને સાંજના સુવા ન જાય ત્યાં સુધીમાં શરીર, ધન અને કુટુંબને સુખાકારી રાખવા માટે મન, વચન, કાયાથી પ્રવૃત્તિ કરતા કરતા જે કાંઇ પાપના વિચારો કરવા પડે-પાપના વચનો બોલવા પડે અને કાયાથી પાપની પ્રવૃત્તિ કરવી પડે એ રીતે પ્રવૃત્તિ કરતા કરતા જે કોઇ આપત્તિ શરીરને વિષે આવેલી હોય એને દૂર કરવા માટે અને ભવિષ્યમાં શરીરને આપત્તિ ન આવે એના માટે તેમજ પુણ્યના ઉદયથી મળેલા ધનને વધારવા માટે એ ધન નાશ ન પામી જાય-કોઇ લઇ ન જાય-કોઇને ખબર ન પડી
જાય અને ભવિષ્યમાં હું જીવું ત્યાં સુધી મારી પાસે ટક્યું રહે અને વૃધ્ધિ પામ્યા કરે એ માટે આખા દિવસમાં જે કાંઇ પાપો કરવા પડે તે કરેલા પાપોને તથા પોતાનું ગણાતું કુટુંબ એ કુટુંબમાં જે આપત્તિ આવેલી હોય
તે
દૂર કરવા માટે અને ભવિષ્યમાં આપત્તિ કુટુંબને ન આવે એ માટે એની જોગવાઇ કરવામાં જે કોઇ આખા દિવસમાં પાપ થઇ ગયા હોય તેને માટે ગુરૂ ભગવંતને વંદન કરીને જેટલા પાપો યાદ આવે એટલા ગુરૂ પાસે નિવેદન કરીને એટલે કહીને એ પાપોની નિંદા કરે અને ગર્હા કરે અને ભવિષ્યમાં એવા પાપો મારાથી નહિ થાય એટલે કે બનશે ત્યા સુધી એવા પાપો નહિ કરૂં એનો એકરાર કરીને એ પાપોથી પાછો છે એને પ્રતિક્રમણ કહેવાય છે.
આ રીતે પાપોને યાદ કરીને ગુરૂની પાસે પાપને પ્રગટ કરતાં પાપને પાપ રૂપે માનવાની બુધ્ધિ પેદા થાય છે અને એ પાપને પાપ રૂપે માનતા પાપ ભીરૂતાનો ગુણ પેદા થતો જાય છે. અંતરમા જેમ જેમ પાપનો ડર વધતો જાય, જીવનો કપટ સ્વભાવ નાશ પામતો જાય અને સરલ સ્વભાવ પેદા થતો જાય છે. જેટલે અંશે આત્મામાં સરલ સ્વભાવ સ્થિર થતો જાય એટલે અંશે જીવ આત્મ વિકાસમાં આગળ વધતો જાય છે અને એ જીવ પોતાનાથી આત્મ વિકાસમાં આગળ વધેલા જીવોને જૂએ અને જાણે તેમ તેમ અંતરમાં આનંદ અને પ્રમોદ ભાવ પેદા થતો જાય છે એ પ્રમોદ ભાવની સાથેને સાથે વિચાર પેદા કરે છે કે હું પણ આવી રીતે
Page 14 of 67