________________
ઉત્તરોત્તર સન્ની પર્યાપ્તાના મનુષ્યના ભવોમાં દોષોને દૂર કરી ગુણ પ્રાપ્ત કરતા કરતા સંપૂર્ણ ગુણોને પ્રાપ્ત. કરી શકે છે. આને સ્વકાય સ્થિતિની વિચારણા કહેવાય છેકે આ મનુષ્ય જન્મમાં એવી રીતે પ્રયત્ન કરું કે જેથી ઉત્તરોત્તર આત્મહિત વધતું જાય અને છેલ્લામાં છેલ્લે સાતમે ભવે સિદ્ધિગતિને પામે આવી રીતે આરાધના કરવાની શક્તિ પેદા કરી આરાધના કરતો થાઉં.
પ્રાણોની વિચારણા
પ્રાણો બે પ્રકારના હોય છે. (૧) ભાવ પ્રાણ. (૨) દ્રવ્ય પ્રાણ. ભાવ પ્રાણ એટલે આત્માના ગુણો.
આત્માના ગુણો અનંતા છે એના મુખ્ય ચાર ભેદ દ્રવ્ય પ્રાણોના ચાર વિભાગને આશ્રયીને જ્ઞાની ભગવંતોએ કરેલા છે.
(૧) શુધ્ધ ચેતના, (૨) અનંત વીર્ય, (૩) અક્ષય સ્થિતિ અને (૪) અવ્યાબાધ સુખ રૂપે કહેલા છે. દ્રવ્ય પ્રાણો દશ કહેલા છે તેના ચાર વિભાગ પાડેલા છે. (૧) પાંચ ઇન્દ્રિયોનો (૨) ત્રણ બળનો (૩) આયુષ્ય અને (૪) શ્વાસોચ્છવાસ
જ્યાં સુધી દ્રવ્યપ્રાણો રહેલા છે ત્યાં સુધી ચાર પ્રકારના ભાવ પ્રાણમાંથી એકેય ભાવ પ્રાણ પેદા થઇ શકતો નથી.
પાંચ ઇન્દ્રિયોના દ્રવ્યપ્રાણોથી આત્માને ભાવપ્રાણ શુધ્ધ ચેતના રૂપે રહેલો તે દબાતો જાય છે એટલે અશુધ્ધ ચેતના રૂપે થાય છે. જેમ જેમ જીવ ઇન્દ્રિયોને આધીન થઇને જીવન જીવતો હોય છે ત્યાં સુધી હું શુધ્ધ ચેતના રૂપે છું મારું સ્વરૂપ શુધ્ધ છે એ ખ્યાલ જ નથી આવતો આથી એ ઇન્દ્રિયોની સહાય આત્માને અશુધ્ધ રૂપે બનાવી અશુધ્ધપણું એજ મારું સ્વરૂપ છે એમ લગાડે છે. ત્રણ બલ નામના પ્રાણથી અનંત વીર્ય નામનો ભાવ પ્રાણ નાશ પામે છે. એટલે દબાતો જાય છે જેમ જેમ જીવ ત્રણ બલ પ્રાણને આધીન થઇને પ્રવૃત્તિ કરતો જાય છે અને આનંદ માનતો જાય છે તેમ તેમ પોતાનો અનંતવીર્ય નામનો પ્રાણ કર્મના ભારથી ભારે થતાં જલ્દી પેદા થઇ શકતો નથી.
આયુષ્ય નામના પ્રાણથી પોતાનો અક્ષય સ્થિતિનો ગુણ સદાકાળ સ્થિર રહેવાનો જે સાદિ અનંતકાળ કહેવાય છે તે પ્રાપ્ત થઇ શકતો નથી અને શ્વાસોચ્છવાસ નામના પ્રાણના કારણે જીવનું પોતાનું અવ્યાબાધ સુખ રૂપ જે સુખ તેને પ્રાપ્ત કરી શકતો નથી એટલે કે શ્વાસોચ્છવાસની વધ-ઘટ થવી એમાં જ સુખની અનુભૂતિ કરતો કરતો વ્યાબાધા રૂપ સુખમાં જ આનંદ માનીને જીવતો હોય છે આથી અવ્યાબાધા સુખની પ્રાપ્તિ થઇ શકતી નથી.
યોનિદ્વારનું વર્ણન
રાજીપો અને નારાજી શુધ્ધ ચેતના પેદા થવા દેતી નથી.
અનાદિ કાળથી જગતમાં પરિભ્રમણ કરતો જીવ અનુકુળ પદાર્થોના રાગના કારણે અને પ્રતિકૂળ પદાર્થોના દ્વેષના કારણે જન્મ મરણના અનુબંધો પેદા કરી કરીને ચોરાશી લાખ જીવાયોનિમાં અનંતીવાર
Page 47 of 67