________________
અલ્પ બંધાય છે આવો ક્ષયોપશમ ભાવ જે પેદા થાય એને જ્ઞાન કહેવાય છે. એ જ્ઞાનને લાંબાકાળ સુધી ટકાવવાનો પ્રયત્ન કરવો એ સ્થિરતા ગુણ રૂપ ચારિત્ર કહેવાય છે.
સામાયિક = પાપને પાપ માનીને જીવવું તે.
પ્રાણાતિપાતાદિ પાંચ મુખ્ય પાપોને પાપ માનીને જીવન જીવવું એ સંયમ કહેવાય છે. અવરિતિના ઉદયકાળમાં હેયમાં હેયબુદ્ધિ રાખીને જીવવું એને પણ આંશિક સંયમ કહેવાય છે.
પાપને પાપ માનવાની બુદ્ધિ પેદા થઇ એ રૂપ જે જ્ઞાન પેદા થયું એને લાંબા કાળ સુધી ટકાવવા-સ્થિર કરવા પ્રયત્ન કરવો એ પણ સંયમ કહેવાય છે.
સંયમ = સં = સમ્યક પ્રકારે. યમ = પાંચ મહાવ્રતો. સમ્યફ પ્રકારે પાંચ મહાવ્રતો પ્રત્યે અંતરથી. ગમો પેદા થવો અને પાંચ યમના પ્રતિપક્ષી પહેલા પાંચ પાપો પાપ રૂપે માનવા એટલે માનતા પેદા થવી એને આંશિક સંયમ કહેવાય છે.
જ્ઞાન અને દર્શનના ગુણોની સ્થિરતા પેદા થવી એ પણ સંયમ કહેવાય છે. પાપની ઓળખ શ્રી અરિહંત પરમાત્માના દર્શનથી પેદા થાય છે. (૧) પાપને પાપ માનવું તે મૃત સામાયિક કહેવાય. (૨) હેયમાં હેય બુદ્ધિ રાખવી તે સમ્યકત્વ સામાયિક કહેવાય છે. (૩) બે ઘડીનું સામાયિક કરવું તે દેશવિરતિ સામાયિક કહેવાય છે. (૪) અને સર્વથા પાપનો ત્યાગ કરીને જીવન જીવવું તે સર્વવિરતિ સામાયિક કહેવાય છે.
આ રીતે પાપને પાપરૂપે માનીને જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા કરી લાંબાકાળ સુધી એ જ્ઞાનને ટકાવવાનો પ્રયત્ન કરે એવા જીવો જ્ઞાન-દર્શન-ચારિત્રવાળા સમભાવમાં પોતાનું જીવન પસાર કરે છે એમ કહેવાય છે. આ રીતે બે ઘડીનું સામાયિક કરતા કરતા આવો સમતા ભાવ લાવવા પ્રયત્ન કરવો તે સામાયિક કહેવાય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે -
અહિંસા એ પણ સામાયિક છે. સત્ય એ પણ સામાયિક છે.
અચૌર્ય એ પણ સામાયિક છે. બ્રહ્મચર્યનું પાલન એ પણ સામાયાકિ છે.
અપરિગ્રહપણું એ પણ સામાયિક છે. આ બધા એક એક પેદા થાય એ પણ સામાયિક કહેવાય છે. સામાયિકથી ચાર ગુણોની પ્રાપ્તિ થાય. (૧) પાપની પાપરૂપે માન્યતા પેદા કરવી. (૨) પાપ વ્યાપારના ત્યાગનો આનંદ પેદા થવો. (૩) ભાવના અને શ્રધ્ધા પેદા કરી સ્થિરતા લાવવી. (૪) સમતાભાવ પેદા કરવો તે.
આ રીતે સામાયિક નામનું આવશ્યક જીવ, સામાયિકનો સ્વીકાર કરે છે ત્યારે તે પહેલા આવશ્યક રૂપે શરૂ થાય છે.
Page 5 of 67.