________________
કરાવવામાં આ સામાયિક સહાયભૂત થાય છે. આવી ભાવના લાવવા માટે વારંવાર જ્યારે જ્યારે સમય મલે ત્યારે સામાયિક કરતો જાય છે અને રોજ જીંદગીભરના સામાયિકની ભાવના ભાવતો જાય છે. શાસ્ત્ર કહે છે કે સામાયિક કરતાં કરતાં જો આવા ભાવો ન આવે સાવધ પ્રવૃત્તિથી છૂટ્યો એનો આનંદ પણ પેદા ન થાય તો એ સામાયિક આત્મિક ગુણ તરફ લઇ જવામાં સહાયભૂત થતી નથી એમ કહેવાય છે.
અડતાલીશ મિનિટના સામાયિકમાં એવો આનંદ આવે કે હાશ બધી જ સાવધ પ્રવૃત્તિ કરવા અને કરાવવાથી છૂટ્યો અને એ આનંદ, બાકીના ત્રેવીશ કલાકની પાપની પ્રવૃત્તિ જીવનમાં કરવા છતાં એનો આનંદ પેદા થવા દે નહિ તો જ એ સામાયિક આત્મિક ગુણ તરફ લઇ જનારી કહેલી છે.
(આવો આનંદ પેદા કરનારા જીવોને એટલે) આવો આનંદ જેમને પેદા થયો છે એવા જીવોને આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપ સંસાર-એના વિચારો-એના વચનો અને કાયાથી એની પ્રવૃત્તિઓથી છૂટ્યાનો આનંદ થાય છે. આથી એ સઘળાયને પાપરૂપ માને છે. પાપના ફ્લ સ્વરૂપ માને છે અને પાપના અનુબંધને પેદા કરાવનાર આ જ છે એવી માન્યતા પેદા થતી જાય છે.
આથી અડતાલીશ મિનિટના સામાયિકના આનંદથી આવા પાપોથી છૂટકારો થયો એના પ્રતાપે અંતરમાં એ ભાવ પણ સાથે જ આવે છેકે જ્ઞાની ભગવંતોએ પાપથી છૂટવા માટે નિરવધ પ્રવૃત્તિ રૂપ સામાયિક કેટલું સુંદર પ્રવૃત્તિ રૂપે બતાવ્યું છે કે જે સામાયિકની પ્રવૃત્તિ જીવોને પાપથી છોડાવી પાપને પાપરૂપે મનાવવા માટે પ્રયત્ન કરાવે છે એટલે શ્રધ્ધા પેદા કરાવે છે. આવી પ્રવૃત્તિ જીંદગીભર થાય તો કેવો આનંદ પેદા થાય એવા ભાવ થાય છે આથી નિરવધ પ્રવૃત્તિ પ્રત્યે અંતરમાં શ્રધ્ધા પેદા થતી જાય છે.
જેટલી શ્રધ્ધા જીવોને સામાયિકની ક્રિયા પ્રત્યે વધતી જાય એટલી શ્રધ્ધા સાવધ પ્રવૃત્તિઓની ક્રિયાઓ પ્રત્યેથી ઘટતી જાય છે.
સામાયિકનો પહેલો ગુણ પાપનો પાપરૂપ માન્યતા પેદા કરાવનાર છે. આ પ્રત્યક્ષ ફ્ળ રૂપે ગણાય
છે.
(૧) પાપની પાપરૂપે માન્યતા પેદા થાય એટલે પાપની પ્રવૃત્તિઓ કરતાં એટલે સાવધ પ્રવૃત્તિઓ કરતાં અંતરમાં દુઃખ પેદા થતું જાય.
(૨) પાપની નિવૃત્તિની અંતરમાં શ્રધ્ધા પેદા થવી એ બીજું પ્રત્યક્ષ ફ્ળ છે.
સાવધ વ્યાપારના ત્યાગનો આનંદ અને પાપની પ્રવૃત્તિને પાપરૂપ માનીને જીવવું એટલે પાપની નિવૃત્તિની શ્રધ્ધા અંતરમાં પેદા થવી એ બીજું પ્રત્યક્ષ ફ્ળ કહ્યું છે. આત્માને પાપ વ્યાપારથી છૂટવાની ભાવના થઇ એ ભાવનાને ટકાવવા માટે સામાયિકની ક્રિયા પ્રત્યે જે શ્રધ્ધા પેદા થઇ એ ભાવના અને શ્રધ્ધાના બળે આત્મામાં જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે.
અજ્ઞાનને વશ થઇને અત્યાર સુધી જે સાવધ પ્રવૃત્તિઓ કરતો હતો તે કર્તવ્ય રૂપે માનીને જ રૂપે માનીને અને મારે કરવા યોગ્ય આજ છે હું નહીં કરૂં તો કોણ કરશે ? આવી બુધ્ધિ રાખીને કરતો હતો તે પ્રવૃત્તિઓ અજ્ઞાનથી થાય છે એમ કહેવાય છે.
આ ભાવના અને શ્રધ્ધાના કારણે અંતરમાંથી એ અજ્ઞાન દૂર થતાં જ્ઞાનનો ક્ષયોપશમભાવ પેદા થતાં સાવધ પ્રવૃત્તિઓ પોતે પાપ રૂપે છે પાપનું ફ્ળ આપનારી છે અને પાપની પરંપરા વધારનારી આજ છે. આવી બુધ્ધિ જે પેદા થાય તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જ્ઞાનની પ્રાપ્તિ થઇ એમ કહેવાય છે. આવી માન્યતા રાખીને પાપની પ્રવૃત્તિ કદાચ જીવો કરતા હોય તો એ જીવોને અશુભ કર્મોનો રસ
Page 4 of 67