________________
(૧) શ્રત સામાયિક એટલે દેશથી સામાયિક લીધા વગર વ્યાખ્યાન શ્રવણ કરવા માટે બેસે અને જ્યાં સુધી વ્યાખ્યાન પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉઠવું નહિ આવો સંકલ્પ કરીને બેસે અને વ્યાખ્યાન શ્રવણ કરે તો તે શ્રત સામાયિક રૂપે વ્યાખ્યાન શ્રવણ કહેવાય છે. એવી જ રીતે ભગવાનની આજ્ઞા મુજબ પાપને પાપરૂપ માનીને જીવન જીવે અને એ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં રહેલો હોય પાપની પ્રવૃત્તિ જીવનમાં કરતો હોય પણ એ પાપની પ્રવૃત્તિ કરતા દુ:ખ થાય-ખોટું થાય છે ન કરવાલાયક પ્રવૃત્તિ કરું છું ક્યારે એવો વખત આવે કે જેથી આ પાપ પ્રવૃત્તિ છૂટી જાય અને સંપૂર્ણ પાપની પ્રવૃત્તિઓને છોડીને ક્યારે જીવન જીવતો થાઉં એવું સત્વ પેદા કરતો ક્યારે થાઉં આવી વિચારણા કરતો કરતો પાપની પ્રવૃત્તિ કરે તો પણ એ આત્મા શ્રુત સામાયિકવાળો ગણાય છે. આવી વિચારણા લાંબાકાળ સુધી ટકાવીને ચોવીસે કલાક વિચારણા રાખવાનો પ્રયત્ન કરીને જીવન જીવે તેવા જીવોને ચોવીસે કલાક શ્રત સામાયિક રહી શકે છે અને ચોવીશે કલાક સામાયિકવાળો ગણી શકાય છે. બોલો ! આ રીતે ચોવીસે કલાક સામાયિકમાં રહીને કાળ પસાર કરવાનું મન ખરું? તો ભગવાનની આજ્ઞા મુજબ પાપને પાપ માનતા શીખવું પડે અને વિચારણા ચાલુ રાખવી પડશે !
આ સામાયિક ઘર-ઓફીસ-કુટુંબ-પરિવાર-પેસા ટકામાં રહીને પણ થઇ શકેને ? આને શ્રત સામાયિક કહેવાય એ જરૂર સમ્યકત્વ સામાયિક પેદા કરવાની શક્તિ પેદા કરાવે એટલે સત્વ પેદા કરાવે જ. જોઇએ છે ?
(૨) સમ્યક્ત્વ સામાયિક એટલે સંસારમાં રહીને પણ હેય પદાર્થમાં હેય બુધ્ધિ રાખીને જીવવું ઉપાદેય પદાર્થમાં ઉપાદેય બુધ્ધિ રાખીને જીવવું તે સમ્યકત્વ સામાયિક કહેવાય છે.
જીવ પુરૂષાર્થ કરીને મિથ્યાત્વની મંદતા કરી ગ્રંથી ભેદ કરી ઉપશમ સમકીતની પ્રાપ્તિ કરે એમાંથી ક્ષયોપશમ સમકતની પ્રાપ્તિ કરે એ ક્ષયોપશમ સમકીત જઘન્યથી એક અંતર્મુહૂર્ત ટકે છે અને ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમકાળ સુધી ટકે છે. આથી આ સમ્યકત્વ સામાયિક પણ જીવ ટકાવવાનો પ્રયત્ન કરે તો. છાસઠ સાગરોપમ કાળ સુધી ટકાવી શકે છે. કારણકે ક્ષયોપશમ સમકીતી જીવોને હેય પદાર્થમાં હેય બુદ્ધિ
પાદ્ય પદાર્થમાં ઉપાય બુધ્ધિ રહેલી જ હોય છે. આથી આ સામાયિક છાસઠ સાગરોપમ કાળ સુધી. રહી શકે છે.
આ વાત સંસારમાં રહેલા જીવો જે દેશથી કે સર્વથી સામાયિક કરી શકતા ન હોય કરવાની તાકાત ન હોય અને એ સર્વથી સામાયિક કરવાની તાકાત આવે આવી ભાવના હોય એવા જીવો માટે કહેલી છે. આજે ધર્મ કરનારા જીવોનો શ્રત સામાયિક કે સમ્યકત્વ સામાયિક આ બેમાંથી કઇ સામાયિકમાં નંબર આવે એવો છે ? જ્ઞાની ભગવંતોએ સામાયિકનો રસ્તો કેટલો સહેલો બતાવેલો છે ? કઇ સામાયિકમાં આપણે છીએ ? જેન કુળમાં જન્મ્યા-ધર્મ સામગ્રી પામ્યા-ધર્મની આરાધના કરતા કરતા કયા સામાયિકમાં નંબર આવે એવો છેકે નહિ એ હજી કાંઇ નિશ્ચિત કરી શક્યા નથી ? અને કરતા નથી ? તો કયા વિશ્વાસથી ધર્મ આરાધના કરીએ છીએ ?
Page 6 of 67.