________________
અને સંલેખનાના-૫ = ૧૨૪ અતિચાર થાય છે.
૬૦ + ૨૪ + ૧૨ + 3 + ૫ + ૧૫ + ૫ = ૧૨૪.
બાર પ્રકારની અવિરતિનું જીવન કરવા રૂપે-કરાવવા રૂપે-અનુમોદવા રૂપે મન-વચન-કાયાથી કરવા લાયક નથી એટલે સર્વથા છોડવા લાયક જ છે. આવી બુધ્ધિ અંતરમાં રાખીને અવિરતિનું જીવન જીવાય એમાં પચ્ચક્ખાણ ન હોવાથી અતિચાર લાગતો નથી. અવિરતિ છોડવા લાયક જ છે પણ છોડી શકતો નથી તેથી અતિચાર લાગતો નથી.
સમકીત સાથે અવિરતિનું જીવન જીવે એને અતિચાર ન લાગે. અવિરતિનું જીવન જીવવાનું જેને ગમે એને મિથ્યાત્વ લાગે.
અવિરતિનું જીવન સારૂં નથી માટે છોડવા લાયક જ છે એવું માનીને જીવે એજ સમકીત છે.
મિથ્યાત્વના ઉદય વગર અવિરતિનું જીવન જીવતા આનંદ આવે હાશકારો લાગે તો તે જીવનમાં
અતિચાર લાગે.
આશાઓ અને ઇચ્છાઓને સંયમિત કરવા માટે વ્રત, નિયમ, પચ્ચક્ખાણ કહેલા છે.
એકેન્દ્રિય જીવોને એક સ્પર્શેન્દ્રિયનો ઉપયોગ હોવાથી ઘણાં ઓછા પદાર્થોનો સંયોગ થાય છે છતાં પણ આશાઓ બેઠેલી હોવાથી પાંચે ઇન્દ્રિયો જન્ય પાપ લાગ્યા જ કરે છે.
જીવનમાં કોઇપણ પચ્ચક્ખાણ ન હોય તો ચૌદે રાજલોકના બધા પદાર્થોનું પાપ લાગે છે.
અનાદિ કાળથી સુખ અને આશામાં જીવન જીવી રહ્યા છો માટે અવિરતિજન્ય પાપ લાગ્યા કરે છે. અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય એ અવિરતિ. જે પદાર્થોની ઇચ્છાઓ પેદા કરાવ્યા જ કરે અને ન ભોગવ્યા હોય છતાંય પાપ લાગ્યા જ કરે.
અવિરતિથી પાપ લાગે એ ચીજ જુદી છે અને અવિરતિ ગમે એ ચીજ જુદી છે.
અવિરતિને છોડવા યોગ્ય માનીને પાપ થાય તો અતિચાર ન લાગે.
અવિરતિના જીવનમાં સ્હેજ પણ આનંદ આવે તો તરત જ અતિચાર લાગે. ऋतु
; અને પ્રાજ્ઞ જીવોને અનુકૂળ પદાર્થોમાં ગમો કે પ્રતિકૂળ પદાર્થોમાં અણગમો ન હોય. વ્રત, નિયમ, પચ્ચક્ખાણ પણ જીવને આર્તધ્યાન ન થાય એ રીતે જ લેવાનું વિધાન કહેલું છે. કારણ કે નિયમ વગેરેથી આત્માની સમાધિ જોવાની છે અને સમાધિ ભાવમાં જીવને રાખીને સદ્ગતિ સધાવવાનો ભાવ છે અથવા મોક્ષે પહોંચાડવાનો ભાવ છે. નિયમ આદિ ગ્રહણ કરતાં કે કર્યા પછી આર્તધ્યાન થઇ જાય અથવા આર્તધ્યાન વધતું જતું હોય કે જે નિયમ આદિથી દુર્ગતિમાં જવાય એવું હોય તો તે વખતે ગીતાર્થ ગુરૂ ભગવંતોએ એ વ્રત નિયમાદિમાં શું કરવું એ અવશ્ય વિચારવા યોગ્ય છે. કારણ કે સદ્ગતિનો નાશ થાય એવા વ્રતાદિ જૈન શાસનમાં હોતા નથી. કહેલા નથી.
જે પદાર્થો મલે તેમાં સંતોષ થવા ન દે અને જે પદાર્થો ન મળ્યા હોય તેમાં અસંતોષ પેદા કરાવીને ઇચ્છાઓને પેદા કરાવે (જન્માવે) એવા જે પાપ તે અવિરતિ કહેવાય છે.
પ્રશસ્ત કષાયો પેદા કરીને પ્રશસ્ત ઇચ્છાઓ જેટલી વધારે કરે એ આત્માને કલ્યાણ કરનારી હોવાથી એમાં પાપ લાગતું નથી.
કારણકે મોટા ભાગના તીર્થંકરના આત્માઓ ચોરાશી લાખ પૂર્વના આયુષ્ય લઇને જન્મે છે. ત્ર્યાશી લાખ પૂર્વ વર્ષ સુધી સંસારમાં રહે છે એ જીવોની પાસે ઉત્કૃષ્ટ પુણ્યના પ્રતાપે દુનિયાની સારામાં સારી
Page 18 of 67