________________
જીવોને સાંજે પાણહારનું પચ્ચખાણ લેવાનું હોય છે પણ ચોવીહાર લેવાનું હોતું નથી.
નવકારશી કરનારે સાંજે સૂર્યાસ્ત પહેલા ત્રણ કલાક સુધીમાં જમવાના આહારનો ત્યાગ ન કર્યો. હોય તો સાંજે પ્રતિક્રમણ વખતે ચોવીહારનું પચ્ચખાણ કરવાનું હોય છે અથવા પાણી રાતના વાપરવાનું હોય તો તિવિહારનું પચ્ચકખાણ કરવાનું હોય છે. કોઇ જીવોને દવા લીધા વગર અસમાધિ થતી હોય તો દવા ને પાણી લેવા માટે દુવિહારનું પચ્ચખાણ કરવાનું હોય છે.
(૨) બિયાસણાના પચ્ચખાણવાળા જીવોને પહેલુ બિયાસણું સવારે અથવા બપોરે કરેલું હોય તો પહેલુ બિયાસણું કરીને ઉઠતા મુઠસી પચ્ચખાણ કરવાનું હોય છે અને બીજુ બિયાસણું સાંજે કરવા બેઠો હોય અને ભાણા ઉપર જમતા જમતા પાણી પીને પૂર્ણ કરતા સૂર્યાસ્ત થાય એટલે ઉક્યા પછી પાણી વાપરવાનું ન હોય અથવા પાણી વાપરવાનો ટાઇમ ન રહે તો તે વખતે ચોવીહારનું પચ્ચખાણ કરવાનું હોય છે એ જીવોને પાણહારનું પચ્ચખાણ કરવાનું નથી.
અને બીજુ બિયાસણું બપોરે કે સાંજે પૂર્ણ કર્યા પછી ભાણા ઉપરથી ઉઠીને પાણી પીવાનો ટાઇમ રહ્યો હોય અને પાણી પીએ પછી પચ્ચખાણ કરવાનું હોય તો સાંજે સૂર્યાસ્ત વખતે અથવા પ્રતિક્રમણના ટાઇમે પાણહારનું પચ્ચખાણ કરવાનું હોય છે.
બિયાસણાવાળા જીવો સાંજે ચોવીહાર પચ્ચકખાણ જે કરે છે તેઓને ઠામ ચઉવીહાર પચ્ચખાણ ( બિયાસણું) કહેવાય છે.
(૩) જે જીવોએ એકાસણાનું પચ્ચખાણ કર્યું હોય અને જમીને એટલે એકાસણું કરીને ઉઠતા. તિવિહારનું પચ્ચખાણ કરવાનું હોય છે એટલે એક પાણીનો આહાર ખુલ્લો રાખ્યો છે તે સૂર્યાસ્ત સુધીમાં ગમે તેટલી વાર ગમે ત્યારે પાણી પી શકે છે અને સાંજે અથવા પ્રતિક્રમણના ટાઇમે પાણહારનું પચ્ચકખાણ કરવાનું હોય છે.
જે જીવોએ એકાસણું કરીને ઉઠતાં એટલે જમ્યા પછી ઉઠીને સૂર્યાસ્ત સુધીમાં પાણી પીવું ન હોય અથવા ન પીધું હોય તો સાંજના અથવા પ્રતિક્રમણના ટાઇમે ચઉવીહારનું પચ્ચખાણ કરવાનું હોય છે એ જીવોને પાણહાર પચ્ચખાણ કરાય નહિ. જો પાણહાર કરે તો દોષ લાગે આ ઠામ ચઉવીહાર એકાસણું કહેવાય છે.
(૪) જે જીવોએ આયંબિલ કર્યું હોય અથવા આયંબિલ કરીને ઉક્યા પછી તિવિહાર કર્યો હોય તો સૂર્યાસ્ત સુધીના ટાઇમમાં ગમે ત્યારે ગમે તેટલી વાર પાણી પી શકે છે અને ઉઠતી વખતે ચઉવીહાર કર્યો હોય તો સાંજે અથવા પ્રતિક્રમણના ટાઇમે ચઉવિહારનું પચ્ચખાણ કરવાનું હોય છે તે ચઉવિહારના પચ્ચકખાણવાળાને ઠામ ચઉવિહાર આયંબિલ કહેવાય છે.
(૫) જે જીવોએ ઉપવાસ કર્યો હોય એ ઉપવાસમાં સૂર્યાસ્ત સુધીના ટાઇમમાં પાણી વાપર્યું હોય તો સાંજે પાણહારનું પચ્ચખાણ પાણીના આહારના ત્યાગ માટે કરવાનું હોય છે અને ઉપવાસમાં સવારથી જેઓએ ચઉવિહાર ઉપવાસ કર્યો હોય તો સવારથી ચારે પ્રકારના આહારનો ત્યાગ હોવાથી સાંજના ચઉવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરવાનું હોય છે.
આ રીતે જીવ પોતાની શક્તિ મુજબ આહાર ત્યાગનું પચ્ચખાણ કરીને ઇરછા નિરોધ કરવાનો પ્રયત્ન કરતો જાય છે જેમ આહાર ત્યાગના પચ્ચખાણ કહેલા છે તેમ અપ્રશસ્ત કષાય ત્યાગના પણ પચ્ચકખાણ જૈન શાસનમાં કહેલા છે. અપ્રશસ્ત રાગાદિ પરિણામના ત્યાગના પચ્ચખાણ પણ કહેલા છે
Page 53 of 67