________________
એમ એક વર્ષમાં પાંચે પ્રકારના પ્રતિક્રમણ કરવાનું વિધાન કહેલું છે. (૩) ક્યાય પ્રતિક્રમણ :
ક્રોધ-માન-માયા અને લોભ આ ચાર કષાય.
આખા દિવસમાં અનુકૂળ પદાર્થો મેળવવા માટે, ભોગવવા માટે, વધારવા માટે, સાચવવા માટે, ટકાવવા માટે અને ન ચાલ્યા જાય એની કાળજી રાખવા માટે કોઇ જોઇ ન જાય અને લઇ ન જાય એની કાળજી રાખવા માટે તેમજ પ્રતિકૂળ પદાર્થો પ્રાપ્ત થયા હોય તો તે દૂર કરવા માટે ભવિષ્યમાં પ્રતિકૂળતા ન । આવે તેની કાળજી રાખવા માટે જે જરૂર પડે તે કષાયોનો ઉપયોગ કરીને પોતાનું જીવન જીવાય છે એને અપ્રશસ્ત કષાયવાળું જીવન કહેવાય છે.
આત્મિક ગુણ પેદા કરવાના હેતુથી, મોક્ષનો અભિલાષ પેદા કરવાના હેતુથી, મોક્ષનો અભિલાષ પેદા થયેલો હોય તો તેને ટકાવવાના હેતુથી, મોક્ષમાર્ગમાં આગળ વધવાના હેતુથી, અનુકૂળ પદાર્થોના રાગને ઓળખવા માટે, ઓળખીને એનાથી સાવધ રહીને જીવન જીવવા માટે અને મોક્ષમાર્ગના પરિણામોને નહિ પેદા થવા દેવામાં વિઘ્ન રૂપ જે અનુકૂળ પદાર્થોનો રાગ એને દૂર કરવાના હેતુથી તથા અનુકૂળ પદાર્થોનો રાગ ઘટાડવાના હેતુથી જે કષાયોની જરૂર પડે એ કષાયોનો ઉપયોગ કરીને જીવન જીવાય તે પ્રશસ્ત કષાયવાળું જીવન કહેવાય છે.
જીવનમાં જે કાંઇ અપ્રશસ્ત કષાય થઇ ગયા હોય તેનો મિચ્છામિ દુક્કડં દેવાય છે અને ીથી અપ્રશસ્ત કષાય ન થઇ જાય તેની કાળજી રાખીને એના પાપથી પાછા ફરવાને માટે કષાય પ્રતિક્રમણ કહેલું છે.
પ્રશસ્ત કષાયો જેટલા લાંબાકાળ સુધી ચાલે એનું પ્રતિક્રમણ કરવાનું હોતુ નથી કારણકે એ કષાયો આત્મિક ગુણોને પેદા કરવામાં સહાયભૂત થાય છે અને સંસારમાં જન્મ મરણનો નાશ કરવામાં પણ ખુબ જ ઉપયોગી બને છે માટે એનું પ્રતિક્રમણ કરવાનું હોતુ નથી.
કષાયોનો ઉદય ધ્રુવોદયી કહેલો છે. એક એક અંતર્મુહૂર્ત અંતમુહૂતૅ ક્રોધ-માન-માયા-લોભ પરાવર્તમાન રૂપે ઉદયમાં ચાલ્યા જ કરે છે. નવમા ગુણસ્થાનક સુધી એ પરાવર્તમાન રૂપે ઉદયમાં સતત રહ્યા જ કરે છે છતાં પણ જ્યાં સુધી પ્રમાદ હોય અથવા પ્રમાદ આવવાની સંભાવના હોય ત્યાં સુધીમાં અપ્રશસ્ત કષાયનો ઉપયોગ થાય એનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. અપ્રમત્ત ગુણસ્થાનકોમાં રહેલા કષાયોનું પ્રતિક્રમણ હોતું નથી તેમજ પ્રશસ્ત કષાયોનું પણ પ્રતિક્રમણ હોતું નથી દશમા ગુણસ્થાનકે એક લોભ નામના કષાયનો ઉદય હોવાથી પરાવર્તમાન રૂપે કષાય કહેલો નથી. આથી આપણને તો હાલમાં કષાયનો ઉદય તો રહેવાનો જ છે એક ક્ષણ પણ કષાયના ઉદય વિનાની હોતી નથી તો શું કરવું ? માટે જ જ્ઞાની ભગવંતો કહે છેકે અપ્રશસ્ત કાયનો ઉદય ચાલે છે એને પ્રયત્ન કરીને પ્રશસ્ત કષાય રૂપે બનાવવો જોઇએ એટલે કે પુરૂષાર્થ કરીને અનુકૂળ પદાર્થોનો રાગ આત્મિક ગુણોને વિષે વિઘ્ન રૂપ બને છે એ કષાયોને દૂર કરીને તથા કષાયની સહાયથી જ અનુકૂળ પદાર્થોના રાગનો ઢાળ બદલી નાખવો જોઇએ. એટલે બદલવાનો પ્રયત્ન કરવો જ જોઇએ. દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે રાગ પેદા કરતા કરતા રાગ વધારતા વધારતા અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ ઘટાડવો જ જોઇએ. તોજ એ કષાયો પ્રશસ્ત રૂપે બનીને આત્મિક ગુણોને પેદા કરવામા સહાયભૂત થતા જાય અને જીવ આત્મિક ગુણોમાં આગળ વધતો વધતો એ કષાયોથી
Page 20 of 67