________________
ગુણસ્થાનકમાં રહેલા જીવોને કદાચ અશુભ લેશ્યા પેદા થાય તો તે મધ્યમ અને જઘન્ય રૂપે પદા થાય છે. પહેલા ગુણસ્થાનકે મોક્ષમાર્ગમાં દાખલ થતા મોક્ષના અભિલાષવાળા જીવોને અને એમાં આગળ વધતા જીવોને શુભ લેશ્યા હોય છે. કોઇકવાર મોક્ષમાર્ગમાં આગળ વધતા જીવોને અશુભ લેશ્યા જઘન્ય કે મધ્યમ પરિણામવાળી આવી શકે છે અહીં આવશ્યક સૂત્રો બોલનાર-સાંભળનાર જીવોને શુભ પરિણામ રહેલા હોય છે. અશુભ પરિણામ આવી ન જાય એની કાળજી રાખે છે અને કોઇવાર અશુભ પરિણામ-વિચાર આવી જાય તો ટકી ન શકે એની કાળજી રાખે છે એ રીતે અશુભ પરિણામ પેદા ન થાય-પેદા થયેલા ટકે નહિ અને દૂર થાય એની કાળજી રાખીને આવશ્યક કરતાં સૂત્રો બોલવા અને સાંભળવા તે તલ્લેશ્યા લોકોત્તર આવશ્યક કહેવાય છે.
શુભ પરિણામમાં દાખલ થવાનો પ્રયત્ન કરો તેના સંસ્કાર પાડો તો જીવ સંવર અને નિર્જરામાં દાખલ થઇ શકે છે.
ક્રિયા કુલાચારથી થાય છે પણ તે કરતા કરતા જો રસ પડવા માંડે તો જરૂર આનંદ આવે.
દરેક ક્રિયાના અનુષ્ઠાનો શુભ પરિણામોથી કરા અને એ રીતે કરવા જરૂર પ્રયત્ન કરો અશુભ પરિણામો આવી જાય તો તેને આધીન ન થાવ જોકે આમ કરવું ઘણું દુષ્કર છે પણ પરિણામ સુધારવા માટે આજ કરવું પડશે.
શુભ પરિણામ લાવવા સૂત્ર મોટેથી બોલવું. ન આવડે તો મનને સાંભળવામાં એકાગ્ર કરવું.
પ્રતિક્રમણના સૂત્રો બોલતા કે સાંભળતા આલોકના સુખની સુખાકારીની ઇચ્છાઓ જેમકે શરીર સારૂં છે. કુટુંબમાં તકલીફ નથી, શાંતિ છે ઇત્યાદિ. એવી જ રીતે શરીરમાં વ્યાધિ એટલે રોગાદિ થયેલા. હોય તેને દૂર કરવાની વિચારણાઓ-કુટુંબમાં કોઇને અશાતા હોય તે દૂર કરવાની વિચારણાઓ કરવી. તેમજ પરલોકના સુખની ઇચ્છાઓથી ક્રિયાઓ કરવી એ અશુભ વિચારણાઓ કહેવાય છે. આવી. વિચારણાઓથી થતી ક્રિયાઓ તલ્લેશ્યા વાળી ક્રિયાઓ ગણાતી નથી. આ વિચારણાઓ સિવાયની આત્મિક ગુણોની પ્રાપ્તિ થાય એવી વિચારણાઓ રાખીને નિરાશસભાવે સૂત્રો બોલતા હોય અથવા સાંભળતા હોય તો તે તફ્લેશ્યા વાળું લોકોત્તર આવશ્યક કહેવાય છે.
આ રીતે કરવાથી આત્મિક ગુણોને નુક્શાન કરનાર પેદા ન થવામાં વિઘ્ન કરનાર એવા જે અશુભ કર્મો તીવ્રરસવાળા હોય તે જરૂરથી નાશ પામે છે તેમજ ગુણોને વિષે સ્થિરતા પેદા કરાવે છે આથી અનુકૂળ પદાર્થોના સુખમાં લીન થવા દેતા નથી. વૈરાગ્યભાવ પેદા કરાવી આત્મિક ગુણોનો આંશિક આનંદ પેદા કરાવ્યા વગર આ ક્રિયા રહેતી નથી. તારનારી ચીજો પ્રત્યે રાગ વધારવાનો પ્રયત્ન કરો અને ડૂબાડનારી ચીજો પ્રત્યેનો રાગ ઓછો કરો તોજ નિરાશસભાવ પેદા થશે.
(૪) તદ્ગત અધ્યવસાય :- આવશ્યક સૂત્રો બોલતા અને સાંભળતા અશુભ લેશ્યાના પરિણામનો ત્યાગી થાય છે અને શુભ લેશ્યાના પરિણામવાળો બને છે. એ રીતે વારંવાર કરતા કરતા શુભા પરિણામની સ્થિરતા પ્રાપ્ત થાય એટલે જીવ જે સૂત્ર બોલતો હોય અથવા જે સૂત્રો સાંભળતો હોય તે સૂત્રોના ઉપયોગમાં એટલે કે એના શબ્દોમાં એવા જ અધ્યવસાયવાળો બને છે એટલે કે એ સૂત્રોના શબ્દોને વિષે મનને એકાગ્ર કરવું, મનની સ્થિરતા પ્રાપ્ત કરવી તે તગત અધ્યવસાય કહેવાય છે.
શરીરનો રાગ અને શરીરની સુખાકારીનો આનંદ જીવને સારા પરિણામ પેદા થવા દેતો નથી. ઉપયોગપૂર્વક ક્રિયા કરવામાં ન આવે તો સંવરની ક્રિયા આશ્રવની બની જાય છે.
Page 37 of 67