Page #1
--------------------------------------------------------------------------
________________
શ, વાચનાના
8ાવણના પૂજ્યપાદ0 જાણUCIES, દી,વિ, અમરગુપ્તાજૂથ્વી, વાણિdી
પૂ.આ.ભ.શી.વુિં. શ કી , ઘી,
(: USIRIS શ્રીઅનેકાન્ત પ્રકાશના જેનરીલિજીસટ્રસ્ટ
Page #2
--------------------------------------------------------------------------
________________
અંશ, વાચનાના
: વાચનાદાતાઃ
પૂજ્યપાદ સ્વ. આ.ભ.શ્રી.વિ. અમરગુપ્ત સૂ.મ.સા. ના શિષ્યરત્ન પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ.
: MSIRIS :
શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલિજીઅસ ટ્રસ્ટ
Page #3
--------------------------------------------------------------------------
________________
અંશ, વાચનાના ? આવૃત્તિ - દ્વિતીય : નકલઃ ૧૦૦૦
વિ. સં. ૨૦૫૯ : આસો વદ ૨
: પ્રાપ્તિસ્થાન : શા. સૂર્યકાન્ત ચતુરલાલ વિજયકર કાંતિલાલ ઝવેરી મુ. પો. મુરબાડ (જિ. ઠાણે)
પ્રેમવર્ધક ફલેટ્સ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી અમદાવાદ- ૩૮૦૦૦૭
સાંદભાઈ આર. શાહ ૫, નવરત્ન લેટ્સ નવા વિકાસગૃહ માર્ગ પાલડી- અમદાવાદ-૭
જતીનભાઇ હેમચંદ શાહ કોમલ', છાપરીયા શેરી, મહીધરપુરા, સુરત - ૩૯૫૦૦૩.
મુદ્રણ વ્યવસ્થા :
કુમાર ૨૦૩, કેન્ટ ટાવર, ટી. પી. એસ. રોડ નં. ૫૧, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨.
ફોન : ૩૧૦૭૮૫૪૦
Page #4
--------------------------------------------------------------------------
________________
અમારા મનની વાત...
અનાદિકાળથી આપણું સંસારભ્રમણ ચાલી રહ્યું છે. આપણું અજ્ઞાન એટલું ગાઢ છે અને સંસારનો રાગ એટલો તીવ્ર છે કે આપણા એ સંસારભ્રમણની આપણે ચિંતા રાખી નથી. અનંતજ્ઞાની મહાપુરુષો આપણા સંસારભ્રમણની ચિંતા કરીને એનો અંત લાવનારા ઉપાયો ફરમાવી ગયા છે. વર્તમાનમાં એ ઉપાયો આપણા સુધી પહોંચાડનારા અનેક સુવિહિત ગીતાર્થ મહાપુરુષો વિદ્યમાન છે પરંતુ એ મહાપુરુષોનો જ સંપર્ક થાયએવો પુણ્યોદય બધા જીવોનો હોતો નથી. કારણ કે આપણા આત્માની ચિંતા કરનારા એવા મહાપુરુષોની સાથે, એમના જેવા દેખાતા બીજા પણ એવા ગુરુઓ' વર્તમાનમાં ઘણી મોટી સંખ્યામાં મળી જતા હોય છે કે જેમને આપણા આત્માની ચિંતાને બદલે આપણી બીજી બધી ચિંતાઓ થયા કરતી હોય છે. આપણા આત્માની ચિંતા સિવાયની આપણી બીજી બધી (સાંસારિક) ચિંતા કરનારા “ગુરુ” સાચા ગુરુ નથી-એ આપણે બરાબર સમજી લેવાની અને યાદ રાખવાની જરૂર છે. આપણા આત્માની આવી હિતચિંતા કરનારા સાચા ગુરુભગવંતો પોતાની દેશનામાં આપણો ભવરોગ મટાડનારા ઉપાયો ફરમાવતા હોય છે. આપણે રાજી થઈએ કે નારાજ થઈએ-તેની ચિંતા કર્યા વિના, આપણે સાજા કેમ થઈએ-તે જ તેમની દેશનાનું ધ્યેય હોય છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
અમારા પુણ્યોદયે આવા જ એક સાચા હિતચિંતક મહાપુરુષનો અમને પરિચય થયો. તેઓશ્રીની માર્ગશુદ્ધ અને વેધક વાચનાદિના શ્રવણથી અમને અમારી યોગ્યતાનુસાર જે લાભ થયો-તે વિચારતાં, અન્ય આરાધકો પણ શ્રી જિનવાણીનો શુદ્ધ પરિચય પામીને આત્મકલ્યાણના ભાગી બને-એવી ભાવનાથી તે ઉપકારી મહાપુરુષ પ.પૂ.આ. શ્રીમદ્ વિજય ચન્દ્રગુણસૂરીશ્વરજી મ.સા.ની વાચનાના આ અંશોનું પ્રકાશન કરીએ છીએ. આ પૂર્વે આ પુસ્તકની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન થયેલું હતું. પરંતુ હવે તે અલભ્ય બનવાથી પૂ. સા. શ્રી મણિપ્રભાશ્રીજી મ.ની પુણ્યસ્મૃત્યર્થે આ બીજી આવૃત્તિનું પ્રકાશન કરીએ છીએ.
વિ.સં. ૨૦૫૯ના આ.સુ. ૬ : બુધવાર: તા. ૧-૧૦૦૩ની રાત્રે ૧૦-૦૫ કલાકે મલાડ-ઈસ્ટ રત્નપુરીમાં પૂ.સા. શ્રી મણિપ્રભાશ્રીજી મ. સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં છે. હાલારના ચેલા(જામનગર) ગામમાં જન્મેલાં પોતાના ૯૦ વર્ષના જીવનકાળમાં પ૬ વર્ષની સંયમજીવનની નિર્મળ આરાધનાને કરી તેઓશ્રી પોતાના આત્માનું કલ્યાણ સાધી ગયાં. તેઓશ્રીના સંયમજીવનની આરાધનાની અનુમોદનાર્થે આ પુસ્તકનું પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
લિ.
શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રિલીજીયસ ટ્રસ્ટ
Page #6
--------------------------------------------------------------------------
________________
અંશ, વાયગાળા
* આ સંસારના સુખ ઉપરથી નજર ખસે અને ભગવાનના
શાસન ઉપર નજર ઠરે ત્યારે ધર્મ કરવાની લાયકાત આવે. * આપણે મનુષ્ય થઈને જૈનકુળમાં જન્મ્યા છીએ તે સંસારમાં
રહીને મોજશોખ કરવા માટે નથી જન્મ્યા; સાધુ થવા માટે જમ્યા છીએ, સાધુ ન થવાય ત્યાં સુધી શ્રાવકધર્મ પાળવા માટે જન્મ્યા છીએ. ધર્મ કરવાના બદલે સુખ ભોગવવા માટે આ મનુષ્યપણાનો ઉપયોગ કરવો એ તો મૂર્ખાઈભર્યો ધંધો છે.
‘આપણા સુખ ખાતર અને આપણું દુઃખ દૂર કરવા માટે કોઈ પણ જીવને દુઃખ નથી આપવું આવી ભાવના જેની હોય તે જ જીવ ધર્મ કરવા માટે લાયક ગણાય.
* આ સંસારમાં આપણને દુ:ખ પડે છે માટે સંસાર નથી .
છોડવાનો. આ સંસારમાં રહીને બીજાને દુ:ખ આપ્યા વગર જીવી શકાતું નથી માટે સંસારનો ત્યાગ કરવાનું ભગવાને કહ્યું છે. આપણે બીજાના દુઃખનો વિચાર કરતા નથી, માટે સંસારમાં મજા આવે છે. જે બીજાના દુઃખનો વિચાર કરે તે સંસારમાં મજેથી જીવી ન શકે, એ તો સંસારથી ભાગી છૂટવાના પ્રયત્નમાં હોય.
Page #7
--------------------------------------------------------------------------
________________
* પરપીડાજેવું આ દુનિયામાં બીજું કોઈ પાપ નથી અને પરપીડાના ત્યાગસ્વરૂપ સાધુપણા જેવો આ દુનિયામાં કોઈ ધર્મ નથી.
આપણા ઘરમાં જે જે લોકો જન્મ્યા છે, આવ્યા છે તે આપણું મોઢું જોઈને નથી આવ્યા; તેમના કર્મના યોગે અજાણપણે આપણે ત્યાં આવી ગયા છે. આ રીતે અજ્ઞાનપણે બીજી બીજી ગતિમાંથી એક ઘરમાં ઉત્પન્ન થયેલા લોકોને અજ્ઞાનને વશ પડેલો જીવ ‘આ મારા છે, મારા હિતને કરનારા છે.’ એવું માને છે, તેમના પોષણ માટે અઢારે પ્રકારનાં પાપસ્થાનકો સેવે છે, તેમના દુ:ખે દુ:ખી થાય છે, તેમના સુખે સુખી થાય છે. જે આપણા નથી તેને આપણા પોતાના માનીને તેમના માટે પાપ કરવાં, એ જેવી-તેવી મૂર્ખાઈ છે ?
* આપણને સુખ કે દુ:ખ આપનાર; કોઈ વ્યક્તિ કે વસ્તુ નથી, આપણું પોતાનું કર્મ જ છે. આમ છતાં કર્મને બદલે તે તે વ્યક્તિને કે તે તે વસ્તુને સુખદુ:ખ આપનાર માની તેની પ્રત્યે રાગદ્વેષ કરવા-એ તો એકમાત્ર અજ્ઞાન અને મિથ્યાત્વનો જ વિલાસ છે. જે પોતાના સુખદુ:ખમાં પોતાના કર્મને જ કારણ માને તે રાગ અને દ્વેષથી બચી શકે, સમાધિથી જીવી શકે.
૨
Page #8
--------------------------------------------------------------------------
________________
* આપણા ઘરના લોકો પણ આપણને દુ:ખ આપતા હોય તો તે આપણા નસીબના ખેલ છે : એમ સમજીને આપણે તેમના પર ગુસ્સો નથી કરવો, તેમને એક શબ્દ નથી કહેવો. દુ:ખ પાપથી આવે છે, આ દુઃખ મારા પાપે આવ્યું છે. પાપ મેં જાતે કર્યું છે તો તેનું ફળ પણ મારે ભોગવી લેવું છે, હવે આઘાપાછા નથી થવું. હવે ફરી એવું પાપ કરવું ન પડે એ રીતે જીવન જીવવા તૈયાર થવું છે..” આવા વિચાર કરે તો સંસારમાં કર્મબંધથી બચાય અને આ રીતે દુઃખ ભોગવવા તૈયાર થયેલા વહેલી તકે સાધુપણું લેવા માટે પણ તત્પર બન્યા વિના ન રહે.
* આ સંસારના સ્વરૂપનો જે વાસ્તવિક રીતે વિચાર કરે તેને
આ સંસારથી ખસવાનું મન થયા વિના ન રહે. આ દુનિયામાં આપણને જે જે અનુકૂળતા આપનારા છે તે બધા જ આપણી ઉપર લાગણી ધરાવે છે માટે આપે છે એવું નથી. એ તો પોતાના કર્મને આધીન થઈને પ્રવૃત્તિ કરનારા છે. પુણ્યનો ઉદય અને તેવા પ્રકારના કર્મનો યોગ છે ત્યાં સુધી આ બધા સંબંધો છે. કર્મના અનુબંધ પૂરા થયા પછી કાં તો એ લોકો જતા રહેશે, કાં તો આપણે જવું પડશે અથવા તો બંન્ને સાથે હોવા છતાં સંબંધ તૂટી જશે. આવા અનિત્ય સંબંધો ખાતર આપણે આપણી જિંદગી વેડફી નથી નાંખવી અને જે સંબંધ કાયમ માટે રહેવાનો છે એવા ધર્મના સંબંધ
Page #9
--------------------------------------------------------------------------
________________
માટે પ્રયત્ન કરવો છે... આટલું જ નક્કી થાય તો આ ઘડીએ સંસાર છોડવાનું મન થયા વિના ન રહે.
* સંસારના સુખની આસક્તિ(લાલસા) માણસને ધર્મથી દૂર
ખસેડે છે.
* સર્વ જીવો પ્રત્યે મૈત્રીના બદલે તિરસ્કારનો ભાવ હોય, દીનદુઃખી કે હિનગુણી પ્રત્યે કરુણાના બદલે નઠોરતા હોય, ગુણીજન પ્રત્યે પ્રમોદને બદલે ઈષ્ય જાગે અને અયોગ્યપાપી જીવોની ઉપેક્ષા કરવાના બદલે તેમના પ્રત્યે દ્વેષ જાગે: તો એ આપણા હૈયામાં ધર્મના અભાવને સૂચવે છે.
* ગૃહસ્થપણાના ધર્મની શરૂઆત ઉદારતાપૂર્વકના દાનથી થાય
છે અને પૂર્ણાહુતિ સર્વવિરતિ(સાધુપણા)ની પ્રામિથી થાય
છે.
* લાખો કે કરોડોના ખરચે બંધાવેલા પણ જે બંગલામાં દેવને
સ્થાન ન હોય, સુપાત્ર(સાધુ-સાધ્વી)ને દાન ન હોય અને દીનદુઃખી-અતિથિનું ઉચિત સન્માન ન હોય તે ઘર ભોગીનું કહેવાય, ધમનું નહિ. * પહેલાના કાળમાં શ્રીમંતોના ઘરની આસપાસ યાચકો (ભિખારી) ફરતા, અને એ તેમનું ભૂષણ મનાતું. આજે તો આ શ્રીમંતોના ઘરની બહાર કૂતરાં બાંધેલાં હોય ને બે ચોકીદાર રાખેલા હોય ! પૈસાથી શ્રીમંત બનેલા પણ હૈયાના પણ
Page #10
--------------------------------------------------------------------------
________________
હોય ત્યારે આવી જ દશા હોય ને ? * અત્યારે અનીતિ કરીને પુષ્કળ પૈસો ભેગો કરનારા એ યાદ
નથી રાખતા કે-આ પૈસો અત્યારની અનીતિથી નથી મળ્યો, ભૂતકાળના પુણ્ય મળ્યો છે. બાકી અત્યારે જે અનીતિનું પાપ ક્યું છે તેનું ભયંકર ફળ ભવિષ્યમાં ભોગવવાનું બાકી જ છે. ભવિષ્ય સામે નજર કરતા નથી માટે અત્યારે પાપ કરવામાં મજા આવે છે, ભવિષ્યનો વિચાર કરે તો અત્યારે પાપની મજા મર્યા વગર ન રહે.
* ધર્મ, સંસાર સુખેથી ચાલે એ માટે નથી કરવાનો પરંતુ સંસાર છૂટી જાય એ માટે અને સંસાર છોડવાની ભાવના જાગે એ માટે કરવાનો છે.
* ધર્માત્મા તેને કહેવાય કે જે દુઃખ ટાળવાને બદલે દીનતા ટાળવા માટે મહેનત કરે અને દુઃખની દીનતા તે ટાળી શકે કે જે સુખમાં લીન ન બને.
* ધર્મ કરવાથી સારું થાય-એવું બોલવાના બદલે ધર્મ કરવાથી
સારા થવાય-એવું માનવાની જરૂર છે. દેરાસરમાં જઈને “ભગવાન ! મારું ભલું કરજો-એમ કહેવાને બદલે “ભગવાન ! મને ભલો કરજે” એમ માગવાની જરૂર છે.
“ધર્મથી સંસારનું સુખ મળે છે અને દુ:ખ ટળે છે’-એમ માનવું, એ સાચી શ્રદ્ધા નથી. “ધર્મથી પાપ જાય છે અને
Page #11
--------------------------------------------------------------------------
________________
આત્માના ગુણો પ્રગટે છે, ધર્મથી સંસાર જાય છે અને મોક્ષ મળે છે, ધર્મથી દુઃખનો દ્વેષ જાય છે અને સુખ પ્રત્યે વિરાગ
જાગે છે. એમ માનવું, એ સાચી શ્રદ્ધા છે. * સાધુપણાનો બધો ધર્મ કેવળજ્ઞાન પામવા માટે છે તેમ શ્રાવપણાનો બધો ધર્મ સાધુપણું પામવા માટે કરવાનો છે. શ્રાવકને દરેક ધર્મક્રિયા કરતી વખતે એક જ ભાવ હોય કે ક્યારે આ સંસારને છોડીને સાધુ થઉં ?' તમે જે થોડોઘણો ધર્મ કરો છો તે સાધુ થવા માટે કરો છો કે સંસારમાં સેટ થવા માટે કરો છો ? * સંસારમાં રહીને પણ ધર્મ કરી શકાય છે માટે ભગવાને
શ્રાવકધર્મ બતાવ્યો છે-એવું નથી. જેઓ સંસારનો ત્યાગ કરી સાધુ થઈ શકતા નથી તેવાઓ અધર્મ કરીને સંસારમાં રખડી ન પડે તે માટે ગૃહસ્થપણામાં થોડોઘણો ધર્મ બતાવ્યો. ગૃહસ્થપણામાં ધર્મ અને અધર્મ બન્ને સાથે હોય, એકલો ધર્મ તો સાધુપણામાં જ હોય. જેને સાધુ થવું ન હોય તેના માટે શ્રાવકધર્મ નથી, જે સાધુ થઈ શકતા ન હોય તેના માટે શ્રાવકધર્મ છે. તમે સંસારમાં રહ્યા છો તે સાધુ થવું નથી
માટે રહ્યા છો કે સાધુ થઈ શકતું નથી-માટે રહ્યા છો ? * ધર્મ દુઃખ ટાળવા માટે નથી કરવાનો, પાપ ટાળવા માટે
કરવાનો છે. પાપ કરવાના અવસરે આઘોપાછો થાય, પણ પાપનું ફળ(દુઃખ) ભોગવવાના અવસરે આનાકાની ન કરે
Page #12
--------------------------------------------------------------------------
________________
તેનું નામ ધર્માત્મા.
* સંસારનાં સુખો ભૂંડાં તરીકે અનુભવાય પછી જ સંસાર
છોડવો-એવું માનનારા સંસાર છોડી નહિ શકે. સાકર મીઠી હોવા છતાં ડાયાબિટિસવાળા તેનો ત્યાગ કરે છે તે તેમને કડવી લાગે છે માટે કરે છે કે કડવાં ફળ આપે છે માટે કરે છે ? તેમ સંસારનાં સુખો ભલે અત્યારે ગમે તેટલાં મીઠાં લાગતાં હોય, પણ ભગવાન કહે છે કે તેનાં ફળ કડવાં છે; તો ભગવાનનું કહ્યું માનીને સંસારથી ખસી જવું છે કે કડવાં ફળ ચાખવા સંસારમાં જ બેસી રહેવું છે ?
* સંસારના સુખના રસિયા ક્યારે ય ધર્મ પામી પણ ન શકે
અને આરાધી પણ ન શકે. તેથી જ ભગવાને આ દુનિયાના જીવોને શાસનના રસિયા બનાવવાની ભાવના ભાવી. આપણા ભગવાન અને આપણા ગુરુ આપણા હિતની ચિંતા કરે, આપણા સુખની નહિ. આપણને સુખ કેમ મળે અને આપણું દુઃખ કેમ ટળે-એની ચિંતા આપણા ભગવાને ય ન કરે ને ગુણ્ય ન કરે. આપણો સંસાર કેમ છૂટે અને આપણે સાધુ થઈને મોક્ષે કેમ પહોંચીએ તેની ચિંતા કરે-તે
આપણા ભગવાન અને તે જ આપણા ગુરુ. * આ સંસારમાં દુઃખ છે એમ માનીને આજ સુધી આપણે સંસારમાં રહીને દુઃખ ટાળવાનો પુરુષાર્થ કર્યો પણ હજુ સુધી દુઃખ ટળ્યું નથી. જ્યારે ભગવાન કહે છે કે આ સંસાર
Page #13
--------------------------------------------------------------------------
________________
પોતે જ દુઃખરૂપ છે. આથી દુઃખ ન જોઈતું હોય તેણે સંસારને કાઢવા માટે મહેનત કરવી જોઈએ. સંસારમાં છીએ ત્યાં સુધી દુઃખ આવવાનું, આવવાનું ને આવવાનું જ. સમુદ્રમાં પડેલો ભીંજાય નહિ, એ બને ? ઉકરડામાં બેસેલાને દુર્ગધ ન આવે, એ બને ? દાવાનળમાં રહેલો દાઝે નહિ, એ બને ? નહિ ને ? તો સંસારમાં રહે તેને દુઃખ ન આવે, એ કેમ બને ? સંસારમાં રહીને દુઃખ ટાળવું, એ તો સમુદ્રમાંથી પાણી ઉલેચવાનો, ઉકરડામાંથી દુર્ગધ ટાળવાનો અને દાવાનળમાંથી અગ્નિ દૂર કરવા જેવો ધંધો છે. આજ સુધી દુઃખ ટાળવા માટે જેટલી મહેનત કરી એટલી મહેનત જો સંસાર કાઢવા માટે કરી હોત તો આપણે ક્યારના ય મોક્ષે પહોંચી ગયા હોત. * જે વસ્તુ આજે નહિ તો કાલે જવાના સ્વભાવવાળી છે અને એ ન જાય તોય જેને આપણે તો છોડીને જ જવાનું છે તેના માટે આપણું હિત ભૂલી જવું, આપણું કર્તવ્ય ચૂડી
જવું, એ જેવી-તેવી મૂર્ખાઈ છે ? * જે પોતાની જાતને ઓળખે, પોતાના દોષોને દોષરૂપે માને તેને આ સંસારમાં રહેવાનું ફાવે નહિ. આજે આપણને સંસારમાં રહેવાનું ફાવે છે એનું કારણ એ છે કે આપણે આપણી ખામીઓને ખૂબી માની બેઠા છીએ. જો આપણી ખામીઓ ખામીરૂપે લાગે તો આપણા માથે સ્વામી(ગુરુ)
Page #14
--------------------------------------------------------------------------
________________
રાખવાનું મન થયા વિના ન રહે. * જેને દોષોથી બચવું ન હોય તે પોતાના દોષોનો બચાવ કરે.
જેને બચવું હોય તે ભૂલનો બચાવ ન કરે, ભૂલની કબૂલાત
* જેમને મોક્ષમાં જવું નથી અને સંસારમાં જ સેટ થવું છે
એવા લોકો ધર્મ કરે તોય પોતે તો ન સુધરે પણ ધર્મને ય બગાડ્યા વિના ન રહે.
* આપણો સ્વભાવ એવો હોવો જોઈએ કે ગમે તે માણસ
આપણને આપણી ભૂલ બતાવી શકે. કોઈ પોતાને એક પણ અક્ષર ન કહી શકે એ ધર્માત્મા માટે શરમજનક છે, ગૌરવનો વિષય નથી.
૪ ભૂતકાળમાં પુણ્ય કરીને આવ્યા હોઈશું તો આ ભવ તો કદાચ મજેથી પસાર થઈ જશે, પરંતુ આ જીવન માત્ર પાપ કરવામાં જ પૂરું કરીશું અને ભગવાનની આજ્ઞા મુજબના ધર્મ તરફ નજર પણ નહિ માંડીએ તો ભવિષ્ય કેવું ભૂંડું
સર્જાશે-એ કાંઈ કહી શકાય એવું નથી. * આપણને આપણા સંસારના સુખમાં સહાય કરનારાઓને આપણે મિત્ર માનીને ફરીએ છીએ પરંતુ શાસ્ત્રમાં એવા લોકોને પથ્થરની શિલાની ઉપમા આપી છે. સમુદ્રમાં તરતી વખતે પથ્થરની શિલા ગળે વળગાડે તે તરે કે ડૂબે ?
Page #15
--------------------------------------------------------------------------
________________
* લોકોના હૈયામાં પોતાનું માનસન્માન વધે તેવો પુરુષાર્થ કરવો-એ શાસનપ્રભાવના નથી, જાતપ્રભાવના છે. ભગવાનનું શાસન લોકોના હૈયે વસે તેવો પુરુષાર્થ કરવો તેનું નામ શાસનપ્રભાવના. * જે બીજાની સમાધિનો વિચાર કરે તેને સમાધિ મળે. જે બીજાને દુઃખી કરે તે પોતે સુખી ક્યાંથી થઈ શકે ? આપણને સમાધિ જોઈતી હોય તો બીજાને અસમાધિ ન થાય તે રીતે જીવતાં શીખી લેવું.
* આપણે પુણ્યના આધારે નથી જીવવું, સમજણના આધારે
જીવવું છે. પુણ્યથી મળેલ સુખો, અનુકૂળ સંયોગો ઓચિંતાના ક્યારે જતાં રહેશે એ કાંઈ કહી શકાય એવું નથી. એવા વખતે આપણી સમજ કામે લગાડીએ તો જ શાંતિ ને સમાધિથી જીવી શકાય એવું છે અને પુણ્યના ઉદય વખતે ય જો સમજણના આધારે જીવીએ તો અશાંતિ થવાનો વખત જ ન આવે.
* સુખ જવાથી અને દુઃખ આવવાથી અસમાધિ થાય છે એવું નથી. સુખ જોઈએ છે ને દુઃખ જોઈતું નથી” આ પરિણામના કારણે અસમાધિ થાય છે. તેથી, સુખ જેટલું ઓછું પડે તેટલું પૂરું કરવા મથવું અને દુઃખ આવતાંની સાથે કાઢવા મંડી પડવું-એ સમાધિ મેળવવાનો ઉપાય નથી. સુખની
Page #16
--------------------------------------------------------------------------
________________
આશા મૂકીને દુ:ખ ભોગવવા તૈયાર થવું, એ સમાધિ મેળવવાનો ઉપાય છે. ‘જે સુખ નથી મળ્યું તે જોઈતું નથી, જે મળ્યું છે તેય જાય તો પરવા નથી અને દુ:ખ ગમે તેટલું આવે તોય ચિંતા નથી. ભગવાનનું શાસન મળ્યું છે, ગમે તેવા સંયોગોમાં જીવતાં આવડે છે. મારા ભગવાને સુખ છોડ્યું ને દુ:ખ સામેથી ઊભું કરીને ભોગવ્યું; મારા ગુરુ પણ સંસારનાં સ્વાધીન સુખોને છોડીને પોતાની ઈચ્છાથી દુ:ખ ઊભું કરી-કરીને વેઠે છે. હું તેમની જેમ સુખ છોડી ન શકું ને દુ:ખ ઊભું કરીને ન વેઠું-એ બને પણ સુખ ચાલ્યું જાય અને દુ:ખ આવે તો રોવા બેસું-એ કેમ ચાલે ?’... આવા વિચારો કરીએ તો સમાધિ આપણી હથેળીમાં જ છે.
* જે બીજાના અનુભવથી સુધરે તે નસીબદાર, જે પોતાના અનુભવથી સુધરે તે કમનસીબ અને જે પોતાના અનુભવે પણ ન સુધરે તે મહામૂર્ખ.
* માત્ર પ્રવૃત્તિ બદલવાથી ધર્મ ન આવે, હૈયું બદલાય તો ધર્મ આવે. ધર્મક્રિયાઓ કરવાથી કદાચ ધર્મી કહેવાઈશું પણ ધર્મી બનવું હશે તો હૈયું સુધારવું પડશે. હૈયામાં સુખ ભોગવવાની ઈચ્છા ઠાંસી-ઠાંસીને ભરી મૂકેલી હોય તો હૈયામાં ધર્મ પેસે ક્યાંથી ?
* દુ:ખ ટાળવાની અને સુખ ભોગવવાની લાલચમાંથી બધાં પાપસ્થાનકો ઊભાં થાય છે.
૧૧
Page #17
--------------------------------------------------------------------------
________________
* બુદ્ધિ અને હૈયું નિર્મળ બન્યા વગર કરેલો ધર્મ કામ નહિ
લાગે અને બુદ્ધિ અને હૈયાને નિર્મળ બનાવવા માટે સારામાં સારો ઉપાય એક જ છે કે રોજ સુગુરુ પાસે એકાગ્રચિત્તે જિનવાણીનું શ્રવણ કરવું.
* ધર્મદેશના(વ્યાખ્યાન); નવરા છીએ માટે નથી સાંભળવાની, કંઈક પામવા માટે સાંભળવાની છે. પામવાની ભાવનાપૂર્વક દેશના સાંભળી હોય તો ચોક્કસ પરિણામ સુધર્યા વગર ન રહે.
આપણું કલ્યાણ કરનારા ત્રણ લોકના નાથ એવા ભગવાન અને નિગ્રંથ(ત્યાગી) ગુરુઓ મળ્યા પછી પણ તેમની આજ્ઞામાં રહેવાના બદલે આપણું અકલ્યાણ કરનારા ઘરના લોકોની આજ્ઞામાં રહેતા હોઈએ તો આપણા જીવતરમાં ધૂળ પડી : એવું તમને નથી લાગતું ?
દુનિયાના લોકો ખોટું પણ બોલતા હોય છે, આવું જાણવામાનવા છતાં લોકોની વાત માનીને પ્રવૃત્તિ કરવા તૈયાર થઈ જઈએ છીએ. જ્યારે અનંતજ્ઞાની ભગવંતો ક્યારેય જૂઠું બોલતા નથી એવું માન્યા પછી પણ તેમના વચન મુજબ પ્રવૃત્તિ કરવા માટે આપણે તૈયાર નથી : આ આપણી કેવી વિચિત્ર દશા છે ?
* જે દિવસે મન દુ:ખ વેઠવા તૈયાર થશે તે દિવસે શરીર પણ
૧૨
Page #18
--------------------------------------------------------------------------
________________
દુ:ખ વેઠવા તૈયાર થઈ જશે. આજે ધર્મને ઉપાદેય (સારો) માનનારા પણ ધર્મ કરવામાં પાછા પડતા હોય તો તે મોટેભાગે મનની નબળાઈના કારણે પાછા પડે છે, શરીરની અશક્તિના કારણે નહિ. જેની પાસે સત્ત્વ(મનની શક્તિ) હોય તેને શક્તિ ઓછી ન પડે.
* સાધુભગવંતની દેશના સંસાર પ્રત્યે, સુખ પ્રત્યે રાગ વધે એવી ન હોય. સંસારના સુખની ઈચ્છા મરી જાય, સંસાર ઉપર નિર્વેદ(કંટાળો) આવે એવી દેશના સાધુભગવંત આપે. ગમે તેવો સુખનો લાલચુ પણ સાંભળે તોય એક વાર તો સંસારના સુખ ઉપરથી નજર ખસી જાય એવી દેશના સાધુભગવંતની હોય. જે સાધુઓ પોતાની પાસે આવેલા જીવોની નજર સુખ ઉપરથી ખસે એવો ઉપદેશ આપવાને બદલે એ સુખનો રસ પોષાય એવો ઉપદેશ આપે તે ભગવાનના સાધુ નથી. તેવાઓ તો માત્ર વેષ(સાધુના કપડા)ને ધારણ કરીને લોકોને ભરમાવનારા ઠગારા છે.
* વ્યાખ્યાન સાંભળીને જાઓ ત્યારે તમે શું સાંભળ્યું-એ કહી શકો ખરા ? નાના છોકરાઓ સિનેમા જોઈને આવે તો ત્રણ ક્લાક જોયેલા સિનેમાની અડધો ક્લાક કોમેન્ટ્રી આપે. આજે તમે કલાક-દોઢ કલાક સાંભળેલું વ્યાખ્યાન દસ મિનિટ પણ કહી શકો ખરા ? જો ન કહી શકો તો તમે સાંભળવા આવો છો–એમ કઈ રીતે મનાય ?
૧૩
Page #19
--------------------------------------------------------------------------
________________
જે આપણું દુ:ખ દૂર કરવાની વાત કરે તે આપણા ગુરુ નહિ, જે આપણું અજ્ઞાન દૂર કરી આપે તે આપણા ગુરુ. અજ્ઞાન એ મોટામાં મોટું દુ:ખ છે અને જ્ઞાનમાં જ બધું સુખ સમાયું છે. તેથી સંસારમાં આવતાં દુ:ખો દૂર કરવાના બદલે આપણું અજ્ઞાન ટાળે અને સંસારનાં સુખોને બદલે આગમનું જ્ઞાન આપે : એ જ સાચા ગુરુ.
* અત્યાર સુધી આપણે સંસારમાં રખડીએ છીએ તે ધર્મ ન કરવાના કારણે રખડીએ છીએ-એવું નથી. ધર્મ કરવા છતાં આપણી ઈચ્છા મુજબ કરવાના કારણે રખડીએ છીએ. આ રખડપટ્ટી ટાળવી હશે તો આપણી ઈચ્છાઓને બાજુ પર મૂકી ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવા માટે તત્પર બન્યા વગર નહિ ચાલે.
મન સુધાર્યા વગર ધર્મ કરવાની શરૂઆત કરી હોવાથી આપણે ધર્મને સુધારવાની(સગવડિયો કરવાની) શરૂઆત કરી છે. મન સુધારીને અથવા મન સુધારવા માટે ય જો ધર્મ કરવાની શરૂઆત કરી હોત તો ધર્મને અનુકૂળ(સગવડિયો) બનાવવાને બદલે ધર્મને અનુકૂળ બનવાનો પ્રયત્ન ચાલુ હોત.
* ભગવાનની આજ્ઞાના પ્રેમમાંથી સાચી સમજ આવે છે.
* ‘ભગવાનજેવું આ દુનિયામાં કોઈ નથી' એવું જે દિવસે હૈયે
૧૪
Page #20
--------------------------------------------------------------------------
________________
લાગશે તે દિવસે ભગવાનનાં દર્શનમાં ભાવ આવશે. જે ભગવાનનું દર્શન કરે તેનો સંસાર લાંબો ન હોય. પરમાત્મા સંસારથી તારે છે એમ માનીને દર્શન કરે તેણે પરમાત્માનાં દર્શન ક્યાં કહેવાય. પરમાત્મા સુખ આપે છે એમ માનીને દર્શન કરે તેણે તો સુખ આપનારનાં દર્શન કર્યા કહેવાય, પરમાત્માનાં નહિ.
* જે પોતાના પુણ્ય કરતાં અધિક અપેક્ષા રાખે તેને અસમાધિ થયા વગર ન રહે. જે પોતાના પુણ્યથી અધિક ન ઈચ્છે તે સમાધિમાં આવે અને જે પોતાના પુણ્યમાં જેટલું હોય તેની પણ અપેક્ષા ન રાખે તે પરમસમાધિમાં ઝીલતો હોય.
* સંસારનાં સુખો દુઃખથી મિશ્રિત(યુક્ત) છે એવું જાણ્યા પછી ડાહ્યો માણસ એ સુખ છોડી દેવા મહેનત કરે કે એ સુખમાંથી દુઃખ કાઢવા મહેનત કરે ? નાના છોકરાને પણ એટલી ખબર પડે છે કે ધૂળભેગી થયેલી પીપરમીટ મોઢામાં ન મુકાય. આપણામાં એટલી ય સમજ નથી રહી માટે જ દુ:ખથી સડેલાં સુખોની પાછળ દોડીએ છીએ ને ?
* આજે ધર્મ પરિણામ ન પામતો હોય તો તે સરળતાના
અભાવે. નાના છોકરાને પાપ કરીએ તો દુઃખી થઈએ, રાત્રે ખાઈએ તો નરકમાં જઈએ, કાગડા થઈએ..' વગેરે સમજાવીએ તો તે કોઈ પણ જાતની દલીલ કર્યા વગર સ્વીકારી લે છે, કારણ કે તેનામાં સરળતા છે. જ્યારે આ
Page #21
--------------------------------------------------------------------------
________________
જ વાત મોટાઓને કહીએ તો દલીલ કરે કે ‘જેટલા રાત્રે ખાય તે બધા નરકમાં જાય ? આ જૈનેતરો બધા જ નરકમાં જવાના ?’... આવી વક્રતાના કારણે આજે ધર્મ પરિણામ પામતો નથી. નાના બાળકોના જેવી સરળતા જ્યારે આવશે ત્યારે ધર્મ હૈયામાં પરિણમશે.
* ‘સહન થતું નથી’ એ બોલવા કરતાં ‘સહન કરવું છે’ એવું નક્કી કરી લઈએ તો સમતા અને સહનશીલતા આવ્યા વગર ન રહે. દુ:ખ કેટલું પડે છે એ જોવા કરતાં પાપ કેટલું કર્યું છે-એનો વિચાર કરીએ તો સહનશક્તિ ખીલે.
* જેઓ મોક્ષે જવા નીકળ્યા હોય તેઓ હંમેશાં ઉપર ચઢનારના દાખલા લે, નીચે ઊતરનારના નહિ. કોઈને સુખ ભોગવતો જોઈને સુખ ભોગવવાનું મન થાય પણ કોઈને આરાધના કરતો જોઈને આરાધના કરવાનું મન થાય ? ધર્મ કરતી વખતે પણ કોઈને બેઠાં બેઠાં ક્રિયા કરતો જોઈને બેસવાનું મન થાય, પણ કોઈને ઊભાં ઊભાં એકાગ્રચિત્તે ક્રિયા કરતો જોઈને ઊભા થવાનું મન થાય ? આપણી પ્રવૃત્તિ આપણા મનનો ઢાળ કઈ તરફ છે-તે જણાવે છે. જેને મોક્ષે જવાની ઈચ્છા મંદ હોય તે નબળાં આલંબનો લે, જેની મોક્ષની ઈચ્છા ઉત્કટ હોય તે તો સારાં આલંબનો જ લે.
* વેપારી માણસને ક્ષણે ક્ષણે જેમ પૈસાનું લક્ષ્ય હોય તેમ નાનો કે મોટો ધર્મ કરનાર ધર્માત્માને ક્ષણે ક્ષણે ભગવાનની
૧૬
Page #22
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનું લક્ષ્ય હોય. તેના કારણે જ તેનો થોડો પણ ધર્મ તેને આ સંસારથી ખસેડી મોક્ષની નજીક લઈ જનારો બને
છે.
* આપણી ઈચ્છા મુજબ જીવવાના કારણે કદાચ સુખ મળશે પણ તેમાં આપણું કલ્યાણ નહિ થાય જ્યારે ભગવાનની આજ્ઞા મુજબ જીવવામાં સુખ ન લાગે તો ય તેમાં આપણું કલ્યાણ ચોક્કસ સમાયેલું છે. ઈચ્છામાં સુખ ભલે લાગતું હોય પણ કલ્યાણ તો આજ્ઞામાં જ છે. આપણને સુખની ઈચ્છા છે કે કલ્યાણની ? સુખ એ કલ્યાણનું કારણ નથી
જ્યારે કલ્યાણ સાચા સુખનું કારણ છે. આપણે સુખની આશાથી સંસારમાં રહ્યા છીએ જ્યારે ભગવાને આપણા કલ્યાણની ચિંતા કરીને આ સંસારમાંથી ભાગી છૂટીને મોક્ષે જવા માટે ધર્મ બતાવ્યો. આપણે શું કરવું છે ? સુખની આશાથી સંસારમાં જ ભટકવું છે કે આ લોક અને પરલોક : બન્ને લોકમાં કલ્યાણ કરે એવા ધર્મમાર્ગે વળવું છે ? * ધર્મ, બીજાને ઉપદેશ આપવા માટે નથી, આપણી જાતને સમજાવવા માટે છે. વ્યાખ્યાનમાં સાંભળેલી કઈ વાત કોને લાગુ પડે છે એ વિચારવાના બદલે કઈ વાત મને લાગુ પડે છે-એ વિચારવાની જરૂર છે. વ્યાખ્યાનની વાત બીજાને સમજાવી શકે અને પોતાની જાતને ન સમજાવી શકે તો તેનો શો ફાયદો ? આપણી જીભમાં અને માથામાં જોર ઘણું છે
Page #23
--------------------------------------------------------------------------
________________
પણ કાંડામાં જોર નથી. બીજાના હૈયાને હચમચાવી મૂકનારા પોતાના હૈયાને હલાવી ય ન શકે તો એ શું કામનું ? મહાપુરુષો અનેકના તારણહાર બનતા પણ પોતાના આત્માને તારવાનું ચૂકતા નહિ. તેમનું મન વધારે કામ કરતું અને વચન(વાણી)નો ઉપયોગ તેઓ ઓછો કરતા. આપણું મન તો લગભગ કામ કરતું નથી અને વચન કામ કર્યા વગર રહેતું નથી, એટલે જ ઠેકાણું પડતું નથી.
* આ સંસારમાં આપણે આપણા આ મનુષ્યભવની પૂર્વના અને પછીના ભવોનો વિચાર જ કરતા નથી. જો આપણા ભૂતકાળના અને ભવિષ્યના ભવો વિશે સમજપૂર્વક વિચાર કરવામાં આવે તો ‘મારે મોક્ષે જ જવું છે, મોક્ષ સિવાય મારે કાંઈ જોઈએ જ નહિ, આ સંસારમાં ચારે ગતિમાં હવે રખડવું નથી. આ સંસારને છોડીને મોક્ષે જવા માટે જે કાંઈ દુ:ખ વેઠવું પડે તે વેઠી લઈને પણ મારે મોક્ષ મેળવવો જ છે.’ આવું થયા વિના ન રહે. જો આવું થાય તો સંસારમાં કોઈ સુખની ઈચ્છા રહે નહિ ને સંસારના સુખથી આઘા ને આઘા રહેવાનું મન થાય. પરંતુ આ રીતે પોતાની જાતનો વિચાર કરવાની ફુરસદ જ ક્યાં છે ?
* કેટલો પૈસો મળે તો જન્મ, જરા(વૃદ્ધાવસ્થા) અને મરણનું દુઃખ ટાળી શકાય ? અને આ દુ:ખ ન ટળે તો સુખ ક્યાંથી મળે ? જે પૈસામાં આ સંસારના જન્માદિનાં દુ:ખોને
૧૮
Page #24
--------------------------------------------------------------------------
________________
ટાળવાની અને સુખ આપવાની તાકાત નથી, એવા પૈસા ઉપર રાગ કેવો? જે આ રીતે વિચારી પૈસા ઉપરના રાગને દૂર કરવા તૈયાર થયો હોય તે જ પૈસાનો સદુપયોગ પણ કરી શકે અને ત્યાગ પણ કરી શકે. *મૃત્યુને નજર સામે રાખીને જીવે તેને સંસારના સુખમાં
આનંદ ન આવે. પારધીની જાળમાં રહેલાં હરણનાં બચ્ચાંને સુમધુર સંગીત સાંભળવામાં આનંદ આવે ખરો ? * આ ભવમાં આપણે દીક્ષા ન લીધી તો આપણું મનુષ્યપણું
એળે ગયું-એવું તમને લાગે છે ? જો આવું લાગે તો જ સાધુભગવંત પ્રત્યે બહુમાન જાગે. આજે સાધુ-સાધ્વી ભગવંત પ્રત્યે બહુમાન ન જાગતું હોય કે તેમની પ્રત્યેના બહુમાનમાં જે કાંઈ ઊણપ આવતી હોય તે આ ભાવનાની
ખામીને કારણે જ. * રોજ દેરાસરમાં શ્રી વીતરાગપરમાત્માને અને ઉપાશ્રયમાં પૂ. સાધુભગવંતોને જોવાના એટલા માટે કે તેમને જોવાથી આ સંસારનું સુખ ભુલાઈ જાય, આપણા સંસારના સુખના રાગ ઉપર ઘા પડે અને એને ઘસારો લાગ્યા કરે. આપણા ભગવાન અને આપણા ગુરુ કેવા ? સંસારનાં સુખ ભુલાવે એવા દુ:ખને ગમાવે એવા! પાપને છોડાવે એવા! સાધુ બનાવે એવા !
Page #25
--------------------------------------------------------------------------
________________
* જેને મન સંસારના સુખની કિંમત ન હોય અને જે પોતાના
કર્મે આવેલાં દુ:ખોને વધાવી લેતાં શીખે તે ધર્મ સારી રીતે કરી શકે અને આ રીતે ધર્મ કરનારો જીવ ક્રમે કરીને એવા સ્થાને પહોંચે છે કે જ્યાં દુ:ખનું નામ ન હોય અને સુખનો પાર ન હોય.
* સારા માણસો તેને કહેવાય કે જેમનું હૈયું પણ એવું હોય અને વર્તન પણ એવું હોય કે જેને લઈને એમનું ભવિષ્ય ભૂંડું સર્જાવા ન પામે, પણ સારું જ સર્જાવા પામે. સંયોગો સારા હોય કે નરસા હોય, આપણે સારા બન્યા રહેવું-એ આપણા હાથની વાત છે. આપણે સારા બની જઈએ તો ખરાબ સંયોગો પણ આપણા માટે સારા બની જાય અને આપણે ખરાબ હોઈએ તો સારા સંયોગોને પણ આપણા માટે ખરાબ બનાવી દઈએ-એવું બને.
* આજે સંસારનાં દરેક ક્ષેત્રોમાં થાક્યા વગર પુરુષાર્થ કરનારા મોક્ષની સાધના કરતાં વાતવાતમાં થાકી જતા હોય તો તેનું કારણ શું ? સંસારનો થાક નથી લાગ્યો-એ ! જે સંસારના પરિભ્રમણથી થાક્યા હોય તેમને ધર્મની-મોક્ષની સાધનામાં થાક ન લાગે, ઊલટું જેમ જેમ કષ્ટ પડતું જાય તેમ તેમ તેમનો ઉલ્લાસ વધ્યા કરે.
સંસારનાં સુખો પણ પુણ્યથી મળે અને સંસારથી તારનારા દેવગુરુધર્મનો યોગ પણ પુણ્યથી મળે : તમને કયું પુણ્ય
૨૦
Page #26
--------------------------------------------------------------------------
________________
ગમે ? તમને સુખ મળ્યાનો આનંદ છે કે ધર્મ મળ્યાનો ? સંસારના સુખની સામગ્રી આપનાર પુણ્યમાં આનંદ પામવો એ પાપનું કારણ છે અને ધર્મસામગ્રી આપનાર પુણ્યમાં આનંદ પામવો એ ગુણનું કારણ છે.
અર્થ(પૈસા) માટે અને કામ(મોજમજાહ) માટે આ લોકમાં જેઓ અનીતિ, કરચોરી વગેરે પાપ કરવામાં રસ ધરાવે છે અને તક મળે તો અનીતિ વગેરે પાપ કરીને પૈસો મેળવી લે છે અને ઉપરથી આ રીતે અનીતિ કરીને પૈસો મેળવ્યો તેમાં પોતાની હોશિયારી અને બડાઈ માને છે, એવા અનીતિખોરોને પરલોક્માં ચપ્પણિયું લઈને માંગતાં પણ ભીખ નહિ મળે. અન્યાય કરવાથી, કાળાંધોળાં કરવાથી, પ્રપંચ કરી, ખોટું બોલીને કમાવાથી કે લાભ મેળવવાથી લાભાંતરાયકર્મ જોરદાર બંધાય છે. ને જેને લાભાન્તરાય કર્મનો ઉદય જોરદાર હોય તેને ભીખ માંગતાં પણ ભીખ ન મળે. ઉદાર માણસો પણ તેમના માટે અનુદાર જેવા બની જાય છે.
* પુણ્યથી જે સુખ ન મળ્યું હોય તેને ઈચ્છે નહિ અને જે સુખ મળી ગયું હોય તેને છોડવા માટે મથે તેનું નામ ધર્માત્મા. ધન્નાજી, શાલિભદ્રજી વગેરેએ પુણ્યથી મળતાં સુખો મેળવવાની ઈચ્છા કરી ન હતી અને મળી ગયેલાં એ સુખોને છોડવા માટે મહેનત કર્યા વગર તેઓ રહ્યા નથી, આથી જ
૨૧
Page #27
--------------------------------------------------------------------------
________________
તેઓ મહાત્મા થઈ પરમાત્મા બની શક્યા. ક લોકોમાં માન મેળવવું છે, વટ પાડવો છે માટે પૈસા ખરચવા
એ સંપત્તિનું પ્રદર્શન અને ધનની મમતા ઉતારવા માટે પૈસા
ખરચવા તે સંપત્તિનો સદુપયોગ. * જેમાં આપ્યા પછી પાછું મેળવવાની ભાવના ન હોય તેમ
જ માન મેળવવાની પણ ભાવના ન હોય તે જ સાચું દાન કહેવાય. જે પૈસાને કચરાજેવો તુચ્છ માને તે જ સાચું દાન કરી શકે. ક્યરો નાખતી વખતે પાછો મેળવવાની કે માન મેળવવાની ભાવના હોય છે ? પૈસાને કીમતી માનનાર ઉદારતાપૂર્વક દાન ન આપી શકે. * દાન આપ્યા પછી પ્રગટ કરવાથી દાનનું ફળ નાશ પામે છે. નામ માટે કે માન માટે પૈસો આપવો-એ દાનધર્મ નથી, સોદો છે. નામ માટે દાન આપનારનું દાનનું પુણ્ય તો, નામનું પાટિયું મરાતાંની સાથે કે નામ જાહેર થતાંની સાથે જ પૂરું થાય છે. દાન તો આ ચાર ગતિમય સંસારથી છૂટીને મોક્ષે જવા માટે આપવાનું છે; દેવલોકનાં સુખો મેળવવા, સંસારમાં સુખી થવા કે દાનેશ્વરી-ધમ કહેવડાવવા માટે નથી આપવાનું. * અનાદરપૂર્વક આપવું, વિલમ્બે આપવું, વિમુખ થઈને
મોટું બગાડીને આપવું, વિપરીત એટલે કે કડવાં વચનો
Page #28
--------------------------------------------------------------------------
________________
બોલીને આપવું અને આપ્યા પછી પશ્ચાત્તાપ કરવો: આ પાંચ દાનનાં દૂષણો છે. * દાન આપતી વખતે આંખમાં આનંદ-હર્ષનાં આંસુ આવે,
શરીર રોમાંચિત થાય, હૈયામાં બહુમાનભાવ-સંસારથી નિસ્તરવાનો ભાવ- હોય, પ્રિય વચન બોલીને અપાય અને આપ્યા બાદ અવસરે અવસરે તેની મનથી અનુમોદના
કરાય : આ પાંચ દાનનાં ભૂષણો છે. * સુપાત્રદાન આપતી વખતે એક બાજુ દેય(આપવાયોગ્ય). વસ્તુની ધારા હોય, બીજી બાજુ આંખમાં હર્ષનાં આંસુની ધારા વહેતી હોય અને હૈયામાં તરવાના ભાવની ધારા વહેતી હોય : આ ત્રણ ધારા ભેગી થાય તો ધર્મવૃક્ષ એવું સીંચાય કે જેથી મોક્ષફળ વહેલી તકે પ્રાપ્ત થાય.
* ધર્મ આઠ પ્રકારનાં કર્મોની નિર્જરા કરવાના આશયથી કરવાનો છે. વર્તમાનમાં આ આશયથી ધર્મ કરનારા કેટલા મળે ? તમે ધર્મ ક્યા ઈરાદે કરો છો ? તમને અષ્ટપ્રકારી પૂજા કરવાનું અને અમને અષ્ટ પ્રવચનમાતાનું પાલન કરવાનું ફરમાવ્યું છે તે પણ આઠ કર્મોને દૂર કરીને આઠ પ્રકારના સિદ્ધના ગુણો પામવા માટે ફરમાવ્યું છે. જ્યાં સુધી આઠ કર્મને દૂર કરીને આઠ ગુણો મેળવવાની તાલાવેલી નહિ જાગે
ત્યાં સુધી અષ્ટપ્રકારી પૂજામાં કે અષ્ટપ્રવચનમાતાના પાલનમાં મજા નહિ આવે, ભલીવાર પણ નહિ આવે.
Page #29
--------------------------------------------------------------------------
________________
આજે પૂજા કરવામાં કે ચારિત્રના પાલનમાં ઉત્સાહ નથી આવતો તે આ ભાવની ખામીનો પ્રભાવ છે.
* સાધુસાધ્વીજી ભગવંત પ્રત્યે વિનય અને બહુમાનભાવ કેળવવાથી ચારિત્રમોહનીયકર્મ દૂર થાય છે અને ચારિત્ર ઉદયમાં આવે છે. સાધુસાધ્વીને તમારા વિનયબહુમાનની જરૂર નથી, પણ તમારે તરવું હોય અને દુષ્કૃત્યનો ભાર ઓછો કરવો હોય તો આ વિનયબહુમાન કેળવ્યા વગર નહિ ચાલે. તમે જો વિનયબહુમાન નહિ કરો અને અવિનય કરશો તો તમને જ ચારિત્રમોહનીય બંધાશે. કારણ કે ચારિત્રસંપન્ન આત્માઓની અવજ્ઞા કરવાથી ગાઢ ચારિત્ર મોહનીયકર્મ બંધાય છે. વર્તમાનમાં જાણવા-સમજવા છતાં ચારિત્ર લેવાનું મન નથી થતું તે ભૂતકાળની આવી જ કોઈ વિરાધનાનો પ્રભાવ છે ને ?
* પૈસાથી બહુ બહુ તો સંસારનાં સુખનાં સાધનો મળશે, તે ય નસીબમાં હશે તો ! બાકી જ્ઞાન કે સંસ્કાર પૈસાથી નથી મળતા. વડીલજનોની-ગુરુભગવંતની પ્રસન્નતાથી જ્ઞાન અને સંસ્કાર મળે છે અને એ પ્રસન્નતા મેળવવા માટે વડીલજનોનો-ગુરુભગવંતનો વિનય કર્યા વગર નહિ ચાલે.
જેઓ આ સંસારમાં પોતાની ઈચ્છાથી રહ્યા છે તે અધમ બુદ્ધિવાળા જીવો છે. જેઓ આ સંસારથી છૂટી શકાતું ન હોવાથી સંસારમાં રહ્યા છે તે મધ્યમબુદ્ધિવાળા જીવો છે
૨૪
Page #30
--------------------------------------------------------------------------
________________
અને જેઓ આ સંસારને છોડી મોક્ષે જવા સાધુપણું પાળે છે તેઓ ઉત્તમબુદ્ધિવાળા જીવો છે. આપણે બુદ્ધિમાન છીએ ને ? આપણી બુદ્ધિ કેવી છે ? જો અધમ કે મધ્યમ હોય તો તેને ઉત્તમ બનાવવા માટે પ્રયત્ન કરીએ તેમ જ ઉત્તમ હોય તો એ ઉત્તમતા જાળવી રાખીએ તો જ
આપણો આ જન્મ સફળ થયો-એમ સમજવું. * આ સંસારમાં ચારિત્રધર્મ સિવાય ગુણ કયાંય નથી : આ
વાત તમારા મગજમાં છે ખરી ? આ દુનિયામાં ચારિત્ર સિવાય જે કાંઈ સારું લાગે છે તે આપણી મતિનો ભ્રમ છેએવું લાગે છે ? જ્યાં સુધી “ચારિત્ર સિવાય બીજે ક્યાંય ગુણ નહિ' આટલી તૈયારી ન આવે ત્યાં સુધી ઉત્તમ બુદ્ધિ નહિ આવે. ચારિત્રને છોડીને બીજે ક્યાંય પણ ગુણ કે સારાપણું દેખાય તો સમજવું કે આપણી બુદ્ધિમાં વિકાર આવ્યો છે. ગમે તેટલો ભણેલો હોય, વિદ્વાન હોય, પ્રતિભાસંપન્ન હોય પણ જો સંસાર નિર્ગુણ ન ભાસે અને ચારિત્રમાં ગુણ ન દેખાય તો તેનામાં બુદ્ધિમત્તા નથી. સંસાર છોડવો અને સાધુ થઈ મોક્ષે જવું : આટલું જેને સમજાયું તે જ ખરો સમજદાર છે. સાધુપણામાં કષ્ટ ગમે તેટલું પડે તોય ગુણ તો તેમાં જ છે. ચારિત્રમાં ગુણ દેખાતો નથી માટે જ નિર્ગુણ એવા સંસારમાં મજા આવે છે. સંસાર ઠ્ઠી ન શકે એ બને પણ સંસાર છોડવો નથી'-આ
Page #31
--------------------------------------------------------------------------
________________
પરિણામ કેમ નભાવાય ?
* ધર્મ ભગવાનની આજ્ઞામાં છે, આપણી ઈચ્છામાં નહિ.
સારું છે કે જે ભગવાનની આજ્ઞા મુજબનું હોય. આપણી ઈચ્છા મુજબ કરેલું સારું પણ સારું રહેતું નથી. ભગવાનની આજ્ઞા મુજબ કરેલો ધર્મ એ જ શુદ્ધ ધર્મ છે, આપણી ઈચ્છા મુજબ કરેલો ધર્મ તો અશુદ્ધ ધર્મ છે. કરોડો રૂપિયાથી ખરીદેલો ખોટો હીરો જેમ કામ નથી લાગતો તેમ ઘણી મહેનતે કરેલો અશુદ્ધ ધર્મ કામ નથી લાગતો. ધર્મ કરવો કઠિન નથી, આજ્ઞા મુજબનો ધર્મ કરવો કઠિન છે, બાકી ઈચ્છા મુજબ તો ઘણા કષ્ટવાળો પણ ધર્મ કરવો સહેલો છે. ઈચ્છા મુજબ માસક્ષમણ કરવું સહેલું પણ ઈચ્છા વગર આજ્ઞા ખાતર નવકારશી કરવી-એ કઠિન છે. માટે ધર્મ કરવાની ઉતાવળ કરવાને બદલે સ્વચ્છંદીપણાને દૂર કરવા અને આજ્ઞાપાલનને યોગ્ય બનવા મહેનત કરવાની જરૂર છે.
* જ્યારે પણ તરતાં શીખવાની ઈચ્છા થાય ત્યારે પાણીમાં ડૂબકી મારવી જ પડશે. તેમ જ્યારે પણ સંસારથી પાર પામવાની ઈચ્છા થાય ત્યારે કષ્ટમય પણ સાધુપણામાં ઝંપલાવવું જ પડશે. આપણે દુઃખથી ભાગાભાગ કરીને ગમે ત્યાં જઈએ; દુ:ખને આપણાં બધાં સરનામાં ખબર છે, ગમે ત્યાંથી પણ આપણને પકડી પાડશે. દુઃખથી
ક
Page #32
--------------------------------------------------------------------------
________________
ગભરાયે, ભાગ્યે નહિ ચાલે; દુઃખ ભોગવ્યે જ છૂટકો થવાનો; ક્યાં ભોગવવું છે? સાધુપણામાં કે ગૃહસ્થપણામાંએ તમારે નક્કી કરવાનું ! જ્ઞાનીઓ કહે છે કે-જેઓ આ સંસારમાં સંયમનાં કષ્ટો વેઠી લે છે તેમને દુઃખ ભોગવવા માટે નરકાદિગતિમાં જવું પડતું નથી. જેઓ અહીં દુઃખને હડસેલો મારે તેમને એ દુઃખ ભોગવવાનો વારો નરકાદિ ગતિમાં આવવાનો. સ્વાધીનપણે (પોતાની ઈચ્છાથી) જે દુઃખ વેઠી લે, તેને પરાધીનપણે દુઃખ વેઠવાનો અવસર નથી આવતો. * જેને સંસારનું સુખ ગમે તેને પાપ ન ડંખે. સુખનો ગમો
ઓછો થાય તો જ પાપનો ડંખ પેદા થાય અને સુખનો અણગમો પેદા થાય તો પાપ છૂટી જાય. આ સંસારનું સુખ પુણ્યના ઉદય વગર નથી મળતું-એ વાત સાચી. પરંતુ જે પુણ્ય, પાપ કર્યા વગર ફળતું નથી તે પુણ્ય ભોગવવા નથી રહેવું : આટલું નક્કી કરવું છે ? અનીતિ કરીને જે પૈસો મળે છે તે પાપાનુબંધી પુણ્યનો જ પ્રભાવ છે ને ? જે પુણ્ય, પાપ કરાવીને સુખ આપે છે તે સુખને હડસેલો મારી નીકળી જવું છે-આટલું નક્કી કરીએ તો પાપાનુબંધી પુષ્યનો અનુબંધ પણ તોડી શકાય છે. * જેઓ કીડી વગેરે જીવોની જયણા પાળે અને સાથે રહેનારા
લોકોને દુ:ખ પહોંચાડે તેઓ ગમે તેટલો ઊંચામાં ઊંચો ધર્મ
Form
Page #33
--------------------------------------------------------------------------
________________
કરતા હોય તોય ધર્માત્મા કહેવડાવવા લાયક નથી. કીડી વગેરેને જયણાપૂર્વક ખસેડનારા; પોતાનાં માબાપ સાથે, પોતાના સગા ભાઈઓ સાથે કે પત્ની-પુત્રો સાથે નઠોરતાથી વર્તતા હોય તો તેવાઓ ધર્મ કરીને પણ ધર્મને વગોવવાનું જ કામ કરે છે.
* જે સાધુઓ ભગવાનની આજ્ઞા મુજબ સાધુપણું પાળે તેઓ મોલમાં જાય છે, જેને આજ્ઞાપાલનમાં ક્યાશ આવે છે તે સાધુઓ સદ્ગતિ(દેવલોકોમાં જાય છે અને જે સાધુઓ ભગવાનની આજ્ઞાને વિરાધે છે તેઓ નરકાદિ દુર્ગતિમાં જાય છે. જો સાધુપણું પણ ભગવાનની આજ્ઞા મુજબ પાળવામાં ન આવે તો દુર્ગતિમાં લઈ જાય તો ગૃહસ્થપણાનો જે કાંઈ થોડોઘણો ધર્મ કરીએ તે આજ્ઞા મુજબ કરવાના બદલે આપણી ઈચ્છા મુજબ જેમ ફાવે તેમ કરવામાં આવે તો શી દશા થાય ?
* જેવી રીતે રૂપિયાના સિક્કા સમુદ્રમાં ડૂબી જાય છે પણ તેનાથી બનાવેલું વહાણ ડૂબતું નથી પણ તરે છે અને તારવાનું કામ કરે છે તેવી રીતે પૈસો સંસારમાં ડુબાડનારો છે પણ એનો જો સાત ક્ષેત્રમાં સદુપયોગ કરવામાં આવે તો એ જ પૈસો તારનારો બને છે. આનો અર્થ એ નથી કે-સાત ક્ષેત્રમાં ખરચવા માટે ધન કમાઈ શકાય. આ તો; જેઓ ધનનું મમત્વ ઉતારીને સાધુ થઈ શક્યા નથી અને સંસારમાં
Page #34
--------------------------------------------------------------------------
________________
રહ્યા છે તેમ જ સંસારમાં રહીને પોતાના કે કુટુંબના નિવહ માટે અથવા ધનના લોભે કમાઈ રહ્યા છે તેવાઓને ધનનું મમત્વ ઉતારવાનો ઉપાય છે. ધન તો ભૂંડું છે જ, તેને કમાવાનો ઉપદેશ શાસ્ત્રકારો આપે જ નહિ. જે ભૂંડું છે તેને કેમ છોડવું અને ન છૂટે ત્યાં સુધી તેનાથી કેવી રીતે બચવું તેનો ઉપાય જ શાસ્ત્રકારો બતાવે.
* વર્તમાનમાં આપણે જે થોડોઘણો ધર્મ કરીએ છીએ તે
જીવનમાં પાપ ઘણું વધી ગયું છે માટે પાપથી બચવા માટે કરીએ છીએ ? કે સુખ ભોગવવાનું પુણ્ય ઓછું પડે છે માટે કરીએ છીએ ? કે જે પાપ કરીએ છીએ તેને ઢાંકવા માટે થોડુંઘણું પુણ્ય કરીએ છીએ ? વર્તમાનમાં જે પાપ કરીએ છીએ તેની સજા માફ થઈ જાય એ માટે જ થોડોઘણો ધર્મ કરીએ છીએ ને ? માટે જ આ ધર્મથી ઠેકાણું પડતું નથી. ધર્મ, પાપની સજા માફ કરવા નહિ પાપથી દૂર રહેવા માટે કરવાનો છે. ભૂતકાળના પાપની સજા(દુઃખ) મજેથી ભોગવી લે અને નવાં પાપોથી આઘા રહેવા માટે તત્પર
બને તેનું નામ ધર્માત્મા. * દેરાસર તેણે જવું કે જેને ઉપાશ્રયે જવાનું મન હોય. દેરાસરમાં જે મોક્ષસુખ માંગી આવો છો તેનું સાધન તો ઉપાશ્રયમાં મળવાનું છે. દેરાસરમાં ભગવાનના ચૈત્યવંદનમાં જાવંત કેવિ સાહૂ બોલો ને ? સ્તવન-સ્તુતિ પહેલાં
Page #35
--------------------------------------------------------------------------
________________
નમોડસ્ બોલો ને ? તો ભગવાન પાસે આચાર્ય, ઉપાધ્યાય, સાધુભગવંતને યાદ કરીને તેમને નમસ્કાર શા. માટે કરવાનો-એનો વિચાર કર્યો ? ભગવાન પાસે સાધુ થવા માટે જવાનું છે માટે જ ભગવાનની સામે પણ સાધુભગવંતને યાદ કરીને નમસ્કાર કરવાનું કહ્યું. જેને દેરાસરમાં જઈને સાધુપણું યાદ ન આવે તેને ભગવાનનાં દર્શન ફળે નહિ. ગૃહસ્થપણાની જે ક્રિયામાં સાધુપણું યાદન આવે તે બધી ક્રિયા નકામી ગઈ-એમ સમજવું.
* શાલિભદ્રજીના જીવે પૂર્વભવમાં અપૂર્વ ઉલ્લાસથી સુપાત્રદાન આપ્યું હતું એના કારણે શાલિભદ્રજીના ભાવમાં નવ્વાણું પેટી પણ પામ્યા અને એક ભવના આંતરે મોક્ષ પણ પામ્યા. તમને શું ગમે ? રિદ્ધિ કે સિદ્ધિ(મોક્ષ)? સુપાત્ર દાનથી રિદ્ધિ મળે એ તમને યાદ રહે કે સુપાત્રદાનથી સિદ્ધિ મળે એ યાદ રહે ? તમને શાલિભદ્રજીની ઋદ્ધિ જોઈએ કે શાલિભદ્રજીની સિદ્ધિ ? તમારી નજર તેમની ઋદ્ધિ ઉપર છે કે સિદ્ધિ ઉપર ? તેમની ઋદ્ધિ ઉપર પણ નજર નાંખતાં
આવડે તોય ઠેકાણું પડે એવું છે. રાજઋદ્ધિને ટપી જાય - એવી ઋદ્ધિને આપનાર પોતાના પુણ્યમાં કચાશ લાગી તો
એ પુણ્ય પૂરું કરવા બેઠા કે જે હતું તે પણ છોડીને ચાલી નીકળ્યા ? શાલિભદ્રજીને પુષ્ય ઓછું પડ્યું એનું દુઃખ ન હતું, આરાધના ઓછી કરી તેનું દુઃખ હતું. આથી જ પુણ્ય
30
પ
Page #36
--------------------------------------------------------------------------
________________
પૂરું કરવા ન રહ્યા અને આરાધના પૂર્ણ કરવા નીકળી પડ્યા. આપણામાં અને આ મહાપુરુષોમાં આટલો ફરક છે, કે તેમને પુષ્ય ઓછું લાગ્યું તો તેમણે પુષ્યનો ભોગવટો છોડી દીધો, જ્યારે આપણને પુણ્ય ઓછું પડે તો તેને વધારવા માટે મહેનત કરીએ છીએ. આ અંતર સમજાય તો આ મહાપુરુષોના જીવનપ્રસંગો આપણા જીવનમાં પરિવર્તન લાવનારા બની શકે એવા છે. માત્ર આપણી પાસે સમજવા માટે બુદ્ધિ અને અપનાવવા માટે હૈયું જોઈએ.
* આપણા રોજના વ્યવહારમાં પણ જે ઈચ્છાઓ કોઈ પણ રીતે પૂરી થાય એવી નથી એવું લાગે તો એ ઈચ્છાઓ મૂકી જ દઈએ છીએ ને ? મન વાળીને બેસી જ રહીએ છીએ ને ? એ જ રીતે અહીં પણ ભગવાન કહે છે કે ગમે તેટલા ધમપછાડા કરીએ તોય આ સંસારમાં સુખ નહિ જ મળે : તો એ સાંભળીને સુખની આશા મૂકી દેવી છે ? કે જેમ ચાલે છે તેમ જ ચાલવા દેવું છે ? * આ દુનિયામાં આપણે કોઈના કારણે હેરાન નથી થતા. આપણા જ પોતાના લોભ અને મોહના કારણે હેરાન થઈએ છીએ. એક બાજુ અજ્ઞાન(મોહ) અને બીજી બાજુ આસક્તિ(ઈચ્છાઓ-લોભ) આ બેની વચ્ચે ભીંસાવાના કારણે આપણે હેરાન-પરેશાન છીએ. આ હેરાનગતિમાંથી
Page #37
--------------------------------------------------------------------------
________________
બચવું હોય તો અજ્ઞાન ટાળવા માટે ગુરુ પાસે ભણવા બેસવું છે અને આસક્તિ મારવા માટે સંસારના સુખની નિર્ગુણતાને વિચારી એ સુખથી આઘા રહેવું છે. * જ્યાં સુધી સંસારનાં સુખો મેળવવાનો વિચાર માંડી નહિ વાળો ત્યાં સુધી અશુભ વિચારો નહિ ટળે. સંસારનું સુખ ભૂંડું છે માટે તે મેળવવું નથી. આ રીતે સુખનો વિચાર માંડી વાળી દુઃખ વેઠવાનો વિચાર કરો તો અશુભ વિચારો હેરાન ન કરે અને શુભ વિચારો ટકી રહે. “આપણું કામ નહિ એવું જે વિચારે તેઓ ધર્મસાધના કરી ન શકે. હું કેમ ન કરી શકું?’ એવું વિચારે તેના માટે કઠોર સાધના પણ સરળ બન્યા વગર ન રહે. * અયોગ્ય જીવો તો ભારેમ અને કર્માધીન છે જ પરંતુ
એવાઓને કલહાદિમાં નિમિત્ત આપવું, શક્ય છતાં નિમિત્ત ટાળવું નહિ. એ આપણી એમના કરતાં ય વધુ ભારેકમિતા કહેવાય. * જે સુખ મળ્યું એમાં હર્ષન હોય, ગયું એમાં દુઃખ ન હોય;
મેળવવાની કોઈ અભિલાષા ન હોય, છૂટી જાય એની ચિંતા ન હોય: એવું સુખ પુણ્યાનુબંધી પુણ્યથી મળેલું છે-એમ
સમજવું. * બીજાને સુધારવાના બદલે પોતે સુધરે, પોતાના તરફથી
www.jainelibre
Page #38
--------------------------------------------------------------------------
________________
મળતાં કલહાદિનાં નિમિત્તોને ટાળે તેનું નામ સજજન અને જે પોતાના દોષો છુપાવ્યા કરે અને બીજાના દોષો જાણવા, સાંભળવા, પ્રચારવા માટે પ્રયત્ન કર્યા કરે તેનું નામ દુર્જન. જે સુખ છોડે પણ સજ્જનતા ન છોડે, દુઃખ આવે તોય દુર્જનતા ન આવવા દે તેની આરાધના પ્રશંસનીય બને. * કોઈ આપણી ભૂલ બતાવે ત્યારે માનકષાય આડો આવે તો સમજવું કે સુધરવાનું મન નથી. જેને સારા થવાનું મન હોય તેને કોઈ કષાય આડો ન આવે, જેને સારા દેખાવાનું મન હોય તેને બધું નડ્યા વગર ન રહે. * નહાતી વખતે શુદ્ધ થવાનું લક્ષ્ય હોય છે, રસોડામાં જતી
વખતે રાંધવાનું કે ખાવાનું લક્ષ્ય હોય છે, બજારમાં જતી વખતે કમાવાનું લક્ષ્ય હોય છે, ટી.વી. સિનેમા જોતી વખતે આનંદ-મજા માણવાનું લક્ષ્ય હોય છે, દવાખાને જતી વખતે રોગ કાઢવાનું લક્ષ્ય હોય છે, તેમ ધર્મ કરતી વખતે સંસાર છોડવાનું ને મોક્ષે જવાનું લક્ષ્ય હોય છે ખરું ? દુનિયાના દરેક ક્ષેત્રમાં લક્ષ્ય વગર ડગલું પણ ન ભરનારને અહીં લક્ષ્યવિહીન ધર્મક્રિયાઓ કરવાનું કેવી રીતે ફાવે છે ?
* આપણે જાતે દુઃખ ભોગવીએ ત્યારે બીજાના દુ:ખની કલ્પના
આવે. જેને બીજાના દુ:ખની કલ્પના આવે તે બીજાને દુ:ખ આપવાના પરિણામથી આઘો રહી શકે અને બીજા જીવોની રક્ષા પણ સારામાં સારી રીતે કરી શકે. આથી જ ભગવાને
Page #39
--------------------------------------------------------------------------
________________
બધા જીવોની રક્ષા માટે તત્પર બનેલા સાધુભગવંતોને દુઃખ વેઠવાનો ઉપદેશ આપ્યો છે. બીજાના દુઃખે દુઃખી થાય તે જ સંસાર છોડી શકે. બીજાને દુઃખ આપીને પણ સુખ મેળવવાની લાલચ હોય તેવાઓ સંસાર છોડી ન શકે અને મોક્ષમાર્ગે વળી ન શકે.
* મહાપુરુષો પુણ્યયોગે મળેલી સંપત્તિ ચાલી ગયા પછી પણ રોવા નથી બેઠા, તો આપણે પાપ કરીને ભેગી કરેલી સંપત્તિ ચાલી ગયા પછી રોવા બેસીએ-એ ચાલે ?
* કર્મ નડે છે એના કરતાં પણ આપણો સ્વભાવ આપણને
વધુ નડે છે. સ્વભાવ સુધારીએ તો ગમે તેવા કર્મોયને પહોંચી વળાય. સ્વભાવ ન સુધારે તેને સામાન્ય કર્મોદય પણ નડ્યા વગર ન રહે.
* બીજાના દુઃખે દુઃખી થવાના બદલે રાજી થાય અને બીજાના
સુખે રાજી થવાના બદલે દુઃખી થાય-આવી વિષમ પરિસ્થિતિ ઈષ્ય-અસૂયાના કારણે સર્જાય છે. આ ઈષ્ય ભલભલાનો પીછો છોડતી નથી, માટે તેનાથી સાવધ રહેવું. બીજાના દુઃખે દુઃખી ન થઈ શકાય તોય બીજાના સુખે દુઃખી થવાનો સ્વભાવ વહેલી તકે સુધારી લેવો.
* સાચી રીતે સુપાત્રભક્તિ કરતાં આવડે તો, સંસારનાં સુખો મળે એટલું જ નહિ પણ એ સુખો મજેથી છોડી શકાય
ક
૩૪
SSS
Page #40
--------------------------------------------------------------------------
________________
એવું હૈયું મળે. સુખ મેળવવું એ પુરુષાર્થ નથી, મળેલું સુખ છોડી દેવા જેવું હૈયું મેળવવું-એ જ ખરો પુરુષાર્થ છે.
* સગપણ કરતાં ફરજ જેમ વ્યવહારમાં મહાન ગણાય છે તેમ
ભગવાનના શાસનમાં ઈચ્છા કરતાં આજ્ઞા મહાન છે.
* ભરત મહારાજા આરીસાભુવનમાં માત્ર માનસિક પુરુષાર્થથી કેવળજ્ઞાન પામી જાય અને આપણે ઘર છોડીને ધર્મસ્થાનમાં આવીને મનવચનકાયાથી પુરુષાર્થ કરવા છતાં કેવળજ્ઞાન પામી ન શકીએ તો માનવું પડે ને કે આપણી ક્યાંક ભૂલ થાય છે ? ભરતમહારાજાને સંસારની ક્રિયા ન નડે ને આપણને ધર્મની ક્રિયા કામ ન લાગે તો તેનું કારણ તપાસવું પડે ને ? આનું કારણ એક જ છે કે ભારતમહારાજા સંસારમાં રહેલા હોવા છતાં સંસાર તેમને વળગ્યો ન હતો. આપણને ધર્મસ્થાનમાં ય સંસાર વળગેલો હોય તો કયાંથી વિસ્તાર થાય ? ભરત મહારાજાને રાજસિંહાસન પર બેઠા પછી પણ પોતાની જય બોલાવનારા, પોતાના ગુણ ગાનારા ગમતા ન હતા; પોતાના દોષોને યાદ કરાવનારા સાધર્મિકો ગમતા હતા. આપણને ઉપાશ્રયમાં આવ્યા પછી પણ આપણા દોષો બતાવનારા ગુરુ ગમે ખરા ? તમને ગુરુ કેવા ગમે ? તમારું નામ ગાજતું કરી આપે એવા ? કે તમારા દોષો બતાવી તમને સંસારમાંથી નીકળવાનો ઉપાય બતાવે એવા ? ભરત મહારાજા રાજ્ય કરતા હોવા છતાં પોતાની
Page #41
--------------------------------------------------------------------------
________________
કીર્તિ વધે એ માટે મહેનત ન કરતાં પોતાનો ધર્મ વધારવા મહેનત કરતા હતા, આપણે ધર્મના ભોગે પણ નામ વધારવા માટે તૈયાર છીએ ને ? ભરત મહારાજા સંસાર વળગે નહિ એવાં આયોજનોમાં પ્રયત્નશીલ હતા જ્યારે આપણે ધર્મસ્થાનમાં ય સંસાર કેવી રીતે ગોઠવાય-એનાં જ આયોજનોમાં લીન હોઈએ છીએ ને ? આપણો પ્રયત્ન કેવો ? સંસાર છૂટે એવો કે સંસાર વળગે એવો છે જે મોહનું કહ્યું માને તેને સંસાર વળગે, જે ભગવાનનું કહ્યું માને તેનો સંસાર છૂટે. ભરત મહારાજાએ સંસારમાં રહેવા છતાં મોહનું ન માન્યું ને ભગવાનનું માન્યું તો મોહને જીતી શક્યા. આરીસાભુવનમાં પોતાનું રૂપ જોવા ગયેલા પોતાનો આત્મા જોવા બેસી જાય, કેવો દેખાઉ છું' એ જેનારા કેવો છું એ વિચારવા લાગે અને આત્માની ચિંતા માટે નીકળેલા પોતાના શરીરની ને રૂપની ચિંતામાં પડી જાય : એ પ્રભાવ કોનો ? આપણે ભગવાનનું કહ્યું માનીએ કે મોહનું ? મોહ કહે કે શરીર બગડ્યું છે, ભગવાન કહે કે આત્મા બગડ્યો છે. કોનું માનવું છે ? કોને સુધારવો છે ? મોહ કહે કે સુખ સંસારમાં છે, ભગવાન કહે કે સુખ મોક્ષમાં છે-સંયમમાં છે : ક્યાં શોધવું છે ? ધર્મ કરતી વખતે ય મોહનું જ માનીએ ને ભગવાનનું ન માનીએ તો ધર્મ ક્યાંથી ફળે ?
દીકરી જ રીતimerged
જESS
S
mational
Page #42
--------------------------------------------------------------------------
________________
* ભગવાનનું વચન કે ગુરુનું વચન સમજવામાં કષ્ટ છે,
પાળવામાં નહિ. વચનની કિંમત સમજાય તેને પાળવામાં કષ્ટ ન લાગે.
* પૈસો ડાબા હાથનો મેલ(વિષ્ટા) છે-એવું જાણ્યા પછી, માન્યા પછી એટલો નિયમ લેવો છે કે-જે પૈસો ગયો છે તેની આશા મૂકી દેવી છે જે આપણી ઉઘરાણી કોઈ આપતું ન હોય તો ગયા ભવનું દેવું ચૂકવવાનું બાકી હશે તો હિસાબ પૂરો થઈ ગયો-એમ સમજીને છોડી દેવું છે ? અધમ પણ ઉઘરાણી માટે ધમપછાડા કરે ને ઘમય ધમપછાડા કરે તો બેમાં ફરક શું ? * શરીર કેટલું કામ આપે છે એ જોવાને બદલે શરીર પાસે કેટલું કામ લેવાનું છે તેના ઉપર નજર માંડવાની જરૂર છે. શું થશે ?' એની ચિંતા કરવાને બદલે શું કરવાનું છે ?' તેની ચિંતામાં મગ્ન બનીએ તો કર્તવ્યપાલનમાં ચાશ ન આવે. સુખને ત્યાગ કરવાનું અને દુઃખને વેઠી લેવાનું સત્ત્વ, “શું કરવાનું છે?' એ ચિંતામાંથી પ્રગટે છે. ભગવાને શું કરવાનું કહ્યું છે ને મારે કરવાનું છે? : આ બે ઉપર નજર સ્થિર હોય તો ગમે તેવા કપરા સંયોગોમાં પણ સહનશીલતા આવે અને સુખની લાલસા ન સતાવે.
* જેને ભગવાનનું વચન ગમે તેને જ ભગવાનનું દર્શન ફળે.
૩૭
Page #43
--------------------------------------------------------------------------
________________
* જે ક્રોધ કરે તે ધર્મ કરવા માટે યોગ્ય નથી. જેનું માથું ગરમ હોય તેણે ધર્મ કરવાની ઉતાવળ ન કરતાં પોતાનો સ્વભાવ સુધારવા માટે સૌથી પહેલાં મહેનત કરવી. દુઃખ ગમતું નથી અને સુખ ગમે છે માટે ગુસ્સો આવે છે. સામા માણસનું વર્તન ખરાબ હોવાના કારણે જ ગુસ્સો આવે છે-એવું નથી. સામાનું વર્તન આપણને ગમતું નથી માટે ગુસ્સો આવે છે. આપણા સુખમાં ખામી આવે, આપણી ઈચ્છાઓ પૂરી ન થાય અને આપણને દુઃખ વેઠવું પડે ત્યારે ગુસ્સો આવે છે. તેવા વખતે; “ગુસ્સો કરવાના કારણે સુખ આવી નથી જતું અને દુઃખ જતું નથી રહેતું તો ગુસ્સો શા માટે કરવો ?'-આટલું પણ વિચારીએ તોય ગુસ્સો શાંત થયા વિના ન રહે. ધર્મ ઓછો થાય તો વાંધો નહિ પણ ગુસ્સો તો થોડો પણ ન ચાલે. દાન ઓછું અપાશે તો ચાલશે, તપ ઓછો થશે તો ચાલશે, સ્વાધ્યાય ઓછો થશે તો ચાલશે, વૈયાવચ્ચ ઓછી કરશો તો ચાલશે પણ ગુસ્સો કરશો-એ નહિ ચાલે. આપણે ગુસ્સો કરવો પડતો હોય તો તેવી ક્રિયા કરવા પહેલાં ગુસ્સો કાઢવા પ્રયત્ન કરવો. ધર્મ કરવાની ના નથી, ગુસ્સો કાઢવાની વાત છે. એક વારના ગુસ્સાથી જો કરોડો(દેશોનપૂર્વક્રોડ) વરસો સુધી પાળેલું સાધુપણું પણ નકામું જતું હોય તો આપણો ક્રોધ સાથે કરેલો ધર્મ ક્યાંથી ફળવાનો હતો ? ગુસ્સાના કારણે સાધુભગવંતો સાધુપણું હારી જતા હોય તો આપણા ગુસ્સાથી આપણને સાધુપણું
Page #44
--------------------------------------------------------------------------
________________
દુર્લભ બનશે-એવી ચિંતા કદી થઈ છે ? આજે આટલો ય નિયમ લેવો છે કે- ધર્મસ્થાનમાં તો ગુસ્સો નથી કરવો, પૂજાનાં અને સામાયિકનાં કપડાંમાં તો ગુસ્સો નથી જ કરવો ?” ગુસ્સાનો સ્વભાવ હોય તોય તે બદલી શકાય એવો છે. મનમાં ગુસ્સો આવ્યા પછી પણ હાથ ન ઉપાડીએ, પગ ન પછાડીએ, મોટું ન ખોલીએ તો ય બચવાની તક છે. અગ્નિ ગમે તેટલો ભૂંડો હોય તો ય સળગાવ્યો ન હોય તો ચિંતા નહિ ને ? અગ્નિનો કણિયો ય બાળે, પણ દિવાસળીની પેટી ખીસામાં હોય તો ચિંતા ખરી ? તેમ ગુસ્સાને પણ પ્રગટ ન કરીએ, ગુસ્સાને ભૂંડો માની તેનું કાર્ય ન થવા દઈએ અને તેની ભયંકરતા ચિંતવ્યા કરીએ તો મનમાં રહેલો ગુસ્સો આજે નહિ તો કાલે શમ્યા વગર નહિ રહે. * કોધ એ એવો ભયંકર દોષ છે કે જે આપણા પોતાના
અકલ્યાણ સાથે બીજાના પણ અકલ્યાણને નોતરી લાવે છે. તેના કારણે આપણી સાથે રહેનારા પણ આપણી હાજરીને ન ઈચ્છે-એટલી નીચી હદ સુધી પહોંચાડવાનું કામ આ ક્રોધ કરે છે. * હિત માટેનો ગુસ્સો હોય ત્યાં સુધી વાંધો નહિ પણ આપણે
સ્વાર્થ ઘવાવાના કારણે કરેલો ગુસ્સો ન ચાલે. પરંતુ ક્યો ગુસ્સો હિત માટેનો અને કયો ગુસ્સો સ્વાર્થ માટેનો એનો ભેદ પ્રમાણિકપણે સમજવો પડે. સામાનું અહિત ન થાય તે
www
Page #45
--------------------------------------------------------------------------
________________
માટે તેને ઉન્માર્ગે જતાં અટકાવવા ગુસ્સો કરવો પડે તે હિતમૂલક ગુસ્સો અને આપણું માનતા ન હોવાના કારણે ગુસ્સો આવે તે સ્વાર્થમૂલક ગુસ્સો.
* આપણા ગરમ સ્વભાવના કારણે સૌથી મોટું નુકસાન એ થાય છે કે કોઈ આપણને આપણી ભૂલ બતાવી શકતું નથી. આ રીતે ક્રોધના કારણે પ્રજ્ઞાપનીયતા(કોઈ આપણને ભૂલ બતાવી શકે એવી યોગ્યતા) નાશ પામે છે અને એના કારણે આપણા સ્વભાવને સુધારવાની તક રહેતી નથી. * જે સંસારને આત્માનો શત્રુ માને તે જ ધર્મને આત્માનો મિત્ર માની શકે. ધર્મ કલ્યાણનું કારણ છે-એવું તે જ માની શકે કે જે આત્માના અકલ્યાણનું કારણ સંસાર છે એવું માને. * બધા ધર્મનો સાર એક જ છે કે આપણને બીજાનું જે વર્તન ન ગમે તેવું વર્તન આપણે બીજા સાથે કરવું નહિ. કોઈ આપણને દુઃખ આપે તો ગમે ? નહિ ને ? તો આપણે કોઈને દુઃખ નથી આપવું. કોઈ આપણા સુખમાં આડા આવે તો ગમે ? નહિ ને ? તો આપણે કોઈના સુખમાં આડા આવવું નહિ. કોઈ આપણી આગળ ખોટું બોલે તો ગમે ? નહિ ને ? તો આપણે જૂઠું ન બોલવું. કોઈ આપણા પર ગુસ્સો કરે, આપણું અપમાન કરે, આપણો તિરસ્કાર કરે તો ગમે ? નહિ ને ? તો આપણે પણ એવું નથી કરવું.
Page #46
--------------------------------------------------------------------------
________________
કોઈ આપણો વિશ્વાસઘાત કરે, આપણી સાથે કાવાદાવા કરે, છળપ્રપંચ કરે તો ગમે ? નહિ ને ? કોઈ આપણી નિંદા કરે, આપણી ચાડી ખાય તો ગમે ? નહિ ને ? તો આપણે પણ ન કરવી. શાસ્ત્રનો વિશેષ અભ્યાસ કર્યા વિના પણ ધર્મ કરવાનો માર્ગ સુઝાડે એવો આ ઉપાય છે કે-આપણને જે ન ગમે તે બીજા પ્રત્યે ન આચરવું.
* આપણે ધર્મ કેટલો કરીએ છીએ-એ નથી જોવું, કેટલું પાપ
જીવનમાંથી ગયું-એ જોવું છે. પાપ જીવનમાંથી નાબૂદ ન થાય ત્યાં સુધી ધર્મ લેખે નહિ લાગે અને સંસારના સુખની લાલચ પડી હશે ત્યાં સુધી પાપ જીવનમાંથી નાબૂદ નહિ થાય. આજે અધર્મ રાખીને ધર્મ કરવા મળે છે માટે જ ધર્મ કરવામાં મજા આવે છે ને ? અધર્મ બિલકુલ કરવાનો ન હોય અને એકલો ધર્મ કરવાનો હોય તો તે મજેથી કરવા તૈયાર થાઓ ખરા ? કે સંસારનું સુખ છૂટી જશે, એનો ભય સતાવ્યા કરે છે “ધર્મથી સુખ મળે એમ બોલનારને પણ ધર્મમાં આનંદ આવે કે અધર્મમાં આનંદ આવે ? ધર્મ કરતી વખતે ખરેખર ધર્મ કર્યાનો આનંદ આવે કે પાછા સંસારમાં જવા મળવાનું છે-એનો આનંદ હોય? સામાયિક કરતી વખતે આનંદ વધારે હોય કે સામાયિક પારતી વખતે આનંદ વધારે હોય ? પૂજા કરતી વખતે આનંદ વધારે કે પૂરી થાય ત્યારે આનંદ વધારે આવે ? કરતી વખતે આનંદ
Page #47
--------------------------------------------------------------------------
________________
લગલ
આવે તે ધર્મનો આનંદ અને પૂરું થયાનો આનંદ થાય તે અધર્મનો આનંદ. અત્યાર સુધી અધર્મના આનંદમાં જ લગભગ જિંદગી વિતાવી છે ને ? હવે થોડીઘણી જિંદગી બચી છે-એમાં અધર્મનો આનંદ મરી જાય એવું કરવું છે. એક વાર અધર્મનો આનંદ ઓસરે તો ધર્મમાં આનંદ આવતાં વાર નહિ લાગે.
* ધર્મ યથાશક્તિ કરવો એટલે શક્તિને ઓળંગીને ન કરવો.
શક્તિને ઓળંગવાનો વખત ક્યારે આવે ? પહેલાં જેટલી શક્તિ હોય તેટલી તો ખરચવી પડે ને ? હોય એટલીય શક્તિન વાપરવી-તેનું નામ યથાશક્તિનથી. શક્તિ ઉપરાંત ન કરવું, પણ જેટલી શક્તિ હોય તેટલી વાપર્યા વગર ન રહેવું તેનું નામ યથાશક્તિ. * ધર્મ યથાશક્તિ (શક્તિ મુજબ) કરવો-તેની ના નહિ, પણ
યથારુચિ(ઈચ્છા મુજબ) ન કરાય. શક્તિ ગોપવીને ધર્મ કરીએ તો વર્યાન્તરાયકર્મ બંધાય અને ઈચ્છા મુજબ ધર્મ કરવાથી ચારિત્રમોહનીયર્મ બંધાય. જે શક્તિ ગોપવે તેને શક્તિ ન મળે અને જે ઈચ્છા મુજબ ધર્મ કરે તેને ધર્મ ન
મળે.
* આજે તમને ધર્મક્રિયા કરવાનો જેટલો આગ્રહ છે એટલો
આગ્રહ વિધિ મુજબ ધર્મ કરવાનો છે ખરો ? ધર્મ ક્યનો સંતોષ થાય, પણ વિધિ રહી ગયાનું દુઃખ થાય ? ધર્મક્રિયા
તતતતત
Page #48
--------------------------------------------------------------------------
________________
રહી ગયાનું જેટલું દુ:ખ થાય તેટલું દુ:ખ વિધિ ન સાચવ્યાનું થાય ખરું ? પૂજા કે પ્રતિક્રમણ રહી જાય તો ચેન ન પડેએવા મળી આવે પણ પ્રતિક્રમણ વિધિ મુજબ ન થયું હોય, ઉપયોગપૂર્વક ન થયું હોય, પૂજા કરતી વખતે ભગવાનની આજ્ઞા ન પળાઈ હોય તેના કારણે ચેન ન પડે-એવા કેટલા મળે ? બધું થતું નથી એનું દુ:ખ ધરવા પહેલાં જે કરીએ છીએ તે બરાબર નથી કરતા-એનું દુ:ખ ધરતાં શીખવું છે. ભગવાનની આજ્ઞા બધી ન પાળીએ પણ જે પાળીએ તે જેવી-તેવી પાળીએ છતાં કર્યાનો સંતોષ-આનંદ માનીએતે ચાલે ?
* બીજા બધા વગર ચાલશે પણ ધર્મ વગર નહિ ચાલે : એવું લાગશે ત્યારે ધર્મ કરવામાં મજા આવશે. ખાધા વગર ચાલે એવું નથી-એ માન્યું છે તો તે માટે પુરુષાર્થ કેવો છે ? ખાવા ન મળે તો ચિંતા થાય એટલું જ નહિ, ન ખવાય કે ખાવાની રુચિ મરી જાય તોય ચિંતા થાય ને ? એ રુચિ પેદા કરવા કેટલી મહેનત કરો ? દવા લઈ, પેટ સાફ કરી પરાણે થોડું થોડું ખાધા વગર ન રહો ને ? એવી મહેનત ધર્મ માટે ક્યારે કરી ? દુનિયાના ક્ષેત્રમાં શક્તિ ન હોય તો શક્તિ ખીલવીને, મન ન હોય તો મન કેળવીને, જ્ઞાન ન હોય તો જ્ઞાન મેળવીને કામ કરનારા અહીં ધર્મના ક્ષેત્રમાં જ કેમ શક્તિ નથી, ઉલ્લાસ નથી, ખબર નથી પડતી-એમ કહીને
૪૩
Page #49
--------------------------------------------------------------------------
________________
બેસી જાય છે ? ધર્મ વગર ચાલે એવું છે, માટે જ ને ? * આપણે ભગવાનની વાત માનીએ તો આપણું કલ્યાણ
થાય, ભગવાનની વાતમાં બાંધછોડ કરવાથી આપણું કલ્યાણ નહિ થાય. આજે ઘણા કહે છે કે દ્રવ્યક્ષેત્રકાળભાવ જેવાં પડે ને ? તેની ના નથી, પણ એ શા માટે જોવાનાં? ભગવાનની વાત માનવા માટે જોવાનાં કે કાપવા માટે ? આપણી વાતના સમર્થન માટે જોવાનાં કે ભગવાનની આજ્ઞા અપનાવવા માટે ? માર્ગમાં સ્થિર રહેવા માટે જોવાનાં કે ઉન્માર્ગગામી બનવા માટે ? સુખ છોડવા માટે અને દુઃખ ભોગવવા માટે જેટલા વિકલ્પો કરવા હોય તેટલા કરવાની છૂટ, પણ સુખ ભોગવવા અને દુઃખ ટાળવા માટે એકેય વિકલ્પ ન વિચારાય. સંસાર છોડવા માટે દ્રવ્યક્ષેત્રકાળભાવ જોવાનાં, સંસારમાં ગોઠવાઈ પણ જઈએ ને સાથે ધમ પણ કહેવાઈએ-એ માટે નથી જોવાનાં. સુખ સર્વથા છોડી ન શકાય તો સુખની લાલચ મરે તેવા ઉપાય શોધાય પણ સુખની લાલચ વધે એવો ફેરફાર તો ન કરાય ને ? ભગવાન અશક્ય વસ્તુનો ઉપદેશ આપે ખરા ? વર્તમાનમાં નિગ્રંથપણાનું ઊંચું ચારિત્ર પાળી શકાય એવું નથી તો તેનો ઉપદેશ ભગવાને ન આપ્યો ને ? પણ જે બકુશકુશીલ (શિથિલ) ચારિત્ર પાળવાનું છે તેમાં ય નીચા ઊતરીએ તો ચાલે ? આચારમાં ઢીલાશ હોય તો નભાવાય પણ
·
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રરૂપણા(માર્ગનું જ્ઞાન કરાવવું, ઉપદેશ આપવો)માં કચાશ હોય તે ચાલે ૧ મિષ્ટાન્ન ન પોસાય તો ન ખાઈએ, પણ
ભાતદાળ પણ કાચાં તો ન હોવાં જોઈએ ને ? * જોઈએ છે એ પરિણામમાં સુખ કે “નથી જોઈતું એ પરિણામમાં સુખ નથી જોઈતું એમાં જે સુખ અનુભવાય છે એ જ મોક્ષસુખનો આસ્વાદ છે. નથી જોઈતું પરિણામ હોય તો માથું ઊંચું કરીને ફરી શકાય છે જ્યારે જોઈએ છે પરિણામ હોય ને ન મળે, જોઈએ એવું ન મળે કે મળેલું ચાલ્યું જાય તો માથું પછાડીને મરવાનો વખત આવે ને ? માટે ઈચ્છાના ત્યાગમાં જે સુખ છે એવું સુખ બીજા કશામાં નથી.
* ઈચ્છા મુજબ જીવવાના સંસ્કાર ભૂંસવા માટે આજ્ઞા પાળવાનો અભ્યાસ કેળવ્યા વગર નહિ ચાલે. જ્યાં સુધી કોઈની આજ્ઞામાં રહેતાં નહિ શીખીએ ત્યાં સુધી ભગવાનનું વચન માનવાની યોગ્યતા નહિ આવે. પહેલાં ઘરનાં લોકોનુંમાતાપિતાદિ વડીલોનું માનતાં થવાનું, પછી ગુરુભગવંતનું કે ભગવાનનું માનવાની યોગ્યતા આવે. આજે આપણે ભગવાનની વાત કેમ માની શકતા નથી ? સગાં માબાપનું પણ માનવાના સંસ્કાર પાડ્યા નથી માટે ! માબાપનો વિનય કરીને ધર્મ કરવા આવેલાને ગુરુ ભગવંતનો અને ભગવાનનો વિનય શીખવવો ન પડે. પરંતુ જે પ્રત્યક્ષ
૫
mational
Page #51
--------------------------------------------------------------------------
________________
ઉપકારી એવાં માબાપનું ય ન માને, તે પરોક્ષ ઉપકારી ગુરુભગવંત કે ભગવાનનું વચન કઈ રીતે માની શકે ? * આ સંસારમાં રહીને ગમે તેટલી મજૂરી કરીએ તોય સુખ
મળશે કે નહિ-એની ખાતરી નથી, કેટલું મળશે એ ય નિશ્ચિત નથી, મળેલું ટકશે-એય નક્કી નથી, તો એવા સુખની આશા છોડીને સાધુ થવું એ સારું ? કે એની આશામાં ને આશામાં કાળી મજૂરી કરીને ભવ બગાડવોએ સારું ? આજે તમે સંસારમાં રહ્યા છો તે દુઃખના ભયે રહ્યા છો કે સુખની લાલસાએ? સાધુપણામાં દુઃખ ભોગવવું પડે છે માટે સાધુ નથી થતા કે થોડુંઘણું સુખ કે જે સંસારમાં મળવાની આશા છે તે ત્યાં મળે એવું નથી માટે નથી થતા ? દુઃખ તો સંસારમાં ય ક્યાં ઓછું છે ? છતાં ય સાધુપણામાં આવવાનું મન થતું નથી તે સુખની લાલચે જ ને ? બસ! એ સુખની આશા જો મૂકી દઈએ તો આજે ય સાધુપણામાં આવવાનું સરળ બને ને ? સુખ ભોગવવું એ આપણા હાથની વાત નથી પણ સુખ છોડવું એ તો આપણા હાથની વાત છે ને ? દુઃખ ટાળવું એ આપણા હાથની વાત નથી પણ દુઃખ ભોગવી લેવું એ તો આપણા હાથની વાત
છે ને ? તો શું કરવું છે ? * ભગવાનની વાણી એ અરીસો છે. અરીસામાં આપણું રૂપ
જોઈએ કે બીજાનું ? તેમ ભગવાનની વાણી પણ આપણા
Page #52
--------------------------------------------------------------------------
________________
આત્માના સ્વરૂપને બતાવનાર છે, એમાં બીજાનું સ્વરૂપ જોવા નથી બેસવું. જે પોતાની જાત સામે જુએ તેને
બીજાની પંચાત કરવાનો સમય ન મળે. * શાસ્ત્રકારો કહે છે કે સંસાર છોડવો-એ કપરું નથી, સંસારને
ઓળખવો-એ કપરું કામ છે. એક વાર સંસાર એના સ્વરૂપે ઓળખાઈ જાય તો સંસારને છોડવો, એ તો સાવ સહેલું કામ છે. અગ્નિ બાળે છે, વિષ મારે છે, પાણી ડુબાડે છે, કાંટો પીડા કરે છે. આ શ્રદ્ધા જેટલી મજબૂત છે, તેની સમજણ જેવી છે તેવી સમજણ અને શ્રદ્ધા સંસારનું સુખ બાળે છે’ એમાં ન હોય તો સમજવું કે સંસાર હજુ ઓળખાયો નથી.
* જેઓએ ઘરથી ધર્મની શરૂઆત કરી હોય, માતાપિતાદિના વિનયથી ધર્મની શરૂઆત કરી હોય તેને દેરાસર-ઉપાશ્રયનો ધર્મ ફળે. આજે આપણો ધર્મ લેખે નથી લાગતો તેનું કારણ જ એ છે કે આપણે ધર્મની શરૂઆત ખોટી કરી છે. જેની શરૂઆત ખોટી હોય તેનું પરિણામ સારું ક્યાંથી આવે ? * માબાપને છોડવાની રજા તેને જ છે કે જેને દીક્ષા લેવી હોય, એ સિવાય માબાપને છોડવાં નહિ. જે ભગવાનની આજ્ઞા માનવા નીકળ્યા હોય તેઓ માબાપની આજ્ઞા ન માને તો ચાલે, બાકી માબાપની આજ્ઞા ઉલ્લંઘાય નહિ. માબાપ કેવાં છે એ નથી જોવું, માબાપ માબાપ' છે
Page #53
--------------------------------------------------------------------------
________________
એટલું જ જોવું છે. માબાપનો સ્વભાવ ગમે તેવો હોય તોય તેમને સુધારવા માટે મહેનત નથી કરવી, માબાપની સાથે રહેવા માટે આપણો સ્વભાવ બદલીને જીવતા શીખી લેવું છે.
* આજે મોટા ભાગના ધમવર્ગની મોટામાં મોટી ખામી એ છે
કે તેમને બીજો બધો ધર્મ ફાવે છે, પણ ભણવાનું અને સાંભળવાનું નથી ફાવતું. તપ કરવાનું ફાવે, દર્શન-પૂજા કરવાનું ફાવે, સામાયિક-પ્રતિક્રમણ કરવાનું ફાવે પણ વ્યાખ્યાન સાંભળવાનું અને સ્વાધ્યાય કરવાનું-ગાથા ગોખવાનું નથી ફાવતું. કારણ કે વ્યાખ્યાન સાંભળવામાં સુખ છોડવું પડે છે અને સ્વાધ્યાય કરવામાં કષ્ટ વેઠવું પડે એવું છે તેમ જ વ્યાખ્યાનમાં દોષો સાંભળવા પડે છે અને એ ગમતું નથી. ભણવાના કારણે અજ્ઞાન ટળે છે ને બુદ્ધિ નિર્મળ બને છે; સાંભળવાના કારણે અયોગ્યતા ટળે છે અને હૈયું નિર્મળ બને છે. બુદ્ધિ અને હૈયું સુધાર્યા વગર બીજો ગમે તેટલો ધર્મ કરીએ-એ શું કામનો ? * જેને ઘરમાં રહેતાં આવડે તેને ઘર છોડતાં આવડે. ઘરમાં રહેતાં આવડવું એટલે ઘર વળગે નહિ-એ રીતે રહેવું. ઘર ખરાબ છે પણ ઘર છોડતાં ન આવડે ત્યાં સુધી ઘર વળગી ન જાય એ રીતે જીવતાં શીખી લેવું છે. ઘરથી અળગા રહેતાં આવડે તેને ઘર વળગે નહિ. સાધુસાધ્વીનું બહુમાન તમે
Page #54
--------------------------------------------------------------------------
________________
કરો છો, તે શા માટે ? ઘર છોડ્યું માટે જ ને ? જે અઢારે પાપના આગરભૂત ઘરને છોડે તેને જ અણગાર કહેવાય ને ? ઘરમાં રહીને અઢારે પાપો મજેથી સેવાય ને ? તેથી જ ઘરને પાપનું આગર(ખાણ) કહ્યું છે. જે અઢાર પાપને સેવવા માટે તે સાધુ સાધુ ન રહે. તેથી જ ભગવાને કહ્યું છે કે જેમણે ઘર છોડ્યું તે છોડી જાણે, નવું ન વસાવે અને જેમણે ઘર છોડ્યું નથી તે છોડવા માટે મહેનત કરે તો તે સાધુનો ય વિસ્તાર થાય ને શ્રાવકનો ય વિસ્તાર થાય. સાધુભગવંતને રોજ વંદન કરો, શાતા પૂછો તે એટલા જ
માટે ને કે તેમણે ઘર છોડ્યું છે કે તમારે છોડવું છે ? * માતાપિતાના અવર્ણવાદ(નિંદા) ન સાંભળવા-એ પણ તેમનો એક પ્રકારનો વિનય છે. જો માબાપ વગેરે વડીલજનોની નિંદા સાંભળવાની ય ન હોય તો કરવાની તો વાત જ ક્યાં રહી ? એક અપેક્ષાએ નિંદા કરનારા કરતાં નિંદા સાંભળનારા વધુ ભૂંડા છે. કારણ કે નિંદા સાંભળનારા જ નિંદા કરનારાને ઉત્તેજન આપે છે. જો કોઈ સાંભળનાર ન હોય તો નિંદા કરનારને ચૂપ થવું જ પડે ને ? માટે નિંદા કરવી ય નહિ ને સાંભળવી ય નહિ. પત્ની જો માબાપની ફરિયાદ કરે તો સાંભળો ને ? એ જ માબાપનો અવિનય. પત્ની પ્રત્યેનો અત્યંત રાગ માબાપ પ્રત્યેના બહુમાનને પણ ખતમ કરી નાખે છે. એ જ રીતે સંસારના સુખ પ્રત્યેનો
Page #55
--------------------------------------------------------------------------
________________
અત્યંત રાગ દેવગુર્નાદિ પ્રત્યેના બહુમાનને ધોઈ નાખે છે. જેઓ માબાપની નિંદા સાંભળવા ટેવાયેલા હોય તેને દેવગુરુની નિંદા સાંભળતાં આંચકો ક્યાંથી લાગે ?
* બીજા પાસેથી અનુકૂળતા લેવાનો પરિણામ એ કૃપણતા અને બીજાને અનુકૂળતા આપવાનો પરિણામ તેનું નામ ઉદારતા.
* આપણી હાજરીમાં આપણા વડીલજનો કામ કરતા હોય
અને આપણે મજેથી બેઠા રહીએ તે આપણી ધર્મ માટેની
અયોગ્યતાને સૂચવનાર છે. * ધર્મ કરતી વખતે આપણે આપણા આત્માને ત્રણ પ્રશ્નો પૂછવાની જરૂર છે. ધર્મ હું શા માટે કરું છું?', 'મારા આ ધર્મથી મને મોક્ષ કે મોક્ષના ઉપાયરૂપ સાધુપણું જોઈએ છે ?’ અને ‘જો મને મોક્ષ કે દીક્ષા જોઈએ છે તો તેના માટે હું પુરુષાર્થ કેમ કરતો નથી ?’ આ રીતે તમારે તમારી જાતને ત્રણ પ્રશ્નો પૂછવાના અને અમારે અમારી જાતને ત્રણ પ્રશ્નો પૂછવાના કે-“મેં સાધુપણું શા માટે લીધું છે?’, ‘મને કેવળજ્ઞાન જોઈએ છે ?” અને “જે કેવળજ્ઞાન મને જોઈતું હોય તો તેના માટે હું પુરુષાર્થ કેમ કરતો નથી ?' આ રીતે પ્રશ્નો પૂછીને આપણા આત્માને ચેતનવંતો બનાવવો છે. ભૂતકાળમાં આડા હાથે કંઈક સારું કરીને આવ્યા છીએ તો ભગવાનનું શાસન અને શાસનને પામેલા મહાપુરુષોનો
Page #56
--------------------------------------------------------------------------
________________
ભેટો આપણને થઈ ગયો છે. આમ છતાં ય સાવ સંમૂર્છિમ થઈને વર્તીએ એ આપણા જેવા બુદ્ધિશાળીને કઈ રીતે શોભે ?
* લોકોત્તર દેવ(અરિહંતપરમાત્મા), લોકોત્તર ગુરુ(નિગ્રંથસાધુ ભગવંતો) અને લોકોત્તર ધર્મ(જૈનધર્મ)ને સંસારના સુખની લાલચે અથવા દુ:ખ દૂર કરવાના ઈરાદે માનવા તેનું નામ લોકોત્તર મિથ્યાત્વ. દુ:ખ દૂર કરવા માટે ધર્મ નથી કરવો, દુ:ખ સહન કરવાની વૃત્તિ અને શક્તિ કેળવાય-એ માટે ધર્મ કરવો છે. દુઃખ ટાળવા નવકાર ન ગણાય. દુ:ખ સમતાથી સહન થાય એ માટે નવકાર ગણાય. દુ:ખ ટાળવાથી અસમાધિ ન જાય, દુ:ખ દુઃખરૂપ ન લાગે તો અસમાધિ જાય. જ્યારે જ્યારે દુ:ખ આવે ત્યારે આપણા કરતાં અધિક દુ:ખો ભોગવનાર પાત્રોને યાદ કરી લેવાં એટલે આપણું દુ:ખ દુઃખરૂપ નહિ લાગે. છોકરાઓ કહેલું ન માનતા હોય તો રોજ સગા દીકરાના સો ટકા સહન કરનાર શ્રેણિક મહારાજાને યાદ કરવા. મહાપુરુષોનાં દુ:ખો ચાદ કરીએ તો આપણું દુ:ખ સહ્ય બની જાય ને ? અંજનાસતીને બાવીસ બાવીસ વરસ સુધી પતિએ બોલાવી નથી, સામું પણ જોયું નથી, છતાં પતિને દોષ આપ્યા વિના કર્મને જ દોષ આપ્યો તો સહન કરી શક્યાં ને ? ને આપણે નહિ-જેવી વાતમાં, નહિ-જેવા અપમાન-તિરસ્કારમાં
૫૧
Page #57
--------------------------------------------------------------------------
________________
અકળાઈ જઈએ અને બીજાને દોષ આપવા બેસી જઈએ, એ ચાલે ? આપણી ઉઘરાણી કોઈએ ન આપી હોય, આપણા પૈસા કોઈએ પચાવી પાડ્યા હોય તો રોવા નથી બેસવું. શ્રી રામચંદ્રજીને, શ્રી હરિશ્ચન્દ્રજીને યાદ કરી લેવાના. તેમનાં તો રાજપાટ ગયાં હતાં, આપણે રસ્તે રખડતાં તો નથી થયા ને ? દુઃખ આપણા પાપે આવે છે-આટલું જાણ્યા પછી એટલો નિયમ લેવો છે કે- દુઃખ દૂર કરવા માટે હવે પાપ નથી કરવું ?' દુ:ખ મનથી સહન થાય છે. શરીર કે સંયોગો ગમે તેવા હોય, પણ મન જે સત્ત્વશાળી હોય તો દુઃખ મજેથી સહન થાય. દુઃખ તો સંકલ્પબળથી સહન થાય છે અને સંસારમાં રહેવું નથી' આ પરિણામમાંથી સંકલ્પબળ મજબૂત થાય છે. જેઓ કેવળ મોજમજામાં રાચ્યા હોય તેમને સંકલ્પબળ કાયમ માટે કાચું હોય. દુઃખ ભોગવી લેવાથી સુખનો રાગ અને સુખનો આસ્વાદ મરી જાય છે. થોડું થોડું દુઃખ પરાણે પણ વેઠવા માંડીએ તો સુખનો આસ્વાદ મરે, સુખનો આસ્વાદ મરે એટલે સંકલ્પબળ મજબૂત થાય અને સંકલ્પબળ મજબૂત થાય એટલે દુઃખ મજેથી વેઠાય. દુઃખ મજેથી વેઠી લેવાથી સંસારથી મુક્ત થવાય. * દુઃખ વેઠવાનો અભ્યાસ તો અનાદિનો છે છતાં સ્વચ્છંદતાની આસક્તિ એ અભ્યાસને તોડી પાડે છે. સુખની આસક્તિ
Page #58
--------------------------------------------------------------------------
________________
કરતાં સ્વતંત્રતાની ઈચ્છા મુજબના જીવનની-આસક્તિ વધારે નડે છે. સંયુક્ત કુટુંબમાં અનુકૂળતા ઘણી મળે, કામ ઓછું કરવું પડે, માથે કોઈ જવાબદારી નહિ છતાં ઈચ્છા મુજબ જીવવા મળતું નથી, આખો દિવસ ટકટક સાંભળવી પડે-એ પરતંત્રતા પાલવતી નથી. જ્યારે જાદા રહેવામાં બધું જ જાતે કરવું પડે છે છતાં ય આનંદ આવે છે, કારણ કે ઈચ્છા મુજબ જીવવા મળે છે. આ સ્વાતંત્ર્યનું સુખ છે એની આસક્તિ જ હેરાન કરે છે. સાધુસાધ્વીમાં પણ આ અસર જોવા મળે. છૂટા વિચરવામાં કષ્ટ ઘણું પડે છતાં સ્વતંત્રતા મળે છે માટે મજા આવે છે. આથી જ આ સ્વતંત્રતાની આસક્તિ તોડવા માટે અને પરતંત્રતાનો અભ્યાસ પાડવા માટે ધર્મની શરૂઆત(યોગની પૂર્વસેવા)માં સૌથી પહેલાં માતાપિતાની આજ્ઞા માનવારૂપ વિનય બતાવ્યો છે. જેને માતાપિતાની આજ્ઞામાં રહેતાં આવડે તેની સ્વચ્છંદતાની આસક્તિ મરવા માટે અને સ્વાતંત્ર્યની આસક્તિ મરવા માટે તે ભગવાનની અને ગુરુની આજ્ઞામાં સરળતાથી જીવી શકે. * “આટલાં વરસોથી ધર્મ કરું છું તોય દુઃખ કેમ જતું નથી, સુખ કેમ મળતું નથી ?’ આવું પૂછનારા મળે પણ ‘આટલાં વરસોથી ધર્મ કરું છું તોય મોક્ષ કેમ મળતો નથી? દીક્ષા કેમ મળતી નથી ?’ આવું પૂછનારા ન મળે તો માનવું પડે
Page #59
--------------------------------------------------------------------------
________________
ને કે ધર્મ મોક્ષ માટે નથી ક્ય, સંસારના સુખની ઈચ્છાથી
ક્ય છે ? * ભગવાન “શું બનવાનું છે એ પણ કહી ગયા છે અને શું કરવાનું છે એ પણ કહી ગયા છે. આપણે જે કરવાનું છે એમાં આપણી જાતને ગોઠવવાની મહેનત કરવી છે અને જે બનવાનું છે-તેમાંથી આપણી જાતને બચાવી લેવી છે. * ગૃહસ્થપણાનો ધર્મ એવો છે કે જેમાં મહેનત વધારે ને કમાણી ઓછી જ્યારે સાધુપણાનો ધર્મ એવો છે કે જેમાં
મહેનત ઓછી ને કમાણી વધારે. * પુણ્ય અને પાપ બંન્ને આપણે જાતે બાંધ્યાં હોવા છતાં પુણ્યનાં ફળમાં મજા આવે ને પાપનાં ફળમાં આંસુ આવે તો એ ધર્માત્માનું લક્ષણ નથી. બજારમાં જેને ઊભા રહેવું હોય તે માત્ર લેવાનું કામ કરે અને આપવાનું બાકી રાખે તો ચાલે ? લેવાનું બાકી રાખે તો હજુ ચાલે પણ આપવાનું તો સૌથી પહેલાં પતાવવું પડે ને ? તો જ બજારમાં ઊભા રહેવાય ને ? તેમ ભગવાનના શાસનમાં સ્થાન પામવું હોય તો પુણ્યનું ફળ(સુખ) ભોગવવાનું બાકી રાખી, પાપનું ફળ (દુ:ખ) બધું પૂરું કરી લેવું. * ધર્મ કરતાં પુણ્ય બંધાઈ જાય તેની ચિંતા નહિ, પણ ધર્મ કરવો છે નિર્જરા માટે. કારણ કે પુણ્ય પણ છેવટે કર્મનું
Page #60
--------------------------------------------------------------------------
________________
બંધન જ છે ને ? તો તેને માટે મહેનત નથી કરવી.
* દુનિયાના દરેક ક્ષેત્રમાં વિશ્વાસથી કામ લેનારા અહીં ધર્મક્ષેત્રમાં તર્ક(દલીલો) લડાવ્યા કરે તો માનવું પડે ને કે દુનિયાની નાશવંત વસ્તુ જેટલી પણ કિંમત સદા સાથે રહેનાર ધર્મની નથી ?
* માનસન્માનની અપેક્ષા હોય, સુખ ભોગવવાની તાલાવેલી
હોય અને દુઃખ વેઠવાની તૈયારી ન હોય તેના કારણે સિદ્ધાંતમાં- આજ્ઞામાં- બાંધછોડ કરવાનું શરૂ થાય છે. * સંસારમાં દુઃખ આવે છે-એવી ફરિયાદ કરનાર તદ્દન
બેવકૂફ છે. સંસાર જ દુઃખરૂપ છે- એમ માની સંસારથી ભાગી છૂટવા દુઃખ વેઠવા માડે તે મહાબુદ્ધિશાળી છે. જેને
સહન કરવું હોય તે ફરિયાદ કરવા ન બેસે. * દેરાસર-ઉપાશ્રયમાં કરોડો ખરચનાર ઘરના અને દુકાનના નોકરોની માંદગીની રજામાં પગાર કાપે-એ બને ? આવા ધર્માત્માઓ પોતે જ પોતાના ધર્મની હલના કરનારા બને ને ? ધર્મ ઓછો થાય તો વાંધો નહિ પરંતુ ઔચિત્ય હણાય, પોતાનો ધર્મ લજવાય એવું વર્તન કે વ્યવહાર ધર્માત્માનો ન હોય. હૈયાની ઉદારતા કેળવ્યા વગર ધર્મની
શરૂઆત કરનારા ધર્મની વિટંબણા કરનારા બને છે. * તમારી ઓફિસમાં કામ કરવા આવનારાને કદી કહ્યું છે કે
૫૫
Page #61
--------------------------------------------------------------------------
________________
મારી ઓફિક્સમાં મોડા આવશો તો ચાલશે પણ વ્યાખ્યાનમાં મોડા આવો તો નહિ ચાલે ? જે દિવસે આવું કહેવાની તૈયારી આવશે તે દિવસે ધર્મ હવે સ્પર્યો છે એમ સમજવું.
* જેઓ ધર્મનું વળતર માંગે તેને ધર્મ નડ્યા વગર નહિ રહે. ધર્મ કર્મની નિર્જરા માટે કરવાનો છે. સુખની લાલસા ઘટે તો સમજવું કે કર્મ લઘુ થયાં છે, કર્મની નિર્જરા થઈ છે. એના બદલે ધર્મ કરતી વખતે સુખનું અથાણું હોય, લોકો આપણને ધમ માને, લોકો આપણી ભક્તિ-વૈયાવચ્ચે વગેરેની કદર કરે એવી ઈચ્છા હોય તે ધર્મની પાસેથી વળતર માંગવા સ્વરૂપ છે. આપણે ધર્મનું ફળ જોઈએ છે, વળતર નથી જોઈતું. મોક્ષ એ ધર્મનું ફળ છે. એ ફળ મેળવવા માટે ધર્મ કરવો છે, સંસારનાં નાશવંત સુખો માટે
આપણો કીમતી ધર્મ વેચવાની મૂર્ખાઈ નથી કરવી. * દાન આપતી વખતે કેટલું આપ્યું છે-એ નથી જવું, કેટલું
બાકી રાખ્યું છે-એ જોવું છે. કેટલું આપ્યું એ ગણ્યા કરવું એ દાનધર્મ નથી. દાન ધનની મૂચ્છ ઉતારવા માટે છે. • આપણી પાસેની વસ્તુ ફેંકી દેવા જેવી થાય ત્યારે આપવું એ દાન નથી. “નાંખી દેવું છે માટે આપવું-એ દાન નથી, “છોડી દેવું છે માટે આપવું-એ દાન છે.
* અનુકંપાદાન સામાના દુ:ખને દૂર કરવા આપવાનું છે, એવું નથી. અસલમાં તો સામાના દુઃખે આપણે દુ:ખી થઈએ
Page #62
--------------------------------------------------------------------------
________________
છીએ માટે આપણા દુ:ખને દૂર કરવા માટે આપવાનું છે. દાન બીજાના ઉપકાર માટે નથી, આપણા પરિણામની રક્ષા
માટે, પરિણામ નિર્વસ ન થાય એ માટે દાન આપવાનું છે. * આપવું તેનું નામ દાન નહિ, છોડવું તેનું નામ દાન.
છોડવાની બુદ્ધિથી આપવું તેનું નામ દાન. છોડવાની ભાવના હોય અને કોઈ સંયોગોમાં આપવાનું ન બને તોય દાનધર્મનું પાલન થઈ ગયું છે-એમ સમજવું. જ્યારે આપવા છતાં છોડવાની ભાવના ન હોય તો તે દાનધર્મ નથી. છરણ શ્રેષ્ઠીએ આપ્યું નહિ છતાં છોડવાની ભાવના હોવાથી ભાવથી કૃતપુણ્ય બન્યા. જ્યારે અભિનવશ્રેષ્ઠીએ આપ્યું છતાં છોડવાની ભાવના ન હોવાથી માત્ર દ્રવ્યથી જ પુણ્ય બાંધ્યું.
* આપણા ઘરના લોકો આપણું કહ્યું ન માનતા હોય ત્યારે
મારા ઘરમાં આ નહિ ચાલે’ એવો આગ્રહ રાખવાના બદલે મને આ ઘરમાં નહિ ફાવે' એમ કહીને ચાલી નીકળવું. બીજાને સુધારવા માટે ઘરમાં રહેવું એના કરતાં આપણી જાતને સુધારવા ઘરમાંથી નીકળી જવું શું ખોટું? લોકો આપણું કહ્યું નથી માનતા” એનું દુ:ખ ધરવાને બદલે "આપણે ભગવાનનું કહ્યું નથી માનતા” એનું દુઃખ ધરીએ
તો આપણું ઠેકાણું પડી જાય. * આપણે આજ્ઞા મુજબ ધર્મ કરવો હોય તો બીજાને ખોટું
Page #63
--------------------------------------------------------------------------
________________
લાગશે તેની ચિંતા કરવાના બદલે આપણે ખોટાન થઈએ એની ચિંતા કરવી છે.
* અલંકાર પહેરવામાત્રથી શરીરની શોભા ન વધે, યોગ્ય
સ્થાને અલંકાર પહેરવામાં આવે તો તે શરીરની શોભા વધારે. તેમ શાસનનાં કાર્યો કરવામાત્રથી શાસનની શોભા ન વધે. યોગ્ય વ્યક્તિ, યોગ્ય કાળે, યોગ્ય રીતે ઉચિત એવાં શાસનનાં કાર્યો કરે તો શાસનની શોભા વધે. શાસનનાં કાર્યોમાં આપણી ઈચ્છાનું પ્રાધાન્ય ન આપતાં આજ્ઞાને આગળ કરવામાં આવે તો જ તે કાર્યો શાસનની પ્રભાવનાનું અંગ બને.
* ગુરુભગવંતના માત્ર ગુણ ગાયા કરવા-એ ગુણાનુવાદ નથી, ગુરુભગવંતનું કહ્યું માનવું-એ જ તેમના ગુણાનુવાદ છે. ગુરુભગવંતનાં વખાણ કરવાના બદલે તેમનું એકાદ પણ વચન માની લઈએ-એ સાચા ગુણાનુવાદ છે. જેને કશું કરવું નથી, કશું પામવું નથી તેને ગુરુના ગુણ ગાવાનો અધિકાર નથી. ઉત્તમના ગુણ ગાતાં ગાતાં આપણામાં ગુણ આવે એની ના નહિ, પરંતુ ગુણ લાવવા હોય તો ગુણ આવે.
* ગુરુની સેવાભક્તિ કરવી અને વચન ન માનવુંએ વિનય નથી. તમારે ત્યાં પણ વિનયી દીકરો કોને કહો ? બાપાની પગચંપી કરે પણ બાપાનું કહ્યું ન માને તો તેને વિનયી
Page #64
--------------------------------------------------------------------------
________________
કહો ? * અહીંથી સાતમી નરક બંધ છે-એમ કહીને મજેથી પાપ કરવાની જરૂર નથી અને મોક્ષ બંધ છે-એમ માનીને બેસી રહેવાની જરૂર નથી. અહીંથી તંદુલિયો મત્સ્ય થઈએ તો માત્ર અંતર્મુહૂર્તમાં સાતમી નરક જઈ શકાય એવું છે, તો બચવું છે ? અને અહીંથી સુંદર આરાધના કરી, મરીને મહાવિદેહમાં જનમીએ તો દસ વરસમાં કેવળજ્ઞાન મળે એવું છે, તો જોઈએ છે? સીધું ન જવાય તો ય વાયા બન્ને સ્થાને જઈ શકાય એવું છે તો હવે સાતમી નરર્થી બચવા અને મોક્ષને મેળવવા પુરુષાર્થ આદરવો છે ? * આપણા અનુભવ કરતાં ભગવાનનું વચન મહાન છે એવું
જે દિવસે લાગશે તે દિવસે ધર્મ કરવાની યોગ્યતા આવશે
અને ધર્મ કરવામાં મજા પણ આવશે. * અનાદિકાળના કુસંસ્કારો જેમ અનેક ભવોથી આપણી સાથે ને સાથે આવે છે તેમ આપણે જો ધારીએ તો આ ધર્મના સુસંસ્કાર પણ આપણી સાથે લઈ જઈ શકીએ એવું છે. આહાર જેટલા રસથી વાપરીએ છીએ એટલા જ રસથી તપ કરીએ તો તપના સંસ્કાર દઢ(મજબૂત) બને. વિથા જેટલા પ્રેમથી કરીએ છીએ-સાંભળીએ છીએ એટલા જ પ્રેમથી ધર્મસ્થા કરીએ-સાંભળીએ તો ધર્મકથાના
Page #65
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર દઢ બને. સગા-સંબંધીની મહેમાનગતિ જેટલા પ્રેમથી કરીએ છીએ એટલા પ્રેમથી સાધર્મિકની અને સાધુભગવંતની ભક્તિ કરીએ તો સાધર્મિક ભકિતના અને સુપાત્રદાનના સંસ્કાર દઢ બને. થોડો પણ ધર્મ દિલ દઈને કરીએ, થોડી પણ આજ્ઞા મન દઈને પાળીએ તો આજ્ઞા પાલનના સંસ્કાર દઢ બને અને આ રીતે દઢ બનેલા સંસ્કાર ભવાંતરમાં પણ આપણી સાથે આવી શકે એવું છે.
* અનંતજ્ઞાની ભગવંતોએ જે ઉપાય બતાવ્યા છે તે સંસારને
સુધારવાના ઉપાય નથી બતાવ્યા, સંસારમાંથી આપણી જાતને સુધારી લેવાના ઉપાય બતાવ્યા છે. જ્ઞાની ભગવંતો તો માર્ગ સમજાવવાનું કામ કરશે, પગ ઉપાડવાનું કામ તો આપણે જ કરવું પડશે. આ સંસારમાં નથી રહેવું ને મોક્ષે જવું છે. આટલું નક્કી કરીએ તો સત્ત્વ પ્રગટ્યા વિના નહિ રહે અને સત્ત્વશાળીને માટે મોક્ષમાર્ગ સરળ છે.
( ૬o.
Page #66
--------------------------------------------------------------------------
________________ For Private & Psonal Use Only