________________
અને જેઓ આ સંસારને છોડી મોક્ષે જવા સાધુપણું પાળે છે તેઓ ઉત્તમબુદ્ધિવાળા જીવો છે. આપણે બુદ્ધિમાન છીએ ને ? આપણી બુદ્ધિ કેવી છે ? જો અધમ કે મધ્યમ હોય તો તેને ઉત્તમ બનાવવા માટે પ્રયત્ન કરીએ તેમ જ ઉત્તમ હોય તો એ ઉત્તમતા જાળવી રાખીએ તો જ
આપણો આ જન્મ સફળ થયો-એમ સમજવું. * આ સંસારમાં ચારિત્રધર્મ સિવાય ગુણ કયાંય નથી : આ
વાત તમારા મગજમાં છે ખરી ? આ દુનિયામાં ચારિત્ર સિવાય જે કાંઈ સારું લાગે છે તે આપણી મતિનો ભ્રમ છેએવું લાગે છે ? જ્યાં સુધી “ચારિત્ર સિવાય બીજે ક્યાંય ગુણ નહિ' આટલી તૈયારી ન આવે ત્યાં સુધી ઉત્તમ બુદ્ધિ નહિ આવે. ચારિત્રને છોડીને બીજે ક્યાંય પણ ગુણ કે સારાપણું દેખાય તો સમજવું કે આપણી બુદ્ધિમાં વિકાર આવ્યો છે. ગમે તેટલો ભણેલો હોય, વિદ્વાન હોય, પ્રતિભાસંપન્ન હોય પણ જો સંસાર નિર્ગુણ ન ભાસે અને ચારિત્રમાં ગુણ ન દેખાય તો તેનામાં બુદ્ધિમત્તા નથી. સંસાર છોડવો અને સાધુ થઈ મોક્ષે જવું : આટલું જેને સમજાયું તે જ ખરો સમજદાર છે. સાધુપણામાં કષ્ટ ગમે તેટલું પડે તોય ગુણ તો તેમાં જ છે. ચારિત્રમાં ગુણ દેખાતો નથી માટે જ નિર્ગુણ એવા સંસારમાં મજા આવે છે. સંસાર ઠ્ઠી ન શકે એ બને પણ સંસાર છોડવો નથી'-આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org